ઇમરાન ખાન : ભારત હુમલો કરશે તો સામે પાકિસ્તાન વિચાર નહીં કરે, સજ્જડ જવાબ આપશે

ઇમરાન ખાન

ઇમેજ સ્રોત, Getty Images

પુલવામામાં થયેલા ઉગ્રવાદી હુમલા અંગે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને આજે પાકિસ્તાનની જનતાજોગ જાહેર સંબોધન કર્યુ હતું. ઇમરાન ખાને કહેવી વાતોના મુખ્ય અંશો આ મુજબ છે.

"સાઉદી અરેબિયાના પ્રિન્સની પૂર્વઓયાજિત મુલાકાત હતી અને એટલા માટે હું અત્યાર સુધી આ મુદ્દે મૌન રહ્યો."

"પાકિસ્તાન માટે આ મુલાકાત મહત્ત્વની હતી તો અમે એ શું કામ કરીએ. જ્યારે પાકિસ્તાન સ્થિરતા ઇચ્છે છે અને એના તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે અમે આ શું કામ કરીએ?

"પાકિસ્તાનને એનાથી શું ફાયદો? જો તમારે દર વખતે આ જ કરવું છે, તો દરેક વખતે આપ એ જ કર્યા કરશો."

"હું વારંવાર કહી રહ્યો છું કે આ નવું પાકિસ્તાન છે. પાકિસ્તાન તો પોતે જ આતંકવાદથી પરેશાન રહ્યું છે."

"હું આપને કહું છું આપ આવો અને તપાસ કરો, જો કોઈ પાકિસ્તાનની ભૂમિનો આતંકવાદ માટે ઉપયોગ કરી રહ્યું છે તો એ અમારું દુશ્મન છે."

"આતંકવાદ સમગ્ર વિસ્તારની સમસ્યા છે. અમારા સો અરબ ડૉલર એની પાછળ બરબાદ થયા છે."

"ભારતમાં એક નવો વિચાર આવવો જોઇએ. આખરે એ શું કારણ છે કે કાશ્મીરીઓમાં મૃત્યુનો ભય નથી રહ્યો?"

"સંવાદથી જ મામલો ઉકેલાશે તો શું ભારતે એ વિશે વિચારવું ન જોઇએ?"

"ભારતના મીડિયામાં અને રાજનીતિમાં એ સંભળાઈ રહ્યું છે કે પાકિસ્તાન સાથે બદલો લેવો જોઇએ એટલે હુમલો કરી દો. તમે પાકિસ્તાન પર હુમલો કરશો તો પાકિસ્તાન વિચાર કરશે? વિચાર નહીં કરે. પાકિસ્તાન જવાબ આપશે."

આપને આ પણ વાંચવું ગમશે

ભારતે આરોપ નકાર્યા

ઇમેજ સ્રોત, AFP

ભારતના વિદેશ મંત્રાલયના નિવેદન પ્રમાણે, "પાકિસ્તાનના વડા પ્રધાને આ જઘન્ય કૃત્યને વખોડ્યું નથી અને શોકમગ્ન પરિવાર માટે સાંત્વના નથી પાઠવી."

"આતંકવાદી હુમલાની જવાબદારી લેનાર આતંકવદી સંગઠનના વડા મસૂદ અઝર પાકિસ્તાન સ્થિત છે."

"પાકિસ્તાનના પ્રધાનો સંયુક્ત રાષ્ટ્રો દ્વારા જેને ત્રાસવાદી જાહેર કરવામાં આવ્યા છે, તેવા હાફિઝ સઈદ સાથે જોવા મળે છે, જે 'નવું પાકિસ્તાન' છે."

"ભારત અનેકવાર કહી ચૂક્યું છે કે હિંસા અને ત્રાસવાદની વચ્ચે વાટાઘાટો ન થઈ શકે."

ચૂંટણી સમયે પાકિસ્તાનના ઉગ્રપંથી હુમલાનો ઉપયોગ થશે તેવા ઇમરાન ખાનના આરોપને ભારતે 'ખોટું જૂઠ્ઠાણું' ઠેરવ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો