બાંગ્લાદેશના ઢાકામાં ઇમારતમાં આગ લાગતા 78 લોકોનાં મૃત્યુ, આગ અંકુશમાં આવી

ઇમેજ સ્રોત, ABU SUFYAN JEWEL
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગીચ વસતિ ધરાવતા એક વિસ્તારમાં આગ લાગવાની ઘટનાથી 78 લોકોનાં મૃત્યુ થયાં છે અને 40થી વધારે લોકો ગંભીર રીતે દાઝ્યા છે.
ઢાકા મેડિકલ કૉલેજના ફોરેન્સિક વિભાગના વડા ડૉ. સોહેલ મહમુદે પત્રકારોને માહિતી આપતા કહ્યું કે 78 મૃતદેહો મળી આવ્યા છે.
જો કે, ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સ કંટ્રોલ રુમે બીબીસીને મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 70 જણાવી છે.
અગાઉ ઘટના સ્થળની મુલાકાત લેનાર પોલીસ આઇ.જી. જાવેદ પટવાઈએ કહ્યું હતું કે અત્યાર સુધી 70 મૃતદેહો મળી આવ્યા છે, જે હજી વધારે હોઈ શકે છે.
અગાઉ અગ્નિશામક સેવાના મહાનિર્દેશક અવી અહમદ ખાનનું કહેવું છે કે ભોગ બનનાર લોકોની સંખ્યા વધી શકે છે.
આગ સૌથી પહેલાં જૂના શહેર વિસ્તારના ચોક બજારની એક ઇમારતમાં લાગી હતી. આ એક રહેણાંક ઇમારત છે, જેમાં કેમિકલ રાખવાનું ગોડાઉન પણ હતું
જોતજોતામાં આગ આસપાસની ઇમારતોમાં ફેલાઈ ગઈ. આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડની 37 ગાડીઓ કામ કરી રહી છે.
અત્યારસુધીમાં 70 મૃતદેહો ઇમારતમાંથી કાઢવામાં આવ્યા છે અને આગ પર અંકુશ મેળવી લેવાયો હોવાના અહેવાલ છે.
પ્લાસ્ટિક અને કેમિકલને કારણે ઝડપથી ફેલાઈ આગ
ઇમેજ સ્રોત, Reuters
અલી અહમદ ખાનનું કહેવું છે કે આગ ઓલવાઈ ગયા પછી શોધખોળ અભિયાન હાથ ધરવામાં આવશે. એમના કહેવા મુજબ હજી સુધી આગ લાગવાનું કારણ શોધી શકાયું નથી.
પટવાઇએ કહ્યું કે 'કેમિકલને લીધે લીધે આગ લાગવાની શક્યતા હોઈ શકે છે, ત્યાં સીએનજી વાહનો હતા તો એ પણ કારણ હોઈ શકે છે.'
જ્યાં આગ લાગી એ સાંકડી શેરીમાં આસપાસ પાણીનો કોઈ સ્રોત નહોતો એમ પણ જાણવા મળે છે.
આપને આ પણ વાચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો