વેનેઝુએલા મંદી: મદુરોએ બ્રાઝિલ બૉર્ડર કેમ બંધ કરી?

વેનેઝુએલા વિરોધ

ઇમેજ સ્રોત, Reuters

વેનેઝુએલાના શાસક નિકૉલસ મદુરોએ બ્રાઝિલ બૉર્ડર બંધ કરવાની જાહેરાત કરી છે, આ જાહેરાત એ સમયે કરાઈ છે જ્યારે વેનેઝુએલા માટે વૈશ્વિક સહાયની ચર્ચા થઈ રહી છે.

તેમણે એવું પણ જણાવ્યું હતું કે તેઓ કૉલમ્બિયાની બૉર્ડર પણ બંધ કરવાની પ્રક્રિયામાં છે.

તેઓ દેશમાં મંદીની વાતને નકારી કાઢે છે.

વિરોધ પક્ષના નેતા જુઆન ગુઆઇદો રાજધાની કૅરાકસ થી કૉલમ્બિયા સુધીના કાફલાનું નેતૃત્વ કરશે.

શુક્રવારે કૉલમ્બિયાની હદમાં વેનેઝુએલા માટે ફાળો એકઠું કરવા માટે કૉન્સર્ટ યોજાશે. એ જ વખતે મદુરોની સરકાર ત્યાંથી 980 ફૂટના અંતરે તેમનો કાર્યક્રમ યોજશે.

રાષ્ટ્રીય ઍસેમ્બલીના નેતા ગુઆઇદો ગયા મહિને થયેલા સરકાર વિરોધી આંદોલન દરમિયાન પોતાને વચગાળાના નેતા જાહેર કરી ચૂક્યા છે. વેનેઝુએલાની સરકારના વિરોધમાં લેટિન અમેરિકા અને યુએસના ડઝન જેટલા દેશો જોડાયા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

બ્રાઝિલ બૉર્ડરની સ્થિતિ

ઇમેજ સ્રોત, Reuters

મદુરોએ જાહેરાત કરી હતી કે જ્યાં સુધી અન્ય જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી બ્રાઝિલ સાથેની બૉર્ડર સંપૂર્ણરીતે બંધ રહેશે.

બ્રાઝિલની જમણેરી સરકારના રાષ્ટ્રપતિ જૈર બોલ્સોનારો એ લોકો પૈકી છે કે જેઓ ગુઆઇદોને જ નેતા માને છે.

મંગળવારે બ્રાઝિલે જાહેરાત કરી હતી કે યુએસની સાથે સંયોગીકરણથી ખોરાકને લગતી સામગ્રીઓ અને દવાઓ પૅકારાઇમા ઉપલબ્ધ કરાવાશે, જે વેનેઝુએલાની કાર્યકારી રાષ્ટ્રપતિ ગુઆઇદોની સરકાર દ્વારા લેવામાં આવશે. ટ્રકોની મદદથી આ સામગ્રી લઈ જવામાં આવશે.

કૉલમ્બિયા બૉર્ડરની સ્થિતિ

બ્રિટિશ આંત્રપ્રિન્યોર સર રિચાર્ડ બ્રાન્સન દ્વારા બૉર્ડર પાર કૉલમ્બિયાની હદમાં કૉન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કૉન્સર્ટ થકી 100 મિલિયન ડૉલર જેટલો ફાળો એકઠો થવાની આશા છે. જેનાથી દવાઓ અને ખોરાકની સામગ્રી ખરીદવામાં આવશે.

યુએસ તરફથી જહાજ મારફતે આવતી સહાયને કૉલમ્બિયા વેનેઝુએલાની સેના દ્વારા અટકાવી લેવાયા છે. મદુરોએ જણાવ્યું છે કે આ બૉર્ડર પણ બંધ કરવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો