#Balakot: હુમલાની વાત થઈ રહી છે એ બાલાકોટ ક્યાં આવેલું છે?

બાલાકોટ Image copyright TWITTER/OFFICIALDGISPR
ફોટો લાઈન આ તસવીર પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વીટ કરી છે.

પાકિસ્તાની આર્મીએ ફોટો ટ્વીટ કર્યું છે કે ભારતીય વિમાનોએ તેમની હદમાં બૉમ્બ વરસાવ્યા છે.

પાકિસ્તાનનો દાવો છે કે ભારતે તેમના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા જનરલ આસિફ ગફૂરનું કહેવું છે કે ભારતના વિમાનોએ મુઝફ્ફરાબાદમાં ઘૂસણખોરી કરી પણ પાકિસ્તાનની ત્વરિત કાર્યવાહીથી પીછેહઠ કરવી પડી.

ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના કાફલા પર થયેલા હુમલામાં 40થી વધારે જવાનોએ જીવ ગુમાવ્યો હતો અને પાકિસ્તાનમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે.

ભારતીય મીડિયામાં ઇંડિયન ઍરફૉર્સના સૂત્રોના હવાલાથી કહેવાઈ રહ્યું છે કે ભારતના ફાઇટર વિમાનોએ ઉગ્રવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના અનેક ઠેકાણાંઓ તબાહ કરી દીધાં છે.

Image copyright TWITTER/OFFICIALDGISPR
ફોટો લાઈન આ તસવીર પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વીટ કરી છે.

ભારતના વિદેશ મંત્રાલય દ્વારા આ હુમલાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી હતી.

પાકિસ્તાનમાં આ અંગે ખળભળાટ મચ્યો છે. કેટલાક પાકિસ્તાની પત્રકારોનું કહેવું છે કે ભારતે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં નહીં, પણ બાલાકોટમાં હુમલો કર્યો છે.

પાકિસ્તાની પત્રકાર મુશર્રફ ઝૈદીએ ટ્વીટ કરી કહ્યું છે, "બાલાકોટ આઝાદ કાશ્મીરમાં નથી."

"જો ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં બૉમ્બ વરસાવ્યા હતા, તો આ તો એલઓસી (લાઇન ઑફ કંટ્રોલ) અને સ્વતંત્ર કાશ્મીરની પાર છે."

"બાલાકોટ ખૈબર પખ્તુખ્વામાં છે. ઇંડિયાએ માત્ર નિયંત્રણ રેખા જ પાર નથી કરી, આ પાકિસ્તાન પર હુમલો છે."

પાકિસ્તાની પત્રકાર મુશર્રફ ઝૈદી સહિત જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લાહે પૂછ્યું હતું કે 'આ બાલાકોટ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરનું બાલાકોટ છે કે ખૈબર પખ્તુખ્વાનું બાલાકોટ છે?'

આ વચ્ચે પાકિસ્તાનના આર્મી પ્રવક્તાએ ટ્વીટ કરીને માહિતી આપી છે:

"ભારતીય ફાઇટર વિમાન એલઓસી પાર મુઝ્ઝફરાબાદ સૅક્ટરમાં ત્રણ-ચાર કિલોમિટર સુધી ઘૂસી આવ્યા હતા. કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી."

તમે આ વાંચ્યું કે નહીં?

ક્યાં છે બાલાકોટ?

Image copyright TWITTER/OFFICIALDGISPR
ફોટો લાઈન આ તસવીર પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વીટ કરી છે.

બાલાકોટ પાકિસ્તાનના ખૈબર પખ્તુન્વા પ્રાંતના મનશેરા જિલ્લામાં આવેલું છે.

આ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદથી 160 કિલોમિટર દૂર આવેલું છે.

કાશ્મીરમાં જ્યારે 2005માં ભૂકંપ આવ્યો તો બાલાકોટ પૂરી રીતે નષ્ટ થઈ ગયું હતું.

2005ના ભૂકંપ બાદ આ શહેરને ફરી ઊભું કરવામાં બહુ સમય લાગ્યો હતો, આ શહેરને ફરી ઊભું કરવામાં સાઉદીની પણ મદદ મળી.

7.6ની તીવ્રતાના ભૂકંપે બાલાકોટના 12 યુનિયન કાઉન્સિલ દબાઈ ગયા હતા અને એમાં ઓછામાં ઓછા 40 હજાર લોકોએ ઘર ગુમાવ્યા હતા.

બાલાકોટ પર્વતીય અને અત્યંત સુંદર વિસ્તાર છે. ખૈબર પખ્તુનખ્વા અને ગિલગિત બલ્ટિસ્તાન ખુશનુમા વાતાવરણ માટે જાણીતા છે.

બાલાકોટ કુનહર નદીના તટ પર છે. બાલાકોટની સુંદરતા સિવાય વિવિધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ માટે પણ પ્રચલિત છે.

બાલાકોટ પાકિસ્તાનમાં પર્યટન માટે પણ લોકપ્રિય જગ્યા છે. સિંઘુ ઘાટી સભ્યતાના ચાર પ્રાચીન વિસ્તારોમાંથી એક બાલાકોટ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો