સેલ્ફીવાળા 70 વર્ષીય રાષ્ટ્રપતિ જેઓ બની ગયા છે સેલ્ફી સેલેબ્રિટી

રાષ્ટ્રપતિ સાથે સેલ્ફી લેતા લોકો Image copyright Getty Images

પોર્ટુગલના રાષ્ટ્રપતિ મર્સેલો રેબેલો ડે સૌસા. તેમની ઉંમર 70 વર્ષની છે, પણ લોકો વચ્ચે એક 'કૂલ' નેતા તરીકે જાણીતા છે.

તેઓ માત્ર દેશના રાષ્ટ્રપતિ નહીં, પણ સૌથી પૉપ્યુલર નેતા પણ છે.

3 વર્ષથી તેમણે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું છે. આ સમયગાળા દરમિયાન તેમણે લોકોની ખુશીમાં ભાગ લીધો છે, ક્રિસમસ દરમિયાન લોકો સાથે ખુશીઓ વહેંચી છે તો સાથે જ ભીષણ આગની ઝપેટમાં આવેલા પીડિતો સાથે તેમના ઘરમાં ઊંઘ્યા પણ છે.

મીડિયામાં લોકો તેમને માત્ર મર્સેલો કહીને જ સંબોધે છે. ઘણી વખત તેમની એવી તસવીરો પણ સામે આવી છે કે જેમાં તેઓ પરિવાર સાથે બીચ પર મસ્તી કરી રહ્યા હોય.

આ રાષ્ટ્રપતિ સાથે સેલ્ફી લેવી પણ પોર્ટુગલના લોકો માટે ખૂબ સામાન્ય બાબત બની ગઈ છે. રાષ્ટ્રપતિ સાથેની સેલ્ફીને લોકોએ 'મર્સેલફિઝ' નામ આપી દીધું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

સેલેબ્રિટી રાષ્ટ્રપતિ

Image copyright EPA/ Nuno Andre Ferreira

સેન્ડ્રા નામનાં એક મહિલાએ રાષ્ટ્રપતિની લોકપ્રિયતા પર PhDની થીસીસ લખી છે. તેમનું કહેવું છે કે થીસિસ લખતાં સમયે તેમની સામે સૌથી મોટો પડકાર એ જાણવાનો હતો કરે મર્સેલો 'સેલેબ્રિટી રાજનેતા' છે કે 'રાજકીય સેલેબ્રિટી' છે.

મર્સેલોએ રાજકીય કારકિર્દીમાં ઘણો સમય વિતાવ્યો છે, છતાં લોકો તેમને વધારે ટીવી કૉમેન્ટેટર તરીકે વઘારે ઓળખે છે.

ઑબ્ઝર્વેડર નામની વેબસાઇટની માહિતી પ્રમાણે વર્ષ 2016માં તેમણે રાષ્ટ્રપતિ પદની દાવેદારી સાથે પ્રચાર શરૂ કર્યો. તેઓ કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયા ન હતા.

તેમણે કોઈ રેલી સંબોધી ન હતી. કોઈ ઝંડા ફરક્યા ન હતા. સાદી ભાષામાં કહીએ તો કોઈ પ્રકારનું રાજકારણ જ જોવા મળ્યું ન હતું.

તેમની પોતાની સ્ટાઇલ

Image copyright EPA

સાપ્તાહિક મૅગૅઝિન 'સબાડો' જણાવે છે કે રાષ્ટ્રપતિની સ્ટાઇલ એક સામાન્ય રાષ્ટ્રપતિ કરતાં એકદમ અલગ છે.

"તેઓ શિષ્ટતા નથી જાળવતા, કોઈ મિત્ર રસ્તા પર મળી જાય તો તેમની સાથે વાત કરે છે, વાત કરવા માટે હંમેશાં તત્પર રહે છે, રોજિંદા જીવનની વસ્તુઓની ખરીદી કરવા સુપરમાર્કેટ જાય છે અને ફૂડ પાર્સલ લેવા માટે લાંબી લાઇનમાં પણ ઊભા રહે છે."

રાષ્ટ્રપતિ પદ સંભાળતાં-સંભાળતાં મર્સેલો એ પણ જાણે છે કે એક સામાન્ય માણસ બનીને કેવી રીતે રહેવું.

શપથવિધિના દિવસે પણ ઑફિસની કાર લેવાને બદલે તેઓ પોતાના ઘરેથી જાતે લિસ્બન પહોંચ્યા અને શપથ ગ્રહણ કર્યા.

પોતાની સ્પીચમાં મર્સેલોએ વચન આપ્યું હતું કે તેઓ એવા રાષ્ટ્રપતિ બનશે કે જેઓ કોઈના વિરોધી નહીં હોય.

3 વર્ષ બાદ આજે તેમની સરખામણી જર્મન ચાન્સેલર એંજેલા મર્કેલ સાથે થઈ રહી છે. એંજેલા મર્કેલ છેલ્લાં 13 વર્ષથી રાજકારણમાં છે.

ફોર્સા ઇન્સ્ટિટ્યૂટે જ્યારે લોકોનો મત જાણવા પ્રયાસ કર્યો તો ખબર પડી કે 67% જર્મન એવા છે કે જેઓ એંજેલા મર્કેલને 2021 સુધી તેમનાં પદ પર જોવા માગે છે. વર્ષ 2018માં આ આંકડો 55% પર હતો.

આ તરફ પોર્ટુગલના 80% લોકો મર્સેલોને જ પસંદ કરે છે.

પોર્ટુગલની સિસ્ટમ મુજબ દેશના કામ વડા પ્રધાને કરવાના હોય છે. રાષ્ટ્રપતિ પાસે રાષ્ટ્રીય સુરક્ષા મામલે અને વિદેશ નીતિ મામલે અધિકારો હોય છે.

સર્વવ્યાપકતા

Image copyright AFP

જોકે, આ સ્ટાઇલ બધા લોકોને પસંદ આવે છે એવું નથી.

ઑબ્ઝર્વેટરના એક લેખક ટિયાગો ડોરેસ જણાવે છે કે પોર્ટુગલના રાષ્ટ્રપતિ બાળકોનાં એક પુસ્તક 'વેર ઇઝ ધ વેલ્લી' સીરિઝના એક પાત્ર સમાન છે.

વેલ્લીને શોધવા માટે લોકોએ ભારે મહેનત કરવી પડી છે કારણ કે તેઓ હંમેશાં લોકોની વચ્ચે ઘેરાયેલા હોય છે. એ જ રીતે મર્સેલો પણ લોકો વચ્ચે ઘેરાયેલા રહે છે.

જ્યારે પણ કૅમેરાનો અવાજ આવે છે, એ વાતની ખબર પડી જાય છે કે તસવીરમાં એ તો હશે જ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો