ChirstChurch : ન્યૂઝીલૅન્ડના હુમલામાં પાંચ ગુજરાતીઓ સહિત, પાંચ ભારતીયોનાં મોત

હુમલા બાદની સ્થિતિ Image copyright EPA, GETTY IMAGES, REUTERS

ન્યૂઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદો પર શુક્રવારે થયેલા હુમલામાં ઓછામાં ઓછા 50 લોકોનાં મૃત્યુ થયાં છે. ઉપરાંત 50 જેટલાં લોકો ઘાયલ હોવાના પણ સમાચાર છે.

જેમાં ત્રણ ગુજરાતીઓ સાથે પાંચ ભારતીયો પણ માર્યા ગયા છે.

આ હુમલાને દેશના ઇતિહાસનો 'સૌથી મોટો અને ઘાતક' હુમલો ગણાવવામાં આવે છે.

વડાં પ્રધાન જેસિંડા અર્ડર્ને તેને ન્યૂઝીલૅન્ડના ઇતિહાસનો 'કાળો દિવસ' ગણાવ્યો છે.

આ હુમલો કેવી રીતે થયો, તેના વિશે જે જાણકારી ઉપલબ્ધ છે તે અનુસાર સૌથી પહેલાં ગોળીબાર અલ નૂર મસ્જિદમાં થયો હતો. જે ક્રાઇસ્ટચર્ચ શહેરના કેન્દ્રમાં છે.

પોલીસનું કહેવું છે કે તેમને લાગે છે કે ઑસ્ટ્રેલિયાના નાગરિક બ્રેન્ટન ટેરન્ટે એકલા એ જ આ હુમલાને અંજામ આપ્યો હતો.

બ્રેન્ટનને વંશ્ય આધાર પર, શ્વેત રાષ્ટ્રવાદ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પથી પોતાને પ્રેરિત ગણાવ્યા છે.

28 વર્ષના ઑસ્ટ્રેલિયાઈ નાગરિક બ્રેન્ટન ટેરન્ટ આ મામલામાં મુખ્ય આરોપી છે અને તે ખુદ પોતાને વંશ્ય શ્રેષ્ઠતામાં માને છે.

શનિવારે મુખ્ય આરોપીને હાથકડી સાથે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો ત્યારે તે કૅમેરા સામે હસતો હતો.

પોલીસ કમિશનર માઇક બુશે કહ્યું કે હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.

માઇક બુશે કહ્યું, "સુરક્ષાદળોએ હુમલાખોરને બહાદુરીપૂર્વક રોક્યો હતો. નહીં તો તે વધારે હુમલા કરી શકતો હતો."

"આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી એક મહિલાને છોડી દેવામાં આવી હતી."

એક 18 વર્ષના યુવકને પોલીસે પકડ્યો છે અને હુમલામાં તેની સામેલગીરી અંગે શંકા છે. જેને સોમવારે કોર્ટમાં હાજર કરવામાં આવશે.

Image copyright Reuters
ફોટો લાઈન હુમલાખોરે હુમલો કરવા માટે પાંચ બંદૂકોનો ઉપયોગ કર્યો હતો

બ્રેન્ટને ગોળીબારનો પૂરો વીડિયો સોશિયલ મીડિયા ફેસબુક પર લાઇવસ્ટ્રીમ કર્યો હતો.

જેના માટે માથા પર લાગેલા કૅમેરા એટલે કે હેડ માઉન્ટ કૅમેરાની મદદ લેવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પરના એ વીડિયોમાં હાથમાં એક સેમી-ઑટોમેટિક બંદૂક લઈને મસ્જિદની અંદર જાય છે અને સામે આવનારા દરેક પર ગોળીઓ વરસાવે છે.

હેડકૅમનો વીડિયો અલ નૂર મસ્જિદના પશ્વિમમાં લેઝલી હિલ્સ ડ્રાઇવમાં એક ઔદ્યોગિક વિસ્તારથી શરૂ થાય છે.

હુમલાખોર તે બાદ માન્ડેવિલ સ્ટ્રીટ તરફ થઈને બ્લેનહિમના માર્ગ પર આવે છે અને પછી ડીન્સ અવેન્યૂની ઉત્તર તરફ જાય છે.

પ્રથમ હુમલો - અલ નૂર મસ્જિદ, 41નાં મોત

કેટલીક મિનિટોમાં હુમલાખોર મસ્જિદ પહોંચે છે. તે રોડના કિનારે ડિન્સ અવેન્યૂ તરફ કાર વાળીને તેને પાર્ક કરે છે.

હુમલાખોર કારની બહાર નીકળીને કારની ડિકિ ખોલે છે. તેમાં રાખેલા હથિયારોમાંથી પસંદગી કરે છે.

જે બાદ તે અલ નૂર મસ્જિદ તરફ જાય છે અને ગોળીબાર કરતા-કરતા અંદર દાખલ થાય છે.

એ સમયે સ્થાનિક સમયાનુસાર લગભગ 13:40 વાગ્યા હતા.

છ મિનિટ બાદ તે ડીન્સ અવેન્યૂથી કાર લઈને વેલી અવેન્યૂ પહોંચે છે. અહીં હેડકૅમથી આવાનારાં દૃશ્યો બંધ થઈ જાય છે.

પ્રથમ હુમલાના કેટલાક સમય બાદ બીજો હુમલો લિનવૂડ મસ્જિદમાં થાય છે જે અલ નૂર મસ્જિદથી માત્ર 5 કિલોમિટર દૂર છે.

શુક્રવારનો દિવસ હોવાના કારણે આ વખતે મસ્જિદમાં નમાજ પઢવા માટે લોકો એકઠા થયા હતા.

Image copyright Reuters
ફોટો લાઈન સોશિયલ મીડિયાનાં દૃશ્યોમાં દેખાયેલી બંદૂકો

ગોળીઓનો અવાજ સાંભળીને અધિકારીઓ 13:40 વાગ્યે હરકત આવે છે.

બપોરે 14:11 સુધી અધિકારીઓ પુષ્ટિ કરી દીધી કે પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે અને આસપાસમાં સ્કૂલોને થોડા સમય માટે બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો.

14:30 વાગ્યે પોલીસે કહ્યું કે આ હુમલા માટે એક બંદૂકધારી જવાબદાર છે.

હુમલા બ્રેન્ટન ટેરેન્ટ નામના 28 વર્ષની એક વ્યક્તિએ કર્યો છે જેને હુમલામાં કુલ પાંચ બંદૂકોનો ઉપયોગ કર્યો છે.

હેડકૅમથી મળેલી તસવીરોમાં જોવા મળી શકે છે કે હુમલાખોર જેવો જ એક રૂમથી બીજા રૂમ તરફ આગળ વધે છે.

તે લોકો પર નજીકથી ગોળીઓ વરસાવી રહ્યો છે. તેણે ઘાયલ પર ગોળીઓ વરસાવી છે.

એક પ્રત્યક્ષદર્શીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે તે પોતાનો જીવ બચાવવા માટે દોડી રહ્યા હતા અને મસ્જિદની અંદર લોકો લોહીથી લથબથ પડ્યા હતા.

બીજો હુમલો લિનવૂડ મસ્જિદ

Image copyright Getty Images

ક્રાઇસ્ટચર્ચના રહેણાક વિસ્તારની પાસે લિનવૂડ મસ્જિદ પર થયેલા હુમલા વિશે હજીસુધી ખૂબ ઓછી જાણકારી સામે આવી છે.

હુમલામાં બચી ગયેલા લોકોએ સ્થાનિક લોકોને જણાવ્યું કે કાળા રંગનું હેલમેટ પહેરીને એક વ્યક્તિએ મસ્જિદની અંદર ગોળીઓ ચલાવી હતી.

જે વખતે હુમલો થયો એ વખતે મસ્જિદમાં લગભગ 100 લોકો નમાજ પઢવા આવ્યા હતા.

પોલીસ કમિશનર માઇક બુશનું કહેવું છે કે બંને હુમલામાં યોજનાબદ્ધ રીતે હુમલાને અંજામ આપવામાં આવ્યો.

પોલીસે બંને મસ્જિદોને નજીકથી હથિયારો મળ્યાં છે. પોલીસનું કહેવું છે કે હુમલાખોરની કારમાંથી વિસ્ફોટકો પણ મળ્યા હતા. જેને સેનાએ નિષ્ક્રિય કર્યા હતા.

હત્યાના આરોપમાં 28 વર્ષના બ્રેન્ટન ટેરન્ટને શનિવારે ક્રાઇસ્ટચર્ચની એક અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો.

પાસેના વિસ્તારોમાં ત્રણ વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં એક મહિલા પણ સામેલ છે. તેમની પાસેથી હથિયારો જપ્ત કરવામાં આવ્યાં હતાં.

પોલીસ કમિશનર માઇક બુશનું કહેવું છે કે એવું બની શકે કે તેની હુમલામાં કોઈ ભાગીદારી ના હોય પરંતુ હાલ તેમના વિશે વધારે કંઈ કહી શકાય એમ નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો