BBC Top News : નરેન્દ્ર મોદી : ચોકીદારને ચોર કહેવો એ તમામ ચોકીદારનું અપમાન છે

નરેન્દ્રો મોદી Image copyright Getty Images

ધૂળેટીની પૂર્વસંધ્યાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના 25 લાખ ચોકીદારોને રેડિયો પર સંબોધ્યા હતા.

પોતાના આ સંબોધનમાં તેમણે કૉંગ્રેસ પર નિશાન તાકતા મોદીએ કહ્યું, "દરેક વ્યક્તિ ચોકીદાર અંગે વાત કરી રહી છે. દેશ આખો ચોકીદાર બનાવાની શપથ લઈ રહ્યો છે. ચોકીદારને ચોર કહેવું એ તમામ ચોકીદારનું અપમાન છે."

ગત સપ્તાહે મોદીએ શરૂ કરેલા 'મૈં ભી ચોકીદાર' અભિયાન અંતર્ગત તેમણે આ સંબોધન કર્યું હતું.

કોઈ પણ નેતા કે પક્ષનું નામ લીધા વગર મોદીએ રાહુલ ગાંધી પર નિશાન તાક્યું હતું. રાહુલ ગાંધીએ મોદીને નિશાન બનાવવા માટે 'ચોકીદાર ચોર હૈ' નારો આપ્યો હતો

પહેલાંથી રૅકૉર્ડ કરાયેલા એક પ્રશ્નના જવાબમાં મોદીએ એવું પણ કહ્યું, "કેટલાક લોકો છેલ્લા કેટલાક મહિનાથી 'ચોકીદાર' વિરુદ્ધ ગેરપ્રચારનું અભિયાન ચલાવી રહ્યા છે."


1993-94 બાદ પ્રથમ વખત ભારતમાં પુરુષ શ્રમબળમાં ઘટાડો

Image copyright Getty Images

ભારતના વાસ્તવિક પુરુષ શ્રમબળમાં વર્ષ 1993-1994 બાદ પ્રથમ વખત ઘટાડો નોંધાયો છે.

નેશનલ સૅમ્પલ સર્વ ઑર્ગેનાઇઝેશનના પિરિયોડિક લૅબર ફૉર્સ સર્વે' ડેટાના હવાલેથી 'ઇન્ડિયન એક્સ્પ્રેસ' સંબંધિત અહેવાલ પ્રકાશિત કર્યો છે.

વર્ષ 1993-94માં 2.19 કરોડથી લઈને વર્ષ 2011-12માં 30.4 કરોડ પહોંચેલા પુરુષ શ્રમબળમાં પ્રથમ વખત ઘટાડો નોંધાયો હોવાનું ડેટાને ટાંકીને અખબાર જણાવે છે.

એનો અર્થ એવો થાય કે વર્ષ 2017-18માં પાંચ વર્ષની સરખામણીએ ઓછા પુરુષોને રોજગાર મળ્યો છે. ડેટા અનુસાર પર ગ્રામ્ય અને શહેરી એમ બન્ને વિસ્તારોમાં પુરુષ માનવશ્રમમાં ઘટાડો નોંધાયો છે.

આ અહેવાલ હજુ જાહેર થવાનો બાકી હોવાનું જણાવી અખબાર નોંધે છે કે શહેરી વિસ્તારોમાં પુરુષોમાં બેરોજગારીનો આંક 7.1 ટકા નોંધાયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આ આંક 5.8 ટકા જોવા મળ્યો છે.

અર્થશાસ્ત્રીઓ સંબંધિત ડેટાને ચિંતાજનક માની રહ્યા હોવાનું અખબાર જણાવે છે.

નામ ના આપવાની શરતે અર્થશાત્રીને ટાંકીને ડેટાનો ઊંડો અભ્યાસ કરવા કરવાની જરૂર હોવાનું પણ અખબાર નોંધે છે અને જણાવે છે કે નોકરીઓ અને રોજગારની તકોમાં સ્પષ્ટ ઘટાડનો નોંધાયો છે.


મારું હિંદુત્વ અસલી, ભાજપનું રાજકીય : કેસીઆર

Image copyright Telangana CMO

ટીઆરએસના અધ્યક્ષ અને તેલંગણાના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવે ચૂંટણી પહેલાં હિદુત્વના મુદ્દાને ઉછાળવા અને બીજી ધર્મો વિરુદ્ધ

પ્રચાર કરીને મત હાંસલ કરવાની કોશિશ પર ભાજપને આડે હાથ લીધી હતી.

તેમણે પૂછયું, "ભાજપ રામજન્મભૂમિ પર મારો પક્ષ જાણતા પહેલાં એ બતાવે કે ભાજપ રાજકીય પક્ષ છે કે એક ધર્મનો પ્રચાર કરવાવાળો પક્ષ."

આ દરમિયાન કેસીઆરે કહ્યું, "હિંદુ ધર્મ ધાર્મિક સહિષ્ણુતાનો બોધ આપે છે. એ ક્યારેય અન્ય ધર્મના લોકો વિશે ખોટું બોલવાનું કહેતો નથી."

"ભાજપ રાજકીય હિંદુત્વ કરે છે. મારું હિંદુત્વ અસલી હિંદુત્વ છે, આધ્યાત્મિક હિંદુત્વ."

જોકે, આ દરમિયાન તેમણે ભાજપ સાથે સાથે કૉંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા.

તેમણે કહ્યું, "દેશના વાસ્તવિક મુદ્દાના ઉકેલ લાવવામાં કૉંગ્રેસ અને ભાજપ બંને સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા છે. બંને પક્ષો ખાલી રાજકીય ડ્રામાનો સહારો લે છે."


1993-94 બાદ પ્રથમ વખત ભારતમાં પુરુષ શ્રમબળમાં ઘટાડો

ભારતના વાસ્તવિક પુરુષ શ્રમબળમાં વર્ષ 1993-1994 બાદ પ્રથમ વખત ઘટાડો નોંધાયો છે.

નેશનલ સૅમ્પલ સર્વ ઑર્ગેનાઇઝેશનના પિરિયોડિક લૅબર ફૉર્સ સર્વે' ડેટાના હવાલેથી 'ઇન્ડિયન એક્સ્પ્રેસ' સંબંધિત અહેવાલ પ્રકાશિત કર્યો છે.

વર્ષ 1993-94માં 2.19 કરોડથી લઈને વર્ષ 2011-12માં 30.4 કરોડ પહોંચેલા પુરુષ શ્રમબળમાં પ્રથમ વખત ઘટાડો નોંધાયો હોવાનું ડેટાને ટાંકીને અખબાર જણાવે છે.

એનો અર્થ એવો થાય કે વર્ષ 2017-18માં પાંચ વર્ષની સરખામણીએ ઓછા પુરુષોને રોજગાર મળ્યો છે. ડેટા અનુસાર પર ગ્રામ્ય અને શહેરી એમ બન્ને વિસ્તારોમાં પુરુષ માનવશ્રમમાં ઘટાડો નોંધાયો છે.


સીરિયામાં ISનો અંતિમ ગઢ ધ્વસ્ત, અમેરિકા સમર્થિક લડાકુઓનો વિજય

Image copyright AFP

સીરિયામાં જેહાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના પ્રભુત્વવાળા અંતિમ વિસ્તાર ઉપર પણ અમેરિકા સમર્થિત સીરિયન લડાકુઓએ કબજો મેળવી લીધો છે.

અમેરિકા સમર્થિત સીરિયન ડેમોક્રેટિક ફોર્સિઝના દળોના કહેવા પ્રમાણે, બાગૂઝના અમુક વિસ્તાર ઉપર હજુ પણ આઈએસના લડાકુઓનો કબજો છે.

જોકે, જાણકારોના કહેવા પ્રમાણે હજુ યુદ્ધ સમાપ્ત નથી થયું અને કેટલાક લડાકુઓ હુમલો કરી શકે છે.

વર્ષ 2014માં ઇસ્લામિક સ્ટેટે 'ખલિફાત'ની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે એક સમયે જિહાદી સંગઠન ઇરાક તથા સીરિયાના લગભગ 88 હજાર વર્ગ કિલોમીટર અને 80 લાખ ઉપર પ્રભુત્વ ધરાવતું હતું.

ગેરકાયદેસર રીતે ક્રૂડઑઈલ, ખંડણી, લૂંટ અને અપહરણ દ્વારા તેણે અબજો ડૉલર મેળવ્યા હતા.


લોકપાલની નિમણૂક

Image copyright Getty Images

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષને દેશના પ્રથમ લોકપાલ તરીકે નીમવામાં આવ્યા છે.

જાન્યુઆરી 2014ના રાષ્ટ્રપતિએ લોકપાલના કાયદાની ઉપર મંજૂરીની મહોર મારી, તેના લગભગ પાંચ વર્ષ બાદ આ નિમણૂક થઈ છે.

સમાચાર સંસ્થા પીટીઆઈ (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇંડિયા)ના રિપોર્ટ પ્રમાણે, એસએસબી (સશસ્ત્ર સીમા બળ)ના વડા અર્ચના રામસુંદરમ, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય સચિવ દીનેશ કુમાર જૈન, મહિન્દર સિંહ, ઇંદ્રજીત પ્રસાદ ગૌતમને બિન-ન્યાયિક સભ્યો તરીકે નીમવામાં આવ્યા છે.

જસ્ટિસ દિલીપ ભોંસલે, પ્રદીપ કુમાર મોહંતી, અભિલાષા કુમારી તથા અજય કુમાર ત્રિપાઠીને જ્યુડિશિયલ મેમ્બર્સ તરીકે લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ભ્રષ્ટાચર વિરોધી સંસ્થા લોકપાલની નિમણૂકમાં થઈ રહેલી ઢીલ અંગે જવાબ માગ્યો હતો.


આફ્રિકામાં ભયંકર પૂર, અનેકનાં મોતની આશંકા

Image copyright Getty Images

આફ્રિકાના ત્રણ દેશોમાં આવેલા ભયંકર વાવાઝોડાએ તારાજી સર્જી છે.

177 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આવેલું ઇડાય વાવાઝોડોના કારણે અંદાજે 1000 લોકો માર્યા ગયા હોવાની આશંકા છે.

મોઝામ્બિકના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે આ અત્યારસુધીની સૌથી ગંભીર આફત છે અને તેમાં હજારથી વધુ લોકો માર્યા ગયા હોવાની શંકા છે.

સંયુક્ત રાષ્ટ્ર કહેવા મુજબ આફ્રિકામાં આવેલી આ અત્યારસુધીની સૌથી મોટી આફત છે.

સંયુક્ત રાષ્ટ્ર પાસેથી મળેલી જાણકારી પ્રમાણે આ તોફાનના કારણે છ મીટર જેટલું ઊંચું પૂર આવ્યું હતું.


ધારવાડમાં ઇમારત ધ્વસ્ત

કર્ણાટકના ધારવાડના કુમારેશ્વર વિસ્તારમાં મંગળવારે રાત્રે એક નિર્માણાધીન ઇમારત ધ્વસ્ત થઈ ગઈ છે, જેમાં બે લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 37 લોકોને બચાવી લેવાય છે.

ઝીન્યૂઝ વેબસાઇટના અહેવાલ પ્રમાણે, બચાવકાર્ય માટે નૅશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ તહેનાત કરવામાં આવી છે.

પોલીસ તથા સ્થાનિક ફાયર બ્રિગેડ દ્વારા પ્રારંભિક બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું, બાદમાં એનડીઆરએફને બોલાવવામાં આવી હતી.

બચાવકાર્ય પૂર્ણ થયે ઇમારત ધ્વસ્ત થવા પાછળનું કારણ તપાસવામાં આવશે. પોલીસે ઇમારતના નિર્માણકાર્ય સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની તપાસ હાથ ધરી છે.

કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામીએ આ ઘટના ઉપર આઘાત વ્યક્ત કર્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો