ડોનાલ્ડ ટ્રમ્પના 'ઉત્તર કોરિયા પરથી પ્રતિબંધ' હટાવવાના ટ્વીટથી ભ્રમ સર્જાયો

ડોનાલ્ડ ટ્રમ્પ Image copyright Getty Images

અમેરિક રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક ટ્વીટ કરીને ભ્રમની સ્થિતિ સર્જી દીધી. તેમણે ટ્વીટ કર્યું કે 'વધારે પડતા મોટા પ્રમાણમાં લગાવાયેલા પ્રતિબંધ' હટાવાવી લેવાશે.

ટ્રમ્પ કયા પ્રતિબંધોને હટાવવાની વાત કરતા હતા એ સ્પષ્ટ નહોતું એટલે આ મામલે એક ભ્રામક સ્થિતિ જન્મી.

તેમના આ ટ્વીટ પર ધારી લેવાયું કે અમેરિકન નાણાં મંત્રાલય એ પગલાંનો ઉલ્લેખ કરી રહ્યું છે કે જે ચીન સ્થિત બે શિપિંગ કંપનીઓને ઉત્તર કોરિયા સાથે ગેરકાયદે વેપાર કરવાની શંકાના આધારે બ્લૅક લિસ્ટ કરવાં માટે લેવાયાં હતાં.

અમેરિકન અધિકારીઓએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયા વિરુદ્ધ લગાવાયેલા નવા પ્રતિબંધો પરત ખેચવા માટેનો કોઈ આદેશ નથી આપ્યો.

જોકે, અધિકારીઓએ બાદમાં જણાવ્યું કે ટ્રમ્પ ભવિષ્યના પ્રતિબંધોનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

અમેરિકન મીડિયાએ નામ ના આપવાની શરતે અધિકારીઓની ટાંકીને જણાવ્યું કે ટ્રમ્પ હકીકતમાં એ આદેશોનો રદ કરી રહ્યા હતા જેની જાહેરાત કરવાની હજુ બાકી છે.


બ્રેક્સિટ : હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઊતર્યા

Image copyright Getty Images

બ્રિટિશ સાંસદો દ્વારા બ્રેક્ઝિટની વિકટ પરિસ્થિતિમાં બહાર નીકળવાનો માર્ગ શોધાઈ રહ્યો છે ત્યારે લંડનમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા અને અન્ય યુરોપિયન સંઘ રૅફરન્ડમની માગ કરી.

આ રેલીનું આયોજન 'પુટ ઈટ ટુ ધી પીપલ' નામના સંગઠને કર્યું હતું, જેણે દાવો કર્યો છે કે સંસદ સામે સભા યોજાઈ એ પહેલાં આ માર્ચમાં દસ લાખ કરતાં વધુ લોકો જોડાયા હતા.

આ રેલી દરમિયાન લોકોના હાથમાં યુરોપિયન સંઘનો ધ્વજ અને પ્લૅકાર્ડ્સ હતા અને તેઓ અન્ય કોઈ પણ બ્રેક્ઝિટ ડિલ પહેલાં લોકોનો મત જાણવાની માગ કરી રહ્યા હતા.

આ પહેલાં ગુરુવારે યુરોપિયન નેતાઓ બ્રિટનના યુરોપિયન સંઘમાંથી મોડા બહાર જવા પર તૈયાર થઈ ગયા હતા.

આ મામલે સાંસદો સમક્ષ ત્રીજી વખત મતદાન કરવા તૈયાર ના હોવાનું જણાવનારા વડાં પ્રધાન થેરેસા મે પર દબાણ વધી ગયું હતું


BJP ગુજરાતના 15 ઉમેદવારોનાં નામ જાહેર

Image copyright Getty Images

ભાજપે આગામી લોકસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ આજે ફરી વધુ ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે. જેમાં ગુજરાતના 15 ઉમેદવારનાં નામ સામેલ છે.

આ 15 ઉમેદવારોમાં ભાજપે 14 સાંસદોને રિપીટ કર્યા છે પરંતુ સુરેન્દ્રનગર બેઠક પર તેમણે ઉમેદવાર બદલાવ્યા છે.

હજી ગુજરાતની 10 બેઠકો પર ઉમેદવારોનાં નામ જાહેર કરવાનાં બાકી છે.

દિલ્હી ખાતે પત્રકાર પરિષદમાં ભાજપના વરિષ્ઠ નેતા જે. પી. નડ્ડાએ આ યાદી જાહેર કરી હતી.

ગુજરાતમાં ભાજપે લોકસભાના ઉમેદવારોની સાથે સાથે આવનારી વિધાનસભાની પેટાચૂંટણી માટેનાં નામો પણ જાહેર કર્યાં છે.

ભાજપે આગામી લોકસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ આજે ફરી વધુ ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે. જેમાં ગુજરાતના 15 ઉમેદવારનાં નામ સામેલ છે.

આ 15 ઉમેદવારોમાં ભાજપે 14 સાંસદોને રિપીટ કર્યા છે પરંતુ સુરેન્દ્રનગર બેઠક પર તેમણે ઉમેદવાર બદલાવ્યા છે.

હજી ગુજરાતની 10 બેઠકો પર ઉમેદવારોનાં નામ જાહેર કરવાનાં બાકી છે.

દિલ્હી ખાતે પત્રકાર પરિષદમાં ભાજપના વરિષ્ઠ નેતા જે. પી. નડ્ડાએ આ યાદી જાહેર કરી હતી. જેમાં ગુજરાત સાથે અન્ય રાજ્યના ઉમેદવારોની પણ ઘોષણા કરવામાં આવી હતી.


નૉર્વેમાં ફસાયું જવાજ, 1300 મુસાફરો ફસાયા

Image copyright AFP/GETTY

નૉર્વેના પશ્ચિમ દરિયા કિનારા નજીક શનિવાર મુસાફરોથી ભરેલું એક જહાજ ફસાઈ ગયું.

જહાજમાં ફસાયેલા લગભગ 1300 મુસાફરોને બચાવવા માટે આખી રાત જહેમત ઉઠાવાઈ.

બચાવદળ અનુસાર લગભગ 100 લોકોને ઍરલિફ્ટ કરીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ જહજા નૉર્વેના શહેર ટ્રૉમસોથી સ્ટૅવેન્જર જઈ રહ્યું હતું.

70 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહેલા ભારે પવન અને આઠ મીટર ઊંચાં મોજાંઓને કારણે બચાવ અભિયાનને મુશ્કેલી નડી રહી છે.

બચાવ અભિયાન માટે પાંચ હેલિકૉપ્ટરની મદદ લેવાઈ રહી છે.


મોદી, જેટલી અર્થશાસ્ત્ર નથી જાણતા : ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી

Image copyright @SWAMY39

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ શનિવારે દાવો કર્યો કે ના તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી કે ના તો નાણામંત્રી અરુણ જેટલી અર્થશાસ્ત્રની સમજણ ધરાવે છે, કારણ કે ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર હોવા છતાં તેઓ ભારતને પાંચમું સૌથી મોટું અર્થતંત્ર ગણાવે છે.

સ્વામીએ કહ્યું કે વડા પ્રધાન ભારતને શા માટે પાંચમું સૌથી મોટું અર્થતંત્ર હોવાની વાત કેમ કરે છે.

સ્વામીના મતે જીડીપી ગણનાના આધાર માટે વૈજ્ઞાનિક રૂપે સ્વીકાર્ય પ્રક્રિયા અનુસાર અમેરિકા અને ચીન બાદ ભારત ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર છે.

સ્વામીએ કહ્યું, "મને નથી સમજાતું કે આપણા વડા પ્રધાન ભારતને પાંચમું સૌથું મોટું અર્થતંત્ર કેમ ગણાવે છે? કારણ કે તેઓ અર્થશાસ્ત્ર નથી જાણતા અને નાણામંત્રી પણ કોઈ અર્થતંત્ર નથી જાણતા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો