મોદી-રાહુલ પાકિસ્તાનના યાર અને નવાઝ-બિલાવલ ભારતના યાર, તો ઝઘડો શેનો?

બિલાવલ ભુટ્ટો Image copyright Getty Images

લો જનાબ! પાકિસ્તાનમાં મોદીનો વધુ એક યાર પેદા થયો છે અને તેમનું નામ છે બિલાવલ ભુટ્ટો ઝરદારી

તેમના અને તેમના અબ્બુ અને ફૂફી વિરુદ્ધ આજકાલ ભ્રષ્ટાચાર અને બેનામી ખાતાં થકી અબજો રૂપિયા હડપી લેવાનો કેસ ચાલી રહ્યો છે.

આવું થાય એટલે બિલાવલની તોપોનાં નાળચાં ઈમરાન ખાન તરફ તો ફરે જ ને!

ખાનના મંત્રીમંડળના ઓછામાં ઓછા ત્રણ સભ્યોનો સંબંધ ઉગ્રવાદી સંગઠનો સાથે જોડીને અને તેમને તત્કાલ બહાર કાઢવાનું જણાવીને બિલાવલે પ્રથમ ગોળો ફેંકી દીધો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

Image copyright @PID_GOV

બીજો ગોળો એવો છોડ્યો કે તેમને વિશ્વાસ નથી કે સરકાર અતિવાદીઓ અને જેહાદી સંગઠનો વિરુદ્ધ પ્રામાણિક્તાથી કામ કરી રહ્યાં છે.

બસ, પછી તો શું જોઈતું?

ઈમરાની તોપ પણ હરકતમાં આવી ગઈ અને હવે કેટલાય મંત્રીઓ કોરસગાન ગાઈ રહ્યા છે કે બિલાવલની આવી હરકત બાદ ઇન્ડિયન મીડિયા એક પગ પર કૂદવા લાગ્યું છે.

હાય, એ ક્યા હો ગયા?

જ્યારે નવાઝ શરીફ પાકિસ્તાનના વડા પ્રધાન હતા ત્યારે લોકો એમને 'મોદી કા યાર' ગણાવી રહ્યા હતા અને તેમાં સૌથી આગળ બિલાવલ પણ હતા.

હવે આ જ ગીતમાળા ખુદ બિલાવલના ગળે પણ પહેરાવી દેવાઈ છે.

હજુ એક સપ્તાહ પહેલાં જ મોદીના નવા યારે મોદીના જૂના યાર સાથે જેલમાં મુલાકાત કરી.

મને પૂરો ભરોસો છે કે નવાઝ શરીફે આ બાળકને બસ ધ્યાનથી જોયું હશે અને એક શબ્દ પણ નહીં બોલ્યો હોય.

કંઈક આવી જ કહાણી સરહદ પારની પણ છે. આમ તો પાકિસ્તાન ભલે ભારતીયો માટે કોઈ કામનું ના હોય પણ ચૂંટણી વખતે મોટાભાગે પાકિસ્તાન જ કામ આવે છે.

અહીં બિલાવલ મોદીના નવા યાર છે તો ત્યાં રાહુલ પાકિસ્તાનના યાર ગણાવાઈ રહ્યા છે.

Image copyright Getty Images

કારણ કે જે રીતે બિલાવલે અતિવાદી સંગઠનો વિરુદ્ધની કાર્યવાહી પર પ્રશ્નો પૂછ્યા છે એ જ રીતે ત્યાં પણ રાહુલ ગાંધીએ બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ કર્યા છે.

પણ રાહુલ એકલા જ થોડા છે! જ્યારે મોદીજીએ 23 માર્ચે રાષ્ટ્રીય દિવસ પર ઈમરાન ખાનને શુભેચ્છા પાઠવી તો કૉંગ્રેસની નજરોમાં મોદી પણ 'લવ લેટર' લખ્યા બાદ પાકિસ્તાનના યાર બની ગયા.

પણ એક વાત સમજમાં ના આવી કે જો રાષ્ટ્રીય દિવસ પર પાકિસ્તાનને શુભેચ્છા પાઠવી જ દીધી હોય તો પછી મોદી સરકારે દિલ્હીમાં પાકિસ્તાની હાઈ કમિશનના રિસૅપ્શનનો બહિસ્કાર કેમ કર્યો?

મોદી અને રાહુલ પાકિસ્તાનના યાર હોય અને નવાઝ શરીફ અને બિલાવલ ભારતના યાર હોય તો પછી ઝઘડો છે કઈ વાતનો?

કેવું સારું કહેવાય કે વિપતના વખતે બન્ને દેશના નેતાઓ એકબીજા સાથે યારી નિભાવે છે અને મુર્ખ દુનિયા માને છે કે બન્ને એકબીજાના દુશ્મન છે.

દુનિયાનું તો શું છે? એ તો વર્લ્ડ રૅસલિંગ ફૅડરેશનની કુસ્તીને પણ સાચી માની લે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ