બ્રેક્સિટ : બ્રિટનની સંસદે વડાં પ્રધાન થેરેસા મેની સમજૂતી રદ કરી

થેરેસા મે Image copyright Reuters

બ્રિટનના સાંસદોએ યુરોપિયન યૂનિયનથી કોઈ સમજૂતી વગર નીકળી જવાના પ્રસ્તાવને 286 વિરુદ્ધ 344 મતોથી નકારી કાઢ્યો છે.

58 મતોના અંતરથી આ પ્રસ્તાવ નીકળી જતા બ્રેક્સિટ મુદ્દો હવે વધે પેચીદો બની ગયો છે.

બ્રિટનના વડાં પ્રધાન થેરેસા મેએ કહ્યું કે આ મતદાનનું પરિણામ ખૂબ જ ખતરનાક હશે અને કાયદાકીય રીતે હવે બ્રિટને યુરોપિયન યૂનિયનથી 12 એપ્રિલે અલગ થવું જ પડશે.

આનો અર્થ એ થયો કે કોઈ પણ ડીલ વગર યુરોપિયન યૂનિયનથી અલગ થવાથી બચવા માટે કાયદો ઘડવાનો સમય બ્રિટન પાસે નથી બચ્યો.

લેબર પાર્ટીના નેતા જેરેમી કોબિર્ને વડાં પ્રધાન થેરેસા મેના રાજીનામા ઉપરાંત તાત્કાલિક ચૂંટણી યોજવાની માગ કરી છે.

બ્રિટનની સંસદમાં બ્રેક્સિટ પ્રસ્તાવ રદ થયા બાદ યુરોપિયન યૂનિયનના અધ્યક્ષ ડોનાલ્ડ ટસ્કે ટ્ટીટ કર્યુ કે બ્રિટનની સંસદના નીચલા ગૃહ હાઉસ ઑફ કૉમન્સમાં કોઈ સમજૂતી વગર બહાર નીકળવાનો પ્રસ્તાવ રદ થતાં મે 10 એપ્રિલે યુરોપિયન કાઉન્સિલની બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો છે.

પ્રસ્તાવ રદ થવાનો મતલબ એ છે કે બ્રિટન યુરોપિયન યૂનિયનથી અલગ થવાની બ્રેક્સિટ પ્રક્રિયાને વધારે લાંબી નહીં ખેંચી શકે અને તેણે ડીલ સાથે 22 મેના રોજ યુરોપિયન યૂનિયનથી અલગ થવું જ પડશે.

વાતચીત કરીને કોઈ સમજૂતી વગર બ્રેક્સિટ પ્રક્રિયા પર સમય વધારવા માટે વડાં પ્રધાન થેરેસા મે પાસે 12 એપ્રિલ સુધીનો સમય રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ