નૉટ્ર ડામ કૅથેડ્રલમાં સચવાયેલી એ વિરાસત જેને જોવા માટે લોકો જતા હતા

કૅથેડ્રલ

ઇમેજ સ્રોત, Reuters

પેરિસમાં નૉટ્ર ડામ કૅથેડ્રલમાં લાગી આગથી તેની છત અને મુખ્ય દેવળનું શિખર અને છત ધસી પડ્યાં હતાં.

પેરિસના ડેપ્યુટી મેયર ઇમૅન્યુઅલ ગ્રેગોરીએ કહ્યું કે ચર્ચને ભારે નુકસાન થયું છે અને ઇમર્જન્સી સેવા દ્વારા કલાકૃતિઓ અને ચર્ચમાં રાખેલી અમૂલ્ય વસ્તુઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

તેમણે જણાવ્યું કે કૅથેડ્રલની અંદર રહેલી લાકડાંની વસ્તુઓ નષ્ટ થઈ છે.

અનેક પ્રતિષ્ઠિત ઇમારતો ધરાવતા આ શહેરની 850 વર્ષ જૂની આ ઇમારત ઘણી રીતે સૌથી અલગ છે.

રોઝ વિન્ડોઝ

ઇમેજ સ્રોત, Getty Images

13મી સદીમાં કૅથેડ્રલમાં બનાવવામાં આવેલી ત્રણ રોઝ વિન્ડોઝ સૌથી પ્રખ્યાત છે.

હજુ એ જાણવા નથી મળ્યું કે આગમાં આ રોઝ વિન્ડોઝ બચી છે કે કેમ.

ચર્ચની પશ્ચિમ દિશામાં આવેલા રવેશમાં સ્થિત રોઝ વિન્ડોઝનું કામ વર્ષ 1225માં પૂરું કરવામાં આવ્યું હતું અને તેની આજુ-બાજુમાં કરાયેલા પથ્થરકામ માટે જાણીતી છે.

દક્ષિણમાં આ આકૃતિનો વ્યાસ 13 મિટર છે અને તેમાં 84 પૅનલ ફિટ કરવામાં આવ્યા છે.

જોકે, અગાઉ આગ લાગવાથી નુકસાન થયું હતું અને તેના રંગીન કાચ બદલી નાખવામાં આવ્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

બે મિનારા

ઇમેજ સ્રોત, AFP

નૉટ્ર ડામને નિહાળવા આવતા મોટા ભાગના લોકો તેમાં આવેલા બે ગૉથિક ટાવરને જોવામાં રસ ધરાવે છે.

નૉટ્ર ડામ કૅથેડ્રલના પશ્ચિમ રવેશનું કામ 1200માં શરૂ થયું હતું પરંતુ તેના ઉત્તર ભાગમાં આવેલા પહેલા ટાવરનું કામ પૂરું કરવામાં 40 વર્ષનો સમય લાગ્યો હતો.

તેનાં દસ વર્ષ પછી 1250માં દક્ષિણ મિનારનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.

બન્ને મિનારોની ઊંચાઈ 68 મિટર છે અને એમાં 387 પગથિયાં ચઢીને પેરિસનો નજારો જોઈ શકાય છે.

ગારગૉયલ્ઝ

ઇમેજ સ્રોત, Getty Images

કૅથેડ્રલમાં સૌથી જાણીતી આકૃતિઓ છે 'ગારગૉયલ્ઝ'.

આ કાલ્પનિક આકૃતિમાં અનેક જાનવરોનું મિશ્રણ છે.

પોતાના હાથમાં પોતાનું માથું લઈને શહેર સામે જોતી આકૃતિ 'સ્ટ્રાઇજ ગારગૉયલ' નામે પ્રખ્યાત છે અને તે ઇમારતની ટોચે આવેલી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ઘંટ

ઇમેજ સ્રોત, Getty Images

કૅથેડ્રલમાં દસ ઘંટ છે, એમાં સૌથી વિશાળ ઘંટ છે 'ઇમૅન્યુઅલ'. એનું વજન 23 ટન છે અને તેને વર્ષ 1685માં દક્ષિણના મિનાર પર સ્થાપવામાં આવ્યો હતો.

શિખરો

ઇમેજ સ્રોત, AFP

સોમવારની આગમાં નષ્ટ થયેલા નૉટ્ર ડામના પ્રખ્યાત શિખરનું 12મી સદીમાં નિર્માણ કરાયું હતું.

ફ્રાંસની ક્રાંતિના સમયે આ શિખરને ઉતારી લેવામાં આવ્યું હતું અને 1860ના દાયકામાં ફરીથી બનાવવામાં આવ્યું હતું.

રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બ્રિટિશ આર્કિટેક્ટનું કહેવું છે, નૉટ્ર ડામની છત અને શિખરનું નષ્ટ થવું, ફ્રાંસના ગૉથિક વાસ્તુશિલ્પના વારસા માટે ભારે નુકસાનકારક છે.

અવશેષો

ઇમેજ સ્રોત, AFP

નૉટ્ર ડામમાં ધાર્મિક મહત્ત્વના અવશેષો, જેમ કે એ ક્રૉસ જેના પર ઈશુનું ક્રૂસારોહણ કરવામાં આવ્યું હતું, એ ક્રૉસનો એક ટુકડો અને ખીલી રાખવામાં આવ્યાં હતાં.

કથિત રૂપે ક્રૂસારોહણ પહેલાં ઈશુએ કાંટાનો જે મુગટ (હોલી ક્રાઉન ઑફ થૉર્ન્સ) પહેર્યો હતો એ પણ નૉટ્ર ડામમાં મૂકવામાં આવ્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

અમૂલ્ય કલાકૃતિઓ બચાવી

ઇમેજ સ્રોત, ANNE HIDALGO

પેરિસના મેયર ઍન હિડાલગોએ ટ્વીટ કરીને કહ્યું કે અગ્નિશામકકર્મીઓ, અધિકારીઓ અને અન્ય લોકોએ માનવસાંકળ રચીને અમૂલ્ય કલાકૃતિઓને બચાવી હતી. જેમાં તે વસ્ત્ર હતું જે કિંગ લુઇસ નવમાએ ત્યારે પહેર્યું હતું જ્યારે તેઓ ક્રાઉન ઑફ થૉર્ન્સને પેરિસ લાવ્યા હતા.

પણ બીબીસી યુરોપના સંવાદદાતા કેવિન કૉનૉલીએ કહ્યું કે અગ્નિશામકકર્મીઓએ જણાવ્યું કે કૅથેડ્રલમાં અમુક ચિત્રો એટલાં વજનદાર હતાં કે તેને દીવાલ પરથી ઉતારવાં અને બચાવવાં મુશ્કેલ હતાં.

ર્ગન

ઇમેજ સ્રોત, GETTY IMAGES

કૅથેડ્રલમાં ત્રણ વાદ્ય-યંત્ર ઑર્ગન મૂકેલાં છે, જેમાં 8,000 પાઇપવાળું ગ્રેટ ર્ગન, જેને 1401માં બનાવવામાં આવ્યું હતું અને 18-19મી સદીમાં તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. પરંતુ હજુ તેમાં 1401ના પાઇપ યથાવત્ છે.

ડેપ્યુટી મેયર ઇમૅન્યુઅલ ગ્રેગોરીએ ફ્રેન્ચ ટીવી ચેનલને કહ્યું કે ઑર્ગનને કંઈ નુકસાન નથી થયું.

આગ લાગી ત્યારે એ ઑર્ગનને વગાડી રહેલા જોહાન વેક્સોએ બીબીસીને કહ્યું કે આ દુનિયાનું સૌથી પ્રખ્યાત વાદ્ય-યંત્ર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો