શ્રીલંકા બૉમ્બ બ્લાસ્ટ : ક્યાંક નાસ્તો જીવનદાન બન્યો, તો ક્યાંક મૃત્યુનું કારણ

શ્રીલંકા બ્લાસ્ટ

ઇમેજ સ્રોત, Reuters

રવિવારે ઈસ્ટરના દિવસે શ્રીલંકામાં થયેલાં શ્રેણીબદ્ધ બૉમ્બ બ્લાસ્ટની ઘટના બાદ સમગ્ર દેશમાં માતમનો માહોલ છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 290 લોકોના મૃત્યુ થયા છે અને 500થી વધુ લોકો ઘાયલ થયા છે. હોટલમાં થયેલા બૉમ્બ બ્લાસ્ટમાં બ્રેક ફાસ્ટ અનેક લોકોના જીવન અને મરણનું કેન્દ્ર બન્યો છે.

શ્રીલંકામાં થયેલા એ બ્લાસ્ટમાં ભારતીય રાજકીય પાર્ટીના પાંચ કાર્યકરોના પણ મૃત્યુ થયા છે. તેમના પરિવારજનોએ જણાવ્યું કે તેઓ હોટલ શાંગરી લામાં બ્રેક ફાસ્ટ માટે ગયા અને બ્રેક ફાસ્ટ ટેબલ પર જ તેઓ માર્યા ગયા.

કર્ણાટકમાં 18 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા પૂરી થયા બાદ બેંગલુરુના જનતા દળ સેક્યુલરના કાર્યકર્તાઓએ શ્રીલંકામાં રજાઓ ગાળવા ગયા હતા.

શ્રીલંકાના બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા શિવાન્નાના સાળા એસ. શિવાકુમારે બીબીસીને જણાવ્યું કે, "તેઓ સવારે 8 વાગ્યે હોટલ પહોંચ્યા હતા અને સીધા જ બ્રેકફાસ્ટ ટેબલ પર ગયા, જ્યાં તેઓ માર્યા ગયા."

શિવન્ના સાથે તેમના સાથીદારો કેજી હનુમંતાર્યા, એમ રંગપ્પા, કે એમ લક્ષ્મીનારાયણન અને લક્ષ્મણ ગોવડા રમેશના પણ મૃત્યુ થયા છે.

જોકે, તેમના અન્ય બે સાથીદારો અંગે હજુ સુધી કોઈ જ માહિતી મળી નથી.

તેમના અંગે પરિવારજનો અને સરકારી અધિકારીઓએ નામ નહીં આપવાની શરતે વાત કરી હતી.

ઇમેજ સ્રોત, Reuters

હોટલના બીજા એક ભાગમાં અન્ય એક ભારતીય, 60 વર્ષના રઝીના ખાદેર તેમના ભાઈ તેમને લેવા આવે તેની રાહ જોઈ રહ્યા હતા, જ્યાં બ્લાસ્ટમાં તેમનું મૃત્યુ થયુ.

સવારે જ તેમણે પોતાના પતિ અબ્દુલ ખાદેર કુક્કાડીને દુબઈ જવા માટે વિદાય આપી હતી.

તેમના બનેવી ઉસ્માન કુક્કાડીએ બીબીસી હિન્દીને જણાવ્યું, "અમે બધાં જ બહુ આઘાતમાં છીએ. સવારે જ તેમની અંતિમ વિધિ કરી. મૃતદેહની સ્થિતિ ખરાબ હતી, તેથી યૂએસથી તેમના બાળકો આવ ત્યાં સુધી રાહ જોઈ શકાય તેવી શક્યતા નહોતી."

જોકે, કેટલાક લોકો નસીબદાર રહ્યા જે સહેજ માટે બચી ગયા. તેમાંથી કેટલાકે બીબીસીને જણાવ્યું કે બ્લાસ્ટના સમયે તેઓ લોકો એ જ હોટેલમાં હતા અને થોડી જ મિનિટોના અંતરના કારણે બચી ગયા.

48 વર્ષના ડૉક્ટર જૂલિયન ઇમૅનુએલ બ્રિટનમાં રહે છે અને મૂળ શ્રીલંકાના છે.

ગયા અઠવાડિયે જ તેઓ પોતાના પરિવાર સાથે કોલંબોમાં પોતાના સંબંધીઓને મળવા માટે ત્યાં પહોંચ્યા હતા. તેઓ સિનેમન ગ્રાંડ હોટલમાં રોકાયા હતા.

તેમણે બીબીસીને જણાવ્યું, "સવારે 8-30 વાગ્યે એક જોરદાર ઝાટકો લાગ્યો. અમે લોકો હોટલમાં અમારા રૂમમાં હતા. અમે તરત હોટલના રિસેપ્શન પર ગયા, જ્યાં અમને પાછળના રસ્તેથી બહાર જવાનું કહેવામાં આવ્યું."

ઇમૅનુએલ કહે છે, "મેં મારા જીવનના શરૂઆતના 18 વર્ષ શ્રીલંકામાં વિતાવ્યા છે. અમે ઘણા તોફાન જોયા છે. પરંતુ આ ઘટના મારી પત્ની અને બાળકો માટે કોઈ આઘાતથી ઓછી નહોતી."

તમે આ વાંચ્યું કે નહીં?

બ્લાસ્ટ બાદની સ્થિતિ

ઇમેજ સ્રોત, Reuters

એક અન્ય હોટલ શાંગરી લામાં રોકાયેલા અન્ય એક બ્રિટિશ નાગરિકે જણાવ્યું કે નાસ્તો કરવા જવામાં તેમને વાર લાગી એમાં તેઓ બચી ગચા.

બ્રિટિશ નાગરિકે જણાવ્યું, "બ્રેકફાસ્ટ કરતાં પહેલાં મારા રૂમમાં ડેબિટ કાર્ડ લેવા ગયો હતો. જો મારે વાર ન લાગી હોત તો હું બ્લાસ્ટમાં માર્યો ગયો હોત."

તેઓ જણાવે છે કે જ્યારે તેઓ પાછા આવ્યા તો "ત્યાં હાજર રહેલી દરેક વ્યક્તિ ડરેલી હતી અને હોટલના એક ભાગમાં લોહી જ લોહી હતું. લોકો રૂમમાં આમથી તેમ દોડી રહ્યા હતા."

નેધરલૅન્ડના અબજપતિ ઉદ્યોગપતિ એંડર્સ હોલ્શ પૉલસનના ત્રણ બાળકો આ બ્લાસ્ટમાં માર્યા ગયા છે.

એક પ્રવક્તાએ જણાવ્યું કે તેઓ ઇસ્ટરની રજાઓમાં અહીં આવ્યા હતાં.

46 વર્ષના પૉલસેન બેસ્ટ સેલર કપડાં ઉદ્યોગના માલિક છે અને એસોસ નામની કંપનીમાં મોટાભાગના શેર ધરાવે છે. એસોસ કપડાની એક મોટી કંપની છે.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો