કોકેનની 246 કોથળીઓ ગળી જતાં વ્યક્તિનું પ્લેનમાં જ મૃત્યુ

પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

કોકેનની 246 કોથળીઓ ગળી જવાના કારણે જાપાનની એક વ્યક્તિનું પ્લેનમાં જ મોત થઈ ગયું હતું.

ફ્લાઇટ જાપાનના નારિતા ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ જઈ રહી હતી. જેને વચ્ચે જ ઇમર્જન્સી લૅન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી.

મુસાફર ડ્રગ્સને કારણે બેભાન થવા લાગતા પ્લેનને મેક્સિકોના સોનારા સ્ટેટમાં લૅન્ડ કરાવવામાં આવ્યું હતું.

સત્તાવાળાઓના કહેવા મુજબ આ વ્યક્તિને ડ્રગ્સના વધારે પડતા સેવનને કારણે સેરિબ્રલ એડેમાની અસર થઈ ગઈ હતી.

અધિકારીઓએ જણાવ્યું છે કે ડ્રગ્સની કોથળીઓ ગળી જનારા મુસાફરનું નામ ઉડો એન છે, જેનું મૃત્યુ થઈ ગયું છે.

કોલંબિયાની રાજધાની બોગોટાથી આ વ્યક્તિએ પોતાની મુસાફરી શરૂ કરી હતી, જે બાદ તેમણે પ્લેન બદલ્યું હતું.

સોનારાના ઍટર્ની જનરલ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પોસ્ટમૉર્ટમ દરમિયાન તેમના આંતરડાં અને પેટમાંથી 2.5 સેન્ટિમિટરની લાંબી કોથળી મળી આવી છે.

પ્લેનના બાકીના મુસાફરોને પ્રાથમિક તપાસ પૂર્ણ થતા મુસાફરી કરવાની પરવાનગી આપી દેવાઈ હતી.

હાલ મેક્સિકોના સત્તાવાળાઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો