વર્લ્ડ કપ 2019 ડાયરી : IND vs AUSનો આજનો મુકાબલો સહેલો નહીં હોય

વિરાટ કોહલી Image copyright Getty Images
ફોટો લાઈન આજે ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ કપના મેદાનમાં ઊતરશે

સામાન્યપણે વ્યસ્ત રહેતું ઓવલ ટ્યૂબ સ્ટેશન શુક્રવારે ખાલી-ખાલી દેખાઈ રહ્યું હતું.

સાંજથી લંડનમાં સતત વરસાદ વરસી રહ્યો હતો જેને કારણે ટ્રેન સેવાઓ અસરગ્રસ્ત હતી.

સ્ટેશનની આસપાસ જે નાની દુકાનો પર સમાચારપત્ર, ચૉકલેટ અથવા બીજો સ્ટેશનરીનો સામાન મળી જાય છે, તે બંધ હતી અથવા તો દુકાનદારોએ અડધું શટર પાડી રાખ્યું હતું.

ઓવલ સ્ટેશનથી પાંચ મિનિટ ચાલતાં આગળ વધીએ તો ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ આવે છે.

ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ સર્રે કાઉન્ટી ટીમનું હોમ ગ્રાઉન્ડ છે. લંડનનાં કેટલાંક પરંપરાગત મેદાનોમાંથી એક ઓવલ છે.

ઘણા જાણીતા ખેલાડીઓનું આ હોમ ગ્રાઉન્ડ રહી ચૂક્યું છે.

જેસન રૉય, સૅમ કરેન અને માર્ક બુચર જેવા ખેલાડીઓ અહીંથી જ આવ્યા છે.

ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સાઉથહૅમ્પ્ટનમાં પોતાની પહેલી મૅચ રમીને અને જીત્યા બાદ ભારતીય ટીમ લંડન પહોંચી ગઈ છે.

આજે ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ મેદાનમાં ઊતરશે.

તમે આ વાંચ્યું કે નહીં?

Image copyright Getty Images
ફોટો લાઈન વિશ્વ કપમાં ભારત અત્યાર સુધી માત્ર એક મૅચ રમ્યું અને જીત્યું છે

રવિવારના રોજ પરિણામ શું હશે તે તો અત્યાર કોઈ કહી શકતું નથી પરંતુ લંડન પહોંચેલી ટીમનું સ્વાગત જોરદાર થયું. વરસાદે તેમના સ્વાગતમાં કોઈ ખામી ન છોડી.

જોકે, સ્વાગત તો સારું રહ્યું પરંતુ આ વરસાદના ચક્કરમાં ટીમ ઇન્ડિયા શુક્રવારના રોજ સારી રીતે પ્રૅક્ટિસ ન કરી શકી.

કૅપ્ટન વિરાટ કોહલી, ઓપનર શિખર ધવન બૅટિંગ કોચ સંજય બાંગર સાથે સ્ટેડિયમમાં કંઈક એક-બે શૉટ રમ્યા પરંતુ વરસાદે તેમને જલદી પરત મોકલી દીધા.

એક તરફ જ્યાં વરસાદના પગલે પ્રૅક્ટિસ પર અસર થઈ ત્યાં સ્ટેડિયમની આસપાસ લોકો પણ ઓછા જોવા મળ્યા.

આ એ દૃશ્યથી એકદમ વિપરિત દૃશ્ય અમે પહેલાં સાઉથહૅમ્પ્ટનમાં જોયું હતું. સાઉથહૅમ્પ્ટનમાં તો અસલી મૅચ થવાના એક દિવસ પહેલાં જ સ્ટેડિયમની આસપાસ એટલા લોકો એકત્રિત થઈ ગયા હતા કે દરેક બાજુ માત્ર લોકો જ જોવા મળતા હતા.

ભારતીય ક્રિકેટ ખેલાડીઓના પ્રશંસકો માત્ર ભારતથી જ નહીં. દુનિયાના અલગ-અલગ ભાગોમાંથી આવેલા પ્રશંસકો સ્ટેડિયમના મુખ્ય દ્વાર તરફ જોઈ રહ્યા હતા કે કદાચ તેમની મનપસંદ કોઈ ખેલાડી જોવા મળી જાય.

ઓવલ તરફ જતા રસ્તા પર લગભગ સન્નાટો ફેલાયેલો હતો. ખૂબ ઓછા લોકો જોવા મળી રહ્યા હતા જેઓ કદાચ મૅચની ટિકિટ ખરીદવા માટે આવ્યા હતા.

તેમાંથી કોઈ પણ વ્યક્તિ કદાચ હતાશ થઈને પરત ન ફરી કેમ કે દરેક વ્યક્તિના હાથમાં પરત ફરતી સમયે ટિકિટ જોવા મળી રહી હતી.

ત્યાં કેટલાક મીડિયાકર્મીઓ પણ હતા, કેટલાક સુરક્ષાકર્મીઓ અને કેટલાક પ્રશંસકો પણ.

તેમને જોઈને કદાચ જ કોઈ અનુમાન ન લગાવી શકે કે આ મેદાનમાં રવિવારના રોજ એક મોટી મૅચ યોજાનાર છે.

આ પહેલાં ક્યારેય આવી કોઈ મોટી મૅચ યોજાતી, ત્યારે સ્ટેડિયમની રંગત કંઈક અલગ જ જોવા મળતી.

Image copyright Getty Images
ફોટો લાઈન વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયાનું પલડું ભારે જણાઈ રહ્યું છે

રવિવારના રોજ યોજાનારી મૅચની ટિકિટ ખરીદવા દક્ષિણ ઇંગ્લૅન્ડથી આવેલા વિજયે અમને જણાવ્યું કે આ ઋતુમાં અહીં વરસાદ વરસે કોઈ નવી વાત નથી.

પરંતુ હા, રવિવારના રોજ સૂર્ય નીકળશે અને વરસાદની આગાહી પણ નથી.

વિજય કહે છે કે રવિવારના રોજ યોજાનારી મૅચ ભારત માટે ખૂબ પડકારજનક હશે. તે એકતરફી મૅચ નહીં હોય.

વિજયને લાગે છે કે ભારતે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડથી સૌથી વધારે સાવધ રહેવાની જરૂર છે.

Image copyright Getty Images

વિશ્વ કપમાં ભારતીય ટીમ અત્યાર સુધી માત્ર એક મૅચ રમી અને જીતી પણ છે પરંતુ ઑસ્ટ્રેલિયાની સ્થિતિ મજબૂત છે.

ઑસ્ટ્રેલિયા અફઘાનિસ્તાનને સાત વિકેટ અને વેસ્ટ ઇન્ડિઝને 15 રનથી હાર આપી ચૂક્યું છે.

શાકિર નામની એક વ્યક્તિ મને મળી. તેમનું માનવું છે કે મહેન્દ્રસિંહ ધોની વિશ્વ કપમાં સારું પ્રદર્શન કરશે. તેમનું કહેવું હતું કે ભારત અને ઑસ્ટ્રેલિયાની મૅચ હંમેશાંથી રમત પ્રેમીઓ માટે ભેટ સમાન હોય છે.

ધોની આ વખતે કમાલ કરશે. થોડા મહિનાઓ પહેલાં જ્યારે ઑસ્ટ્રેલિયામાં વન ડે મૅચની સિરીઝ યોજાઈ હતી તો તેમને મૅન ઑફ ધ સિરીઝનું સન્માન મળ્યું હતું. એવું બની શકે છે કે આ તેમની છેલ્લી સિરીઝ હોય અને અમે બધા ઇચ્છીએ છીએ કે તેમની વિદાય કંઈક ખાસ અંદાજમાં થાય.

Image copyright AFP
ફોટો લાઈન પ્રશંસકોનું માનવું છે કે આ વર્લ્ડ કપમાં મહેન્દ્રસિંહ ધોની સારું પ્રદર્શન કરશે

અહીંના લોકો સાથે ધોની વિશે વાત કરો તો તેઓ ધોનીની ગેમની સાથે-સાથે તેમનાં ગ્લવ્ઝનો ઉલ્લેખ કરવાનું પણ ચૂકતા નથી, જેની આજકાલ ખૂબ ચર્ચા થઈ રહી છે.

પરંતું મૅચ જોવા આવેલા પ્રશંસકો આ સમગ્ર મામલે શું વિચારે છે? તામિલનાડુથી પોતાના મિત્રોની સાથે મૅચ જોવા આવેલા યશ કહે છે કે ધોનીએ એવું તો કંઈ કર્યું નથી કે જે કોઈ વર્ગ અને જ્ઞાતિ માટે અપમાનજનક હોય અથવા તો તેની વિરુદ્ધ હોય.

આ તેમની પસંદ છે અને તે તેમના દેશપ્રેમને પણ દર્શાવે છે.

રવિવારની મૅચમાં શું થશે?

Image copyright Getty Images
ફોટો લાઈન ઑસ્ટ્રેલિયા અફઘાનિસ્તાનને સાત વિકેટ અને વેસ્ટ ઇન્ડિઝને 15 રનથી હાર આપી ચૂક્યું છે

ભારતની પહેલી મૅચ સાઉથહૅમ્પ્ટનમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ હતી.

ભારતે ખૂબ સારું પ્રદર્શન કર્યું અને જીત પ્રાપ્ત કરી પરંતુ સાચી વાત એ છે કે ભારત માટે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ જીત પ્રાપ્ત કરવી સહેલી નહીં હોય.

આવું કહેવા પાછળ કારણ એ છે કે ડેવિડ વૉર્નર અને સ્ટીવ સ્મિથ ટીમમાં પરત ફર્યા છે અને સ્ટાર્કે છેલ્લી મૅચમાં જે રીતે પાંચ વિકેટ ઝડપી તેનાથી ઑસ્ટ્રેલિયાને હળવેથી લેવું ન જોઈએ.

આ વિશ્વ કપમાં ઓવલમાં રમાયેલી ત્રણ મૅચમાંથી પ્રથમ બૅટિંગ કરવાવાળી બે ટીમ મૅચ જીતી જ્યારે ત્રીજી મૅચમાં ન્યૂઝિલૅન્ડે બાંગ્લાદેશને હાર આપી હતી. ન્યૂઝિલૅન્ડ સ્કોરનો પીછો કરી રહ્યું હતું.

આ મેદાનમાં રનનો વરસાદ થાય છે પરંતુ અહીં બૉલિંગ પણ એટલી જ ધારદાર છે.

સાઉથહૅમ્પ્ટનમાં ભારતની પહેલી મૅચ જોયા બાદ બીજી મૅચ જોવા આવેલા નેવિલ કહે છે કે આ 'કાંટે કી ટક્કર' હશે. કોઈએ એ ન ભૂલવું જોઈએ કે વિશ્વ કપમાં ઑસ્ટ્રેલિયાનું ભારત વિરુદ્ધ પ્રદર્શન સારું રહ્યું છે.

ઑસ્ટ્રેલિયાના બૉલર જેમ કે સ્ટાર્ક અને કમિંસ વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે તૈયાર હશે.

સ્ટાર્કની બૉલિંગ ઑસ્ટ્રેલિયા માટે કિંમતી સાબિત થઈ શકે છે. પરંતુ જો કોહલી ટકી ગયા તો ઑસ્ટ્રેલિયાનો ખેલ ખતમ.

જોકે, આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રવિવારનો દિવસ સારો રહે પરંતુ નક્કી કંઈ કહી શકાતું નથી.

કેમ કે દેશના આ ભાગમાં હવામાન ગમે ત્યારે બદલાઈ જાય છે. અહીં આવેલા ભારતીય ક્રિકેટ ટીમના પ્રશંસકો માત્ર એક જ વાત કહી રહ્યા છે - વરસાદ અત્યારે નહીં, પછી મન મૂકીને વરસજે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો