વર્લ્ડ કપ : જ્યારે બાંગ્લાદેશે આઠમો રન લીધો અને પાકિસ્તાન વર્લ્ડ કપની બહાર થયું

સરફરાઝ Image copyright AFP

ઇંગ્લૅન્ડના લૉર્ડ્સ મેદાનમાં જ્યારે એક તરફ બાંગ્લાદેશે આઠમો રન લીધો અને બીજી તરફ પાકિસ્તાની ટીમમાં ઉદાસી છવાઈ ગઈ. જોકે, ખેલાડીઓ અને પ્રશંસકોને અંદાજ તો હતો કે સરફરાઝ ઍન્ડ કમ્પનીનું મિશન પૉસિબલ નહીં ઇમ્પૉસિબલ છે.

પાકિસ્તાન માટે સેમિફાઇનલમાં પહોંચવા માટે આ મૅચનું ગણિત ગૂંચવાયેલું હતું.

સેમિફાઇનલની એક સીટ માટે ન્યૂઝીલૅન્ડ અને પાકિસ્તાન વચ્ચે રનરેટને લઈને જંગ હતો.

પાકિસ્તાને ટૉસ જીત્યો. તેના જીતવાની સંભાવના માટે આ જરૂરી પણ હતું.

પહેલાં બૅટિંગ કરીને પાકિસ્તાનની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટ પર 315 રન બનાવ્યા.


પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર

Image copyright Getty Images

તો થયું એવું કે પાકિસ્તાનને સેમિફાઇનલમાં પહોંચવા માટે બાંગ્લાદેશની પૂરી ટીમને 7 અથવા તેનાથી પણ ઓછા રન પર આઉટ કરવાની હતી. જે મિશન ઇમ્પૉસિબલ હતું.

બાંગ્લાદેશની બૅટિંગ ચાલી રહી હતી. બીજી ઓવરમાં જેવો જ તેનો સ્કોર વગર કોઈ વિકેટે આઠ રન પર પહોંચ્યો પાકિસ્તાન માટે વર્લ્ડ કપમાં આગળ જવા માટે બારણું બંધ થઈ ગયું અને ન્યૂઝીલૅન્ડ સેમિફાઇનલમાં પહોંચી ગયું.


સેમિફાઇનલમાં કોણ-કોણપહોંચ્યું?

Image copyright AFP/Getty

સેમિફાઇનલની ચાર ટીમ હવે નક્કી થઈ ગઈ છે, ઑસ્ટ્રેલિયા, ભારત, ઇંગ્લૅન્ડ અને ન્યૂઝીલૅન્ડ.

પાકિસ્તાનની બૅટિંગની વાત કરીએ તો ઓપનિંગ બૅટ્સમેન ઇમામ ઉલ હકે સદી ફટકારી, પણ તેઓ કમનસીબ રહ્યા અને મુસ્તફિઝુર રહેમાનના બૉલ પર હિટ-વિકેટ આઉટ થયા.

બાબર આઝમે 96 રન બનાવ્યા અને બીજી વિકેટ માટે ઇમામ ઉલ હક સાથે 157 રનની પાર્ટનરશિપ કરી. ઇમાદ વસીમે 43 અને મોહમ્મદ હફીઝે 27 રન બનાવ્યા.

બાંગ્લાદેશ માટે મુસ્તફિઝુર રહેમાને 10 ઓવરમાં 75 રન આપીને પાંચ વિકેટ લીધી.

મોહમ્મદ સૈફુદ્દીને ત્રણ વિકેટ લીધી જ્યારે મેહદી હસનને એક વિકેટ મળી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો