વર્લ્ડ કપ વિજેતા ઇંગ્લૅન્ડની ટીમ માત્ર 85 રનમાં ઓલઆઉટ

ઇંગ્લૅન્ડ અને આયરલૅન્ડ Image copyright Getty Images

તાજેતરમાં જ વિશ્વ વિજેતા બનેલી ઇંગ્લૅન્ડની ટીમ એક ટેસ્ટ મૅચમાં માત્ર 85 રનમાં આઉટ થઈ ગઈ છે.

લૉર્ડઝના મેદાનમાં પર આયરલૅન્ડ સામે ચાર દિવસની ટેસ્ટ મૅચ ચાલી રહી છે. જેની સામે ઇંગ્લૅન્ડની ટીમ સસ્તામાં આઉટ થઈ ગઈ છે.

ઇંગ્લૅન્ડે પોતાની શરૂઆતની 5 વિકેટ માત્ર 23 રનોમાં ગુમાવી દીધી હતી.

આ મૅચમાં ઇંગ્લૅન્ડની ટીમના કપ્તાન જો રૂટે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઊતરેલી ઇંગ્લૅન્ડની ટીમ 23.4 ઓવરમાં 85 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.

ઇંગ્લૅન્ડ તરફથી સૌથી વધારે 23 રન જો ડેનલીએ કર્યા હતા. તે સિવાય સેમ કુરન 18 અને ઓલી સ્ટોને 19 રનનું યોગદાન આપ્યું હતું.

જ્યારે કપ્તાન સહિત 8 ખેલાડીઓ બે આંકડા સુધીના સ્કોરે પણ પહોંચ્યા ન હતા.

ઑસ્ટ્રેલિયા સામે શરૂ થનારી એશિઝ સિરીઝ પહેલાં આયરલૅન્ડ સામે આ ચાર દિવસની ટેસ્ટ મૅચ છે.

વર્લ્ડ કપ ફાઇનલમાં ન્યૂઝીલૅન્ડ સામેની રસાકસી ભરેલી મૅચમાં બાઉન્ડ્રીના આધારે વિશ્વ ચૅમ્પિયન બનેલી ઇંગ્લૅન્ડની ટીમ આયરલૅન્ડ જેવી ટીમ સામે માત્ર 85 રનમાં આઉટ થઈ ગઈ છે.

Image copyright Getty Images

ઇંગ્લૅન્ડ તરફથી વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર જેસન રોય આ મૅચથી ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું, પરંતુ તેમની શરૂઆત સારી રહી નહીં. તેઓ માત્ર પાંચ રન બનાવીને આઉટ થઈ ગયા.

જે બાદ વિકેટો પડવાનો સિલસિલો ચાલ્યો અને 36 રનમાં ઇંગ્લૅન્ડની ત્રણ વિકેટો પડી ગઈ હતી.

કપ્તાન જો રૂટના નામે ઇંગ્લૅન્ડને ચોથો ઝટકો લાગ્યો, તેમણે માત્ર બે રન બનાવ્યા હતા.

જે બાદ પારી થોડી આગળ ચાલી પરંતુ આયરલૅન્ડની જોરદાર બૉલિંગને કારણે 85 રનમાં ઇંગ્લૅન્ડની સમગ્ર ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો