પાક. ક્રિકેટર હસન અલીના ભારતીય યુવતી સાથે લગ્ન, સાનિયા મિર્ઝાએ માગી આવી પાર્ટી

શામિયા અને હસન અલી Image copyright TWITTER/@SHAMIAARZOO

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવનો માહોલ છે. બીજી તરફ પાકિસ્તાની ક્રિકેટર હસન અલી અને ભારતનાં રહેવાસી શામિયા આરઝૂએ લગ્ન કરી પ્રેમનો સંદેશ પાઠવ્યો છે.

પાકિસ્તાનના ફાસ્ટ બૉલર હસન અલી અને હરિયાણાનાં રહેવાસી અને ઍરહોસ્ટેસ શામિયા આરઝૂએ મંગળવારના રોજ દુબઈમાં લગ્ન કરી લીધું છે. બન્નેની મુલાકાત ગયા વર્ષે થઈ હતી.

હસન અલી ભારતીય યુવતી સાથે લગ્ન કરનારા ચોથા પાકિસ્તાના ક્રિકેટર છે. અગાઉ ઝહીર અબ્બાસ, મોહસિન ખાન અને શોએબ મલિકે ભારતીય યુવતીઓ સાથે લગ્ન કર્યાં છે.

હસન અલીએ લગ્નની વિધિની એક તસવીર પોસ્ટ કરી છે જેમાં લખ્યું છે 'લાસ્ટ નાઇટ એઝે બૅચલર.'

આ લગ્નને સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.

હસન અલીએ દુબઈમાં યોજાયેલી તેમની મહેંદીની વિધિનો વીડિયો ફેસબુક પર શૅર કર્યો છે.

અબ્દુલ નામાના ટ્વિટર યુઝરે લખ્યું, "તમને શુભકામનાઓ. તમારો પરિવાર ખુશીઓથી ભર્યો રહે."

ફારૂખ અસલમે બન્નેની તસવીર પોસ્ટ કરીને લખ્યું, "બન્નેની જોડી સારી લાગે છે."

સાનિયા મિર્ઝાએ હસન અલીને અભિનંદન આપતાં ટ્વીટ કર્યું, "હસન તમને શુભકામના. તમને જિંદગીમાં પ્રેમ અને ખુશી મળે. તમારે અમને નૈન્ડોઝ (ચિકન ફાસ્ટફૂડ કંપની) સિવાય અન્ય જગ્યાએ પાર્ટી આપવી પડશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો