'લવર ઑફ મોડેના' : હાથમાં હાથ નાખીને પડેલાં બે હાડપિંજરનું રહસ્ય

હાથ પકડેલા માનવકંકાળ Image copyright ARCHEOMODENA

ઉપર દર્શાવવામાં આવેલી તસવીર જોઈને તમને સૌથી પહેલાં કદાચ વિચાર આવશે કે આ માનવકંકાલ બે પ્રેમી પંખીડાઓનાં હશે.

તસવીરમાં જોઈ શકાય છે કે બન્ને માનવકંકાલના હાથમાં હાથ નાખેલા છે.

અત્યાર સુધી આ માનવકંકાલને 'ધ લવર્સ ઑફ મોડેના' તરીકે ઓળખવામાં આવતાં હતાં. પરંતુ હવે એક દાયકાના સંશોધન બાદ જાણવા મળ્યું છે કે આ કંકાલ કોઈ પ્રેમી પંખીડાંનાં નહીં, પણ બે પુરુષોનાં છે.

Image copyright ARCHEOMODENA

આ કંકાલ વર્ષ 2009માં ઇટલીના શહેર મોડેનામાં મળી આવ્યા હતા. કંકાલ ખૂબ જ ખરાબ હાલતમાં હોવાને કારણે સંશોધકો તેમનાં લિંગ વિશે જાણી શક્યા ન હતા.

પરંતુ એક દાયકા બાદ એક નવી ટેકનિકની મદદથી કંકાલનાં લિંગ વિશે માહિતી મળી શકી છે અને જાણવા મળ્યું છે કે આ બે પુરુષોનાં કંકાલ છે.


બન્ને વચ્ચે શું સંબંધ હતો?

Image copyright ARCHEOMODENA

એવું અનુમાન છે કે આ કંકાલ ચોથી અને છઠ્ઠી સદી વચ્ચેના છે. જોકે, બન્ને વચ્ચે શું સંબંધ હતો તે હજુ રહસ્ય જ છે.

એવું માનવામાં આવે છે કે બે પુરુષોને ઇરાદાપૂર્વક એકસાથે દફનાવવામાં આવ્યા હતા અને ત્યારે તેમને એકબીજાના હાથ પકડાવી દેવાયા હતા.

Image copyright ARCHEOMODENA

સંશોધકોના મતે તેઓ કદાચ ભાઈ-ભાઈ હોઈ શકે છે, સૈનિકો હોઈ શકે છે કે જેઓ યુદ્ધ દરમિયાન મૃત્યુ પામ્યા હોય.

એવી પણ ધારણા કરવામાં આવી રહી છે કે જ્યાં આ બે લોકોને દફનાવવામાં આવ્યા હતા, તે યુદ્ધ દરમિયાન મૃત્યુ પામેલા લોકોનું જ કબ્રસ્તાન હોય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા