વહેલાં જન્મેલાં બાળકો માટે વૈજ્ઞાનિકોએ બનાવ્યું કૃત્રિમ ગર્ભાશય
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

વહેલાં જન્મેલાં બાળકો માટે વૈજ્ઞાનિકોએ બનાવ્યું ખાસ કૃત્રિમ ગર્ભાશય

વહેલાં જન્મેલાં બાળકો માટે નેધરલૅન્ડ્ઝના વૈજ્ઞાનિકો અને ડિઝાનરે એક કૃત્રિમ ગર્ભાશય બનાવ્યું છે.

પાંચ ફુગ્ગાથી પણ મોટું એક એવું ગર્ભાશય તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ પોષણતત્ત્વો યુક્ત પ્રવાહી ભરેલું છે.

વહેલાં જન્મેલાં બાળકને આ કૃત્રિમ ગર્ભાશયમાં મૂકવામાં આવે છે, જેમાં તે કૃત્રિમ ગર્ભનાળ દ્વારા ઑક્સિજન અને પોષણ મેળવે છે.

આ ભવિષ્યમાં મહિલાઓ માટે આ એક સારો વિકલ્પ બની શકે છે. તેઓ પોતાના શરીરમાં થતા પરિવર્તનો અને ગર્ભાવસ્થાની તકલીફોમાંથી બચી શકે છે.

આ પ્રોજેક્ટ પૂરો થતાં પાંચ વર્ષ થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો