ગેમ ઑફ થ્રોન્સ બાદ હવે બનશે તેનું પ્રિક્વલ, 'House Of Dragon' આપવામાં આવ્યું નામ

જ્યોર્જ આર આર માર્ટિન

ઇમેજ સ્રોત, Getty Images

સૌથી ચર્ચિત અને લોકપ્રિય અંગ્રેજી ટીવી સિરીઝમાંથી એક ગેમ ઑફ થ્રોન્સ હવે નહીં બને એ સમાચારે પ્રશંસકોને થોડા નિરાશ કરી દીધા હતા પરંતુ એ પછી એવી જાહેરાત કરવામાં આવી છે કે આ ટીવી સિરીઝનું પ્રિક્વલ જલદી 'હાઉસ ઑફ ડ્રેગન' નામે લૉન્ચ કરવામાં આવશે.

HBO ચેનલે આ સિરીઝને મંજૂરી આપી દીધી છે. ગેમ ઑફ થ્રોન્સની આઠમી સિઝન આ વર્ષે જ પૂર્ણ થઈ હતી. હવે જે પ્રિક્વલ બનશે તેમાં 300 વર્ષ પહેલાનો સમય બતાવવામાં આવશે.

ગેમ ઑફ થ્રોન્સ HBOની સૌથી પ્રખ્યાત સિરીઝ છે. તેને ઘણા એમ્મી ઍવૉર્ડ મળ્યા છે અને આ સિરીઝથી જ HBOને લાખો દર્શકો પણ મળ્યા છે.

HBO પ્રોગ્રામિંગના પ્રૅસિડેન્ટ કેસિ બ્લૉય્ઝએ લોસ એન્જલસમાં એક લૉન્ચ ઇવેન્ટ દરમિયાન જણાવ્યું, "મને એ જણાવતા ખૂબ આનંદ થઈ રહ્યો છે કે અમે HBO માટે હાઉસ ઑફ ધ ડ્રેગનની નવી સિરીઝ લાવવાના છીએ."

એક ટ્વીટમાં માહિતી આપવામાં આવી છે કે હાઉસ ઑફ ડ્રેગનને ગેમ ઑફ થ્રોન્સના લેખક જ્યોર્જ આર. આર. માર્ટિન, રેયાન કોન્ડલ અને મિગ્વેલ સ્પોચનિક કૉ-પ્રોડ્યુસ કરશે.

આ પહેલાં ગેમ ઑફ થ્રોન્સના પાઇલટ એપિસોડનું ઑસ્કર ઍવૉર્ડનાં વિજેતા નાઓમી વૉટ્સે શૂટિંગ પણ કર્યું હતું.

પરંતુ પછી એવું કહેવામાં આવ્યું કે ઍક્ઝેક્યુટીવ પ્રોડ્યુસર જેન ગોલ્ડમૅને સિરીઝની કાસ્ટને ઈ-મેઇલ મોકલ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે HBOએ સિરીઝ બનાવવાનું બંધ રાખ્યું છે.

ઇમેજ સ્રોત, Reuters

સિરીઝ રદ કરવા પાછળનું કોઈ કારણ જણાવવામાં આવ્યું ન હતું અને HBOએ પણ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

એવી માહિતી છે કે એ પ્રિક્વલમાં ઑરિજિનલ સિરીઝથી પાંચ હજાર વર્ષ જૂનો સમય દર્શાવવાનો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો