વિચારો કે લોકો માત્ર તમારી ખરાબ ત્વચાને કારણે જ તમારી સામે જુએ તો?
સુંદર અને કોમળ ત્વચા દરેકનું સપનું હોય છે અને આ સપના પાછળ વિશ્વભરમાં દર વર્ષે લાખો ડૉલર ખર્ચવામાં આવે છે. ખાસ કરીને ખીલ જેવી સમસ્યાનો ઉકેલ શોધવો તો મુશ્કેલ કામ છે.
બ્યૂટિ વ્લૉગર કદીજા ખાન 11 વર્ષની ઉંમરથી આ સમસ્યાનો સામનો કરે છે. કદીજા તેમના ખીલને દૂર કરવા ત્વચા માટેના અલગઅલગ ઉત્પાદનો વાપરે છે.
ખીલ દૂર કરવા માટે કઈ ક્રીમ અસરકારક હશે તે નક્કી કરવું મુશ્કેલ છે. યુકેનાં 15થી 34 વર્ષનાં 15% પુખ્ત વયનાં લોકો ખીલની સમસ્યાનો સામનો કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો