દિલ્હી-એનસીઆરમાં ભૂંકપના આંચકા

ન્યૂઝ

શુક્ર્વારે સાંજે 5 વાગ્યાની આસપાસ દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા.

દિલ્હી અને એનસીઆરમાં આશરે 5.12 વાગે આંચકો અનુભવાયો.

આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં હિંદુકુશ છે.

દિલ્હી ઉપરાંત પંજાબ અને પાકિસ્તાનમાં પણ ભૂકંપ અનુભવાયો છે.

સમાચાર સંસ્થા એએઆઈ મુજબ ભૂકંપની તીવ્રતા 6.3 ગણાવાઈ રહી છે.

પાકિસ્તાનમાં લાહોર અને ઇસ્લામાબાદમાં પણ ભૂકંપ અનુભવાયો છે.

અમેરિકાની સત્તાવાર સંસ્થા યુનાઇટેડ સ્ટેટ જીઓલૉજિકલ સર્વે મુજબ આ ભૂંકપ 6.1ની તીવ્રતાનો ગણાવાઈ રહ્યો છે.

હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ પાકિસ્તાનમાં અનેક લોકો ઘરોની બહાર દોડી ગયા હોવાનું ડૉન ન્યૂઝ જણાવે છે.

આમાં વધુ વિગતો ઉમેરાઈ રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો