સ્પેસફોર્સ : ટ્રમ્પે નવી અમેરિકન મિલિટરીની જાહેરાત કેમ કરી?

સ્પેસ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે પેન્ટાગનને સ્પેસમાં લડાઈ લડવા માટે ફંડ આપ્યું છે અને તેનું નામ છે યુએસ સ્પેસફોર્સ.

70 વર્ષમાં પહેલી વખત અમેરિકામાં આ નવી મિલિટરી સર્વિસ શરૂ થઈ રહી છે જે અમેરિકાના ઍરફોર્સની અંતર્ગત રહેશે.

વોશિંગ્ટન ખાતે આવેલા આર્મી બેઝમાં ટ્રમ્પે સ્પેસને "વિશ્વનું સૌથી નવું ફાઇટિંગ ડૉમેન" ગણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું, "આપણી રાષ્ટ્રીય સુરક્ષા પર રહેલા ભયની વચ્ચે, અમેરિકા સ્પેસમાં સફળ અને સંપૂર્ણપણે ચડિયાતું છે."

"આપણે સૌથી આગળ છીએ પરંતુ એટલા પણ આગળ નથી. પરંતુ જલદી જ આપણે અનેક ઘણા આગળ પહોંચી જઈશું."

"સ્પેસફોર્સ આપણને અકારણ આક્રમણથી બચવામાં મદદ કરશે અને મૂળભૂત ઊંચાં મૂલ્યોનું રક્ષણ કરશે."

અમેરિકાના રાષ્ટ્રપતિએ યુએસ મિલિટરીના 738 બિલિયન ડૉલરના વાર્ષિક બજેટ પર સહી કરતી વખતે સ્પેસફોર્સને ફંડિગ આપવાની જાહેરાત કરી.

સ્પેસફોર્સના લૉન્ચ પહેલાં પ્રારંભિક પણે 40 મિલિયન ડૉલરનું બજેટ આપવામાં આવ્યું છે. જે એક વર્ષનું બજેટ છે.

સ્પેસફોર્સ શું કામ કરશે?

ઇમેજ સ્રોત, Getty Images

સ્પેસમાં રહેલા અમેરિકાના અનેક કૉમ્યુનિકેશન અને સર્વેલન્સ સેટેલાઇટનું રક્ષણ કરશે. જેના માટે સૈન્યની જરૂર નહીં પડે.

ચીન અને રશિયાની મિલિટરી ફાઇનલ ફ્રન્ટીયરમાં ઍડ્વાન્સ થતાં અમેરિકાના મિલિટરી ચીફે તેને ધ્યાનમાં લઈને આની જાહેરાત કરી છે.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે અગાઉ કહ્યું હતું કે બે દેશો પાસે ઍરબૉન લેઝર અને ઍન્ટિ-સેટેલાઈટ મિસાઇલ્સ છે જેની સામે રક્ષણ માટે અમેરિકાની જરૂરિયાત છે.

તેમણે કહ્યું, "સ્પેસ એક સમયે શાંત અને વાંધાજનક ન હતું પરંતુ હાલ ખીચોખીચ અને હરીફથી ભરેલું છે."

હાલમાં સ્પેસમાં રહેલાં યુએસ સ્પેસ કમાન્ડ પર સ્પેસફોર્સની રચના કરવામાં આવશે. જેને ઑગસ્ટમાં અમેરિકન સૈન્યના સ્પેસ ઑપરેશનને હૅન્ડલ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું હતું.

ઍરફોર્સ સેક્રેટરી બાર્બારા બર્રેટ્ટે કહ્યું કે સ્પેસ ફોર્સમાં 16000 ઍરફોર્સ અને નાગરિકોનો સમાવેશ કરવામાં આવશે.

તેનું નેતૃત્વ ઍરફોર્સ જનરલ જૅ રૅયમંડ કરશે. તેઓ હાલ સ્પેસકૉમ પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે.

આ વર્ષની શરૂઆતમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને સૂચન કર્યું કે જે પ્રકારે અમેરિકા સ્પેસમાં વિસ્તરી રહ્યું છે તેનાથી રશિયાને ભય છે અને રશિયા તેનો જવાબ આપશે.

પુતિને વધુમાં કહ્યું, "અમેરિકાની મિલિટરી-રાજકીય નેતાગીરીએ જાહેરમાં સ્પેસને મિલિટરી થિયેટર તરીકે વિચાર્યું અને ત્યાં ઑપરેશન કરવાની તૈયારી કરી રહ્યા છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો