100 મુસાફરો સાથેનું વિમાન કઝાકિસ્તાનમાં દુર્ઘટનાગ્રસ્ત, 14 લોકોનાં મૃત્યુ

દુર્ઘટનાગ્રસ્ત વિમાન

ઇમેજ સ્રોત, Reuters

કઝાકિસ્તાનમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. અધિકારીઓ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર વિમાને 100 લોકો સાથે ઉડાન ભરી હતી અને દુર્ઘટનામાં 14 લોકોનાં મૃત્યુ થયાં છે.

આ દુર્ઘટનામાં આઠ બાળકો સહિત 60 લોકો ઘાયલ થયા છે જેમને સ્થાનિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

કઝાકિસ્તાનનના આંતરિક મંત્રીએ જણાવ્યું છે કે મૃતકોમાં છ બાળકોનો પણ સમાવેશ થયો છે.

કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ટ તોકાયવે આ દુર્ઘટના પર સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે જ તેમણે કહ્યું છે કે દુર્ઘટના પાછળ જવાબદાર લોકોને કાયદા અંતર્ગત સજા આપવામાં આવશે.

ઇમેજ સ્રોત, Reuters

ઍરપૉર્ટના અધિકારીઓ પ્રમાણે શુક્રવારની સવારે અલ્માટી ઍરપૉર્ટ પરથી ઉડાન ભર્યા બાદ થોડી જ વારમાં બેક ઍરનું ઝેડ 92100 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.

આ વિમાન કઝાકિસ્તાનના સૌથી મોટા શહેર અલ્માટીથી દેશની રાજધાની નૂર-સુલ્તાન તરફ જઈ રહ્યું હતું.

અલ્માટી ઍરપૉર્ટે જણાવ્યું કે વિમાનમાં 95 યાત્રી અને પાંચ ક્રૂ મેમ્બર હતા. તેમના પ્રમાણે વિમાને સ્થાનિક સમાયનુસાર 7.22 કલાકે પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો