મહાતિર મોહમ્મદ : દુનિયાના સૌથી વૃદ્ધ વડા પ્રધાને મલેશિયાની શાસનધુરા છોડી

મહાતિર મોહમ્મદ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

મહાતિર મોહમ્મદની તસવીર

મલેશિયાના વડા પ્રધાન મહાતિર મોહમ્મદે સોમવારે તેમના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું.

94 વર્ષીય મહાતિર વિશ્વના સૌથી વૃદ્ધ વડા પ્રધાન હતા.

1981થી 2003 સુધી તેઓ મલેશિયાના વડા પ્રધાનપદે રહ્યા હતા, તેઓ ચાર દાયકાથી મલેશિયાના રાજકારણનું કેન્દ્રબિંદુ છે. તેમને આધુનિક મલેશિયાના શિલ્પી માનવામાં આવે છે.

વર્ષ 2018માં નજીબ રજ્જાકને હરાવીને તેમણે સત્તા ઉપર પુનરાગમન કર્યું હતું.

એવું કહેવાય છે કે છેલ્લા કેટલાક સમયથી 94 વર્ષના મહાતિર મોહમ્મદ તથા 72 વર્ષના અનવર ઇબ્રાહિમ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી.

મહાતિર મોહમ્મદે મલેશિયાના સુલતાન અબ્દુલ્લા સુલતાન અહમદ શાહને રાજીનામું સોંપ્યું હતું.

કહેવાય છે કે મહાતિરે અનવર ઇબ્રાહિમને ખાતરી આપી હતી કે સમય આવ્યે તેઓ સત્તાની ધુરા સોંપી દેશે અને ગઠબંધન સરકાર સ્થાપી હતી.

એવી પણ ચર્ચા છે કે મહાતિર મોહમ્મદ નવું ગઠબંધન રચીને સત્તા ઉપર પુનરાગમન કરી શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો