કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?

  • રિચર્ડ ગ્રે
  • બીબીસી ફ્યૂચર
કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

કોવિડ-19 ફેલાઈ રહ્યો છે અને તેના ફેલાવા સાથે કોઈ સપાટીને સ્પર્શ કરવા માટેનો આપણો ડર પણ વધી રહ્યો છે.

હવે આખી દુનિયામાં જાહેર સ્થળોએ એકસમાન દૃશ્ય જોવા મળી રહ્યું છે. લોકો પોતાની કોણીથી દરવાજા ખોલવાના પ્રયાસ કરી રહ્યા છે.

ટ્રેન મારફત પ્રવાસ કરતાં લોકો કોચમાંનાં હૅન્ડલ પકડવાનું ટાળી રહ્યા છે. ઑફિસમાં કર્મચારીઓ રોજ સવારે તેમની ડેસ્ક સાફ કરતા જોવા મળે છે.

કોરોના વાઇરસનો સૌથી વધુ પ્રભાવ ધરાવતા વિસ્તારોમાં કર્મચારીઓને પ્રૉટેક્ટિવ વસ્ત્રો મોકલવામાં આવી રહ્યા છે. આ કર્મચારીઓની ટીમો પ્લાઝા, પાર્ક્સ અને રસ્તાઓ પર ચેપને રોકતી દવાઓ છાંટતી હોય છે.

ઑફિસો, હૉસ્પિટલો, દુકાનો તથા રેસ્ટોરાંમાં સાફ-સફાઈની કામગીરી પહેલાં કરતાં ઘણી વધારે ચોકસાઈ સાથે કરવામાં આવી રહી છે.

કેટલાંક શહેરોમાં સ્વયંસેવકો એટીએમનાં કી-પેડ્સને પણ રાતે સાફ કરી રહ્યા છે.

નક્શામાં

વિશ્વમાં કુલ કન્ફર્મ કેસ

Group 4

વધુ સારી રીતે નિહાળવા કૃપા કરીને આપનું બ્રાઉઝર અપગ્રેડ કરો

સ્રોત : જૉન હૉપકિન્સ યુનિવર્સિટી, રાષ્ટ્રીય આરોગ્ય સેવાઓ

ડેટા અપડેટ થયાનો સમય 5 જુલાઈ, 2022 1:29 PM IST

ફ્લૂ જેવા બીજા શ્વસનતંત્ર સંબંધી વાઇરસની માફક કોવિડ-19 પણ, તેનો ચેપ જેને લાગ્યો હોય એ વ્યક્તિની છીંક કે ખાંસી વખતે મોં તથા નાકમાંથી નીકળતાં પાણીનાં ટીપાંથી ફેલાઈ શકે છે.

એક વાર છીંક ખાવાથી આવાં 3,000 ટીપાં પેદા થઈ શકે છે. એ ઝીણા કણ બીજા લોકો પર, તેમનાં કપડાં પર કે તેમની આસપાસની સપાટી પર પડી શકે છે. જોકે, કેટલાક નાના પાર્ટિકલ્સ હવામાં તરતાં રહી શકે છે.

આ વાઇરસ મળ પર લાંબા સમય સુધી ટકી શકતો હોવાના થોડા પુરાવા પણ મળ્યા છે. તેથી ટૉઈલેટ જઈને આવેલી કોઈ વ્યક્તિએ તેના હાથ બરાબર ન ધોયા હોય તો, એ વ્યક્તિ જે કોઈ ચીજને સ્પર્શ કરે તેના પર ચેપ લાગી શકે છે.

line
કોરોના વાઇરસ
line

હાથથી ચહેરાને સ્પર્શ કરવો એ મુખ્ય કારણ નથી

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના જણાવ્યા અનુસાર, વાઇરસવાળી કોઈ પણ સપાટી કે વસ્તુને સ્પર્શ કર્યા બાદ એ હાથથી પોતાના ચહેરાને સ્પર્શવાને 'વાઇરસ ફેલાવાનું મુખ્ય કારણ ગણવામાં આવ્યું નથી.'

તેમ છતાં સીડીસી, વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન અને અન્ય આરોગ્ય સંસ્થાઓ એક વાત ભારપૂર્વક જણાવી રહી છે કે હાથ ધોવા અને જેને વારંવાર સ્પર્શવાનું થતું હોય એવી સપાટીને રોજ સાફ કરવાથી આ વાઇરસને ફેલાતો અટકાવી શકાય છે.

અલબત્ત, સંક્રમિત સપાટીને સ્પર્શવાથી આ વાઇરસ ફેલાયાના કેટલા કેસ બહાર આવ્યા છે એ આપણે જાણતા નથી, પણ નિષ્ણાતો આ બાબતમાં સતર્ક રહેવાની વાત કરતા રહે છે.

કોવિડ-19 બીમારી ફેલાવતો Sars-CoV-2 નામનો આ વાઇરસ માનવશરીરની બહાર કેટલો સમય જીવંત રહી શકે, એ બાબતે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી.