કોરોના વાઇરસ લક્ષણો : એસિમ્પ્ટોમેટિક લોકો કોરોના વાઇરસનો ચેપ ફેલાવે છે કે નહીં?

  • રેચલ શ્રેઅર
  • સ્વાસ્થ્ય સંવાદદાતા
લોકોનો એક એવો સમૂહ પણ છે જે લક્ષણો વિના પણ ટેસ્ટમાં પૉઝિટિવ આવ્યો છે

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

લોકોનો એક એવો સમૂહ પણ છે જે લક્ષણો વિના પણ ટેસ્ટમાં પૉઝિટિવ આવ્યો છે

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)નાં વૈજ્ઞાનિકે સ્પષ્ટ કર્યું કે લક્ષણો વિનાના (એસિમ્પ્ટોમેટિક) કોરોના વાઇરસ સંક્રમિત લોકોથી કેટલું સંક્રમણ ફેલાયું છે, એ હજુ 'સ્પષ્ટ' નથી.

ડૉક્ટર મારિયા વેન કેરખોવે કહ્યું કે એસિમ્પ્ટોમેટિક લોકો બીમારીને ફેલાવે એવી સંભાવના 'બહુ ઓછી' છે.

જોકે તેઓએ એ વાત પર પણ ભાર મૂક્યો કે તેમનું આ નિવેદન માત્ર કેટલાક નાના કેસ પર કરેલી શોધ પર આધારિત છે.

અત્યાર સુધી મળેલું પ્રમાણ એ ઇશારો કરે છે કે લક્ષણવાળા લોકો વધુ સંક્રમણ ફેલાવે છે, પરંતુ આ બીમારી શરીરમાં પેદા થતાં અગાઉ આગળ પણ ફેલાવી શકાય છે.

જોકે લોકોનો એક એવો સમૂહ પણ છે જે લક્ષણો વિના પણ ટેસ્ટમાં પૉઝિટિવ આવ્યો છે, પરંતુ તેણે કેટલા લોકોને સંક્રમિત કર્યા તેની હજુ કોઈ ખબર નથી.

એક મોટા સવાલ યથાવત્

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

ઇમેજ કૅપ્શન,

બાળક સાથે માતા

ડૉક્ટર વેન કેરખોવે જણાવ્યું કે તેઓ જે પ્રમાણનો ઉલ્લેખ કરે છે તે એ દેશોમાંથી આવ્યું છે, જ્યાં મોટા પાયે 'કૉન્ટેક્ટ ટ્રેસિંગ' કરાયું છે.

તેઓએ કહ્યું, "વિભિન્ન દેશોના સંક્રમણનું ક્લસ્ટર જો જોવામાં આવે તો એસિમ્પ્ટોમેટિક મામલામાં તેનાથી અન્યને લાગેલા ચેપના કેસ 'બહુ ઓછા' હતા.

જોકે તેઓ કહે છે કે વૈશ્વિકસ્તરે આ સાચું છે કે નહીં એ હજુ પણ 'મોટો સવાલ' છે.

લંડન સ્કૂલ ઑફ હાઇજીન ઍન્ડ ટ્રૉપિકલ મેડિસિનમાં મહામારી વિશેષજ્ઞ પ્રોફેસર લિયામ સ્મિથ કહે છે કે "લૉકડાઉન લાગુ કરવાથી 'સંક્રમિત લોકોની સંખ્યા ઝડપથી ઘટશે' તે વાત અનિશ્ચિતતાઓ ભરપૂર છે."

તેઓએ કહ્યું કે તેઓ ડબલ્યુએચઓના નિવેદનથી 'હેરાન' છે, કેમ કે તેઓએ જોયું નથી કે આ કયા અભ્યાસ પર આધારિત છે.

લક્ષણોના ત્રણ ભાગ પાડ્યા

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સ્વાસ્થ્ય કટોકટી કાર્યક્રમના નિદેશક ડૉક્ટર માઇકલ રેયાન કહે છે કે તેઓને 'સંપૂર્ણ ભરોસો' છે કે લક્ષણો વિનાના લોકો સંક્રમણ ફેલાવે છે, પરંતુ 'સવાલ છે કે કેટલું'?

WHOના ઇમર્જિંગ ડિસીઝનાં ડૉક્ટર વેન કેરખોવે ત્રણ ભાગ પાડ્યા છે.

- જે લોકોમાં લક્ષણો ન હોય, એટલે એસિમ્પ્ટોમેટિક

- જે લોકોમાં કોઈ લક્ષણો ન હોય પણ ટેસ્ટમાં પૉઝિટિવ આવ્યા હોય અને બાદમાં તેમનામાં લક્ષણો દેખાયાં હોય

- જે લોકોમાં બહુ સામાન્ય લક્ષણો હતાં અને તેમને ખબર નહોતી કે તેમને કોરોના વાઇરસ છે

કેટલાક રિપોર્ટોમાં આ શ્રેણીઓમાં અંતર જોવા મળ્યું છે, પરંતુ ડૉક્ટર કેરખોવ કહે છે કે નાનાં સમૂહ પર સંશોધન થવાને કારણે તેના નિષ્કર્ષ પર પહોંચવું કઠિન છે.

જોકે તેઓ કહે છે કે જે જગ્યાએ આ સંશોધન થયું તેના આધારે લક્ષણો વિનાના લોકો સંક્રમણ ફેલાવામાં મોટી ભૂમિકા ભજવતા નથી.

સંશોધન દર્શાવે છે કે એસિમ્પ્ટોમેટિક મામલાની શોધ માટે જ્યારે ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારે એ લોકોમાં સંક્રમણ બહુ ઓછું ફેલાયું હતું, જેઓનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો અને તેમનામાં લક્ષણો નહોતાં.

આ કારણે ડબલ્યુએચઓએ માસ્ક પહેરવા પર નવા દિશાનિર્દેશ જાહેર કરવા પડ્યા અને સાથે જ કહ્યું, "સભ્ય દેશોમાં કૉન્ટેક્ટ ટ્રેસિંગના પુરાવા દર્શાવે છે કે એસિમ્પ્ટોમેટિક લોકો લક્ષણવાળા લોકો કરતાં બહુ ઓછું સંક્રમણ ફેલાવે છે."

ઇંગ્લૅન્ડમાં ઑફિસ ફૉર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ઓએનએસ) સતત લોકોનું ટેસ્ટિંગ કરી રહી છે.

તેમને જાણવા મળ્યું છે કે જે લોકો કોવિડ-19 ટેસ્ટમાં પૉઝિટિવ આવ્યા છે, તેમનામાં ટેસ્ટ સમયે કે તેનાથી પહેલાં માત્ર 29 ટકામાં 'કોઈ લક્ષણનાં નિશાન' નહોતાં.

લક્ષણવાળા લોકોથી વધુ ખતરો?

ક્રૅમ્બિજ યુનિવર્સિટીમાં સંક્રામક રોગના સલાહકાર પ્રોફેસર બાબક જાવિદ અનુસાર, ઘણા દેશોની કૉન્ટેક્ટ ટ્રેસિંગ શોધ જ્યાં સુધી 'સાચું' દર્શાવે છે કે એસિમ્પ્ટોમેટિક મામલા 'બહુ ઓછું' સંક્રમણ ફેલાવે છે, આ સંક્રમણ ત્યારે થઈ શકે જ્યારે લક્ષણો શરૂ થયાને એક દિવસ થયો હોય કે જે દિવસે લક્ષણો સામે આવવાં લાગ્યાં હોય.

લોકોમાં લક્ષણ દેખાય એના ત્રણ દિવસ પહેલાં સારી એવી સંખ્યામાં વાઇરસ પેદા થઈ શકે છે અને બની પણ શકે કે લક્ષણ આવતાં એક દિવસ પહેલાં એ બીજા લોકોને સંક્રમિત કરવાનું શરૂ કરી દે.

પ્રોફેસર જાવિદ કહે છે કે પ્રી-સિમ્પ્ટોમેટિક સંક્રમણની શોધ કરવી, તેના આઇસોલેશનનાં પગલાં ભરવાં બહુ જરૂરી છે.

આખા બ્રિટનમાં કૉન્ટેક્ટ ટ્રેસિંગ સ્કીમના નિયમો હેઠળ પ્રી-સિમ્પ્ટોમેટિક રહીને કોઈ વ્યક્તિ સંક્રમણ ફેલાવે તો તેના સંપર્કમાં આવેલા એ બધા લોકો પર નજર રખાય છે, જ્યાં સુધી તેમનામાં કોઈ લક્ષણો જોવાં ન મળે. જો કોઈનામાં લક્ષણો ન હોય તો તેના માટે આ પ્રક્રિયા નથી.

લક્ષણો વિનાના લોકો ઓછું સંક્રમણ ફેલાવે એવું લાગે છે, પરંતુ હજુ પણ એ પ્રમાણ છે કે લક્ષણવાળા લોકો એક મોટો ખતરો છે.

એક હકારાત્મક પરિણામ એ ન દર્શાવી શકે કે કોઈ શખ્સમાં કેટલા વાઇરસ છે. તેમજ તેઓ કેટલાક લોકોને મળે છે અને કેટલું ખાંસે-છીંકે છે તેના પર પણ સંક્રમણનું સ્તર નિર્ભર કરે છે.

ડૉક્ટર વેન કેરખોવે આ વાત પર ભાર મૂક્યો છે કે કોરોના વાઇરસ ખાસ કરીને 'સંક્રમિત ટીપાં'થી ફેલાય છે અને આ કોઈના ખાંસવા અને છીંકવાથી ફેલાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો