બાઇડનની સરકારમાં આ ભારતીય મૂળના અમેરિકનો છવાશે

  • ઝુબૈર અહમદ
  • બીબીસી સંવાદદાતા
જો બાઇડન

ઇમેજ સ્રોત, Reuters

ગત વર્ષે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે હ્યુસ્ટનમાં એક રેલી યોજી હતી, જેમાં અંદાજે 50 હજાર ભારતીય મૂળના અમેરિકનો સામેલ થયા હતા.

આ કાર્યક્રમને આયોજકોએ 'હાઉડી મોદી'નું નામ આપ્યું હતું. આ રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવું અનુમાન કર્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ નવેમ્બર 2020માં થનારી ચૂંટણી જીતી રહ્યા છે.

મોદીએ ફેબ્રુઆરી 2020માં અમદાવાદમાં હ્યુસ્ટનથી પણ મોટી રેલી કરીને ટ્રમ્પનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

મોદી-ટ્રમ્પની ગાઢ દોસ્તીથી એવું લાગતું હતું ભારતીય મૂળનો અમેરિકન સમુદાયનો પરંપરાગત ઝુકાવ ડેમૉક્રેટિક પાર્ટીથી હઠીને રિપબ્લિકન પાર્ટી તરફ થઈ રહ્યો છે.

ચૂંટણી પહેલાં થયેલા એક સર્વે અનુસાર રિપબ્લિકન પાર્ટી તરફનો આ ઝુકાવ સંપૂર્ણ સમર્થનમાં બદલાયો નથી.

ચૂંટણી બાદ કરાયેલા સર્વેમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે રિપબ્લિકન પાર્ટીને 2016ની તુલનામાં ભારતીય મૂળના થોડા લોકોના મત પડ્યા છે, પણ 72 ટકા ભારતીય મૂળના અમેરિકનોએ ડેમૉક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જો બાઇડન અને ઉપરાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર કમલા હેરિસને પોતાનો મત આપ્યો બતો.

'હાઉડી મોદી' રેલી કામ ન લાગી

ઇમેજ સ્રોત, Getty Images

'હાઉડી મોદી' રેલીમાં સામેલ થનારાઓમાં એમ.આર. રંગાસ્વામી પણ હતા, જે 'ઇન્ડિયાસ્પોરા' સંસ્થાના સંસ્થાપક છે.

તેઓએ ન્યૂયૉર્ક ટાઇમ્સ અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રેલીમાં સામેલ થનારાઓનો બહુમત પહેલી પેઢીના ભારતીય-અમેરિકનોથી હતો, જેમણે 2006માં ટ્રમ્પને પોતાનું સમર્થન આપ્યું હતું.

ભારતીય મૂળના અમેરિકન નાગરિક દેશની 32 કરોડ વસતીના 1.5 ટકાથી પણ ઓછા છે, પણ તેમની ગણતરી અમેરિકાના સફળ સમુદાયોમાં થાય છે.

વર્ષ 2015માં સરેરાશ આવક એક લાખ ડૉલર પ્રતિવ્યક્તિ હતી, જે રાષ્ટ્રીય સરેરાશથી બમણાથી થોડી ઓછી છે.

આ સમુદાય રિપબ્લિકન પાર્ટી અને ડેમૉક્રેટિક પાર્ટી બંનેને દિલી ખોલીને ચૂંટણીફંડ આપે છે, એટલા માટે નેતાઓ તેમનું મહત્ત્વ સમજે છે.

લગભગ 20-25 વર્ષ પહેલાં આ સમુદાયે સિલિકોન વેલીના ઉદયમાં ભારે યોગદાન આપીને નામ કમાવ્યું હતું.

એ અગાઉ સ્થાનિક અમેરિકનોએ આ સમુદાયને અભ્યાસમાં સફળતા, પરિશ્રમ અને વ્યવસાયમાં વિકાસનું મજબૂત હથિયાર ગણાવ્યો હતો.

ઇમેજ સ્રોત, Reuters

આ વખતે ચૂંટણીમાં પણ ભારતીય મૂળના અમેરિકન મતદારોએ ડેમૉક્રેટિક પાર્ટીનો સાથ નહોતો છોડ્યો.

તેનું એક મોટું કારણ કમલા હેરિસ બન્યાં, જેમનાં સ્વર્ગીય માતા તામિલનાડુનાં હતાં અને પિતાનો સંબંધ કેરેબિયન દેશ જમૈકાથી છે.

પરિણામ એ આવ્યું કે જો બાઇડન-કમલા હેરિસની ટીમે પોતાના પ્રશાસન માટે ભારતીય મૂળના 20 અમેરિકન સભ્યોની જાહેરાત કરી અથવા તેમને નિયુક્ત કર્યા છે.

અમેરિકન સિસ્ટમ અનુસાર, નામાંકિત કરેલા ઉમેદવારોનાં નામને સૅનેટની સ્વીકૃતિ મળવી જરૂર હોય છે. આ ટીમમાં 13 મહિલાઓ છે અને તેમાં ડૉક્ટરોની સંખ્યા ઘણી છે.

તેમાં ઘણાને ઓબામા પ્રશાસનમાં કામ કરવાનો અનુભવ છે અને લગભગ બધા બિલરલ વિચારધારાવાળા છે.

નીરા ટંડન : પ્રબંધન અને બજેટ કાર્યાલય ડાયરેક્ટર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

નીરા ટંડન

ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ બાદ સૌથી મહત્ત્વના ભારતીય મૂળનાં અધિકારી એટલે નીરા ટંડન.

જો બાઇડને સેન્ટર ફૉર અમેરિકન પ્રોગ્રેસ સંસ્થાનાં અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી નીરા ટંડનને પ્રબંધન અને બજેટ કાર્યાલયનાં નિદેશક તરીકે પસંદ કર્યાં છે.

જો સૅનેટ તેમની નિયુક્તિની પુષ્ટિ કરી દે તો તેઓ આ કાર્યાલયનું નેતૃત્વ કરનારાં પહેલા શ્વેત વંશીય મહિલા છે.

પ્રબંધન અને બજેટ કાર્યાલયના નિદેશકના રૂપમાં તેમના પર પ્રશાસનખર્ચ અને નીતિગત યોજનાઓની જવાબદારી છે. નીરા ટંડનનાં માતાપિતાનો સંબંધ ભારત સાથે હતો, પણ તેમની વચ્ચે તલાક થતા નીરાનું પાલનપોષણ તેમનાં માતાએ કર્યું હતું.

ગરીબીના દિવસોને યાદ કરતાં તેઓએ હાલમાં એક ટ્વીટમાં કહ્યું હતું કે જ્યારે તેમનાં માતાપિતા વચ્ચે તલાક થયા ત્યારે તેમની ઉંમર ઓછી હતી. તેમનાં માતા સરકારી ભોજન અને નિવાસના સહયોગવાળા પ્રોગ્રામ પર નિર્ભર હતાં.

"હવે મને એ રીતના સરકારી પ્રોગ્રામોની સહાયતા અને એ સુનિશ્ચિત કરવા માટે નિયુક્ત કર્યાં છે કે અમારી જેવા પરિવારના લોકો ગૌરવ સાથે રહી શકે."

આ પદને મેળવવા માટે તેમને સૅનેટની મંજૂરી મળવી જરૂરી છે, જે એક કઠિન કામ હોઈ શકે છે, કેમ કે તેઓએ રિપબ્લિકન પાર્ટીના ઘણા નેતાઓ વિરુદ્ધ ટ્વીટ કર્યાં હતાં, જે તેમને પસંદ નહોતાં. તેઓએ નૉમિનેશન બાદ એવાં જૂનાં એક હજારથી વધુ ટ્વીટ ડિલીટ કરી નાખ્યાં છે, પણ રિપબ્લિકન પાર્ટીને તેને ભૂલી નથી.

પાર્ટીના એક સિનિયર નેતા અને સૅનેટર લિન્ડસે ગ્રાહમે તેમના નામની જાહેરાત બાદ તેમને 'અજબ અને માનસિક રીતે અસંતુલિત' વ્યક્તિ ગણાવી.

પાર્ટીના એક અન્ય સૅનેટર તેમને 'રેડિયોઍક્ટિવ' કહ્યાં, જેનો મતલબ એ થાય કે તેઓ એવી ભાગલા પાડનારી શખ્સિયત છે કે તેમના દૂર રહેવું યોગ્ય છે.

ડૉક્ટર વિવેક મૂર્તિ : અમેરિકન સર્જન જનરલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ડૉક્ટર વિવેક મૂર્તિ

કોરોના મહામારીના ફેલાવાને રોકવો જો બાઇડન પ્રશાસનની પ્રાથમિકતા હશે અને આ પ્રયાસોમાં ભારતીય મૂળના ડૉક્ટરો આગળ છે, જેમનું નેતૃત્વ વિવેક મૂર્તિ કરી રહ્યા છે. તેમની ભૂમિકા બહુ મહત્ત્વની હશે.

તેમને રાષ્ટ્રપતિ કોવિડ-19 ટાસ્ક ફોર્સના સહ-અધ્યક્ષ પણ જાહેર કરાયા છે અને અમેરિકાના સર્જન જનરલ પણ. આ પદ પર તેઓ 2014થી 2017 સુધી કામ કરી ચૂક્યા છે.

તેમનો જન્મ બ્રિટનના યૉર્કશાયરના હડર્સફિલ્ડ શહેરમાં 1977માં થયો હતો, પણ તેઓ ત્રણ વર્ષની વયે પોતાનાં માતાપિતા સાથે મિયામી આવી ગયા.

તેમનાં માતાપિતા, જે ખુદ પણ ડૉક્ટર છે, તેઓ મૂળે કર્ણાટકનાં હતાં.

ડૉક્ટર મૂર્તિને કોવિડ-19 ટાસ્ક ફોર્સમાં સાથે આપશે સહ-અધ્યક્ષ ડૉક્ટર ડેવિડ કેસલર અને ડૉક્ટર માર્સેલા નુનેજ-સ્મિથ.

આ ત્રણેયને ડૉક્ટરોની એક ટીમ સહયોગ આપશે, જેમાં ભારતીય મૂળના અતુલ ગાવંડેનું નામ મહત્ત્વનું છે.

તેઓ ન માત્ર એક સર્જન અને પ્રોફેસર છે, પણ 1998માં ન્યૂયૉર્કર પત્રિકા માટે કૉલમ પણ લખતા આવ્યા છે.

આ ટાસ્ક ફોર્સમાં પણ ભારતીય મૂળમાં સેલીન ગાઉન્ડરનું નામ પણ સામેલ છે.

અતુલ ગાવંડેનાં માતાપિતા પણ ડૉક્ટર છે, જેમનો સંબંધ મહારાષ્ટ્ર સાથે છે. તેમનો મેડિકલનો અભ્યાસ હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં થયો. આ સિવાય તેઓએ રોડ્સ સ્કૉલરની હૈસિયતથી ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી પૉલિટિકલ અને ફિલોસોફીમાં પણ ડિગ્રી મેળવી છે.

તેઓ પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના સ્વાસ્થ્ય ટાસ્ક ફોર્સના એક અતૂટ અંગ હતા.

સેલિન ગાઉન્ડરના નામથી તામિલનાડુના નેતાઓમાં ઉત્સાહ આવી ગયો છે અને ઘણાએ ટ્ટીટ કરીને તેમને અભિનંદન આપ્યાં છે.

કમલા હેરિસની જેમ તેમનો અડધો પરિવાર તામિલનાડુનો છે. તેમના પિતા ડૉક્ટર રાજ નટરાજન ગાઉન્ડર તામિલનાડુના ઈરોડ જિલ્લાના એક ગામમાંથી આવે છે, જ્યારે તેમનાં માતા ફ્રાન્સિસી મૂળનાં છે.

ઉઝરા ઝેયા : વિદેશમંત્રાલય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ઉઝરા ઝેયા

ઉઝરા ઝેયા ભારતીય મૂળનાં એકમાત્ર મુસ્લિમ અમેરિકન છે, જેમને જો બાઇડનના વિદેશમંત્રાલયમાં મહત્ત્વના રોલ માટે પસંદ કરાયાં છે.

તેમની વિદેશમંત્રાલયમાં નાગરિક સુરક્ષા, લોકતંત્ર અને માનવાધિકારોનાં સચિવના રૂપમાં નિયુક્તિ કરાઈ છે.

જ્યારે 2018માં તેઓએ રાષ્ટ્રપતિ ટ્રમ્પની વિદેશનીતિઓથી દુખી થઈને રાજીનામું આપ્યું ત્યારે એ સમયના તેમના મિત્રોને લાગતું હતું કે હવે તેમની કારકિર્દી ખતમ થઈ ગઈ છે, પણ જો બાડઇને ફરી એક વાર તેમને વિદેશનીતિઓને મૂર્ત રૂપ આપવાની જવાબદારી સોંપી છે.

જો સૅનેટે તેમના નામની મંજૂરી આપી દીધી તો તેઓ પ્રશાસનના માનવાધિકાર પર નક્કી થનારી નીતિઓમાં મહત્ત્વની ભૂમિકા નિભાવશે.

પોતાના નામની જાહેરાત થતા તેઓએ ટ્વીટ કરીને કહ્યું કે અમેરિકા વિવિધતા અને લોકતાંત્રિક આદર્શ માટે જાણીતું છે અને તેમના પ્રયત્નો રહેશે કે તેઓ આ આદર્શોની રક્ષા કરી શકે.

તેઓ ઘણા દેશોમાં અમેરિકન રાજદૂત અને રાજદ્વારીના રૂપમાં કામ કરી ચૂક્યાં છે, જેમાં તેમના પૂર્વજોનો દેશ ભારત પણ સામેલ છે. તેમનો પરિવાર ભારત પ્રશાસિત કાશ્મીરથી અમેરિકા ગયો હતો.

વીડિયો કૅપ્શન,

જો બાઇડન રાષ્ટ્રપતિ બનશે તેની ભારત પર શું અસર પડશે?

વનિતા ગુપ્તા : સહયોગી ઍટર્ની જનરલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

વનિતા ગુપ્તા

45 વર્ષીય વનિતા ગુપ્તા એક પ્રસિદ્ધ નાગરિક અધિકાર કાર્યકર તરીકે દેશભરમાં જાણીતાં છે. તેઓએ ઓબામા પ્રશાસન હેઠળ ન્યાય વિભાગના નાગરિક અધિકાર પ્રભાગના પ્રમુખ તરીકે કામ કર્યું છે.

જો બાઇડને વનિતા ગુપ્તા અંગે કહ્યું કે "તેઓ અમેરિકામાં સૌથી સન્માનિત નાગરિક અધિકારના વકીલોમાંથી એક છે."

વનિતાની બીજી પેઢી ભારતીય મૂળની અમેરિકન છે અને વંશીય ભેદભાવનો શિકાર થયા બાદ તેની સામે લડવામાં આગળ રહી છે.

સામાન્ય રીતે બીજી અને ત્રીજી પેઢીના ભારતીય મૂળના અમેરિકનો ભારત સાથે વધુ સંબંધ રાખતા નથી, પણ વનિતા આજે પણ માતાપિતાના દેશ સાથે જોડાયેલાં છે.

ન્યૂયૉર્ક ટાઇમ્સને વનિતા ગુપ્તાએ એક વિશેષ ઘટના અંગે વાત કરી હતી, જેણે તેમને સામાજિક ન્યાયને લઈને પ્રેરણા આપી હતી.

તેઓ તેમના આખા પરિવાર સાથે લંડનમાં એક મૅકડૉનાલ્ડ્સ આઉટલેટની બહાર બેસીને કંઈક ખાતાં હતાં, ત્યારે કેટલાક લોકો તેમની પાસેના ટેબલ પર બેઠા હતા અને તેઓ કહેવા લાગ્યા કે કાળિયાઓ પોતાના દેશ પરત જતા રહો.

વનિતાએ કહ્યું, "આ બહુ પરેશાન કરનારી ઘટના હતી, જેણે મારા પર બહુ ઊંડી અસર છોડી."

બાઇડન પ્રશાસનમાં 20 ભારતીય મૂળના લોકોમાં ઘણાં અન્ય નામો છે, જેમાં વેદાંત પટેલનું નામ પણ લેવાઈ રહ્યું છે, જેમણે વ્હાઇટ-હાઉસના એક સહયોગી પ્રેસ સેક્રેટરી જાહેર કરાયા છે.

સૅનેટને તેમના નામની પુષ્ટિ કરવાની જરૂર નથી. તેઓ બાઇડનના ચૂંટણી અભિયાનના એક ટીમ મેમ્બર રહ્યા છે અને હાલમાં તેઓ એક પ્રવક્તા તરીકે કામ કરી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો