ઑસ્ટ્રેલિયામાં ભારે પૂરને પગલે લોકો કઈ રીતે પોતાનાં ઘરો છોડવા મજબૂર બન્યા?

ઑસ્ટ્રેલિયાના પૂર્વ કાંઠે સતત વરસાદ પડી રહ્યો છે અને તેને પગલે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે.

ઑસ્ટ્રેલિયામાં પૂર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

ઑસ્ટ્રેલિયાના પૂર્વ કાંઠે સતત વરસાદ પડી રહ્યો છે અને તેને પગલે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે.

ઇમેજ સ્રોત, AFP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

ઑસ્ટ્રેલિયાના પૂર્વ કાંઠે સતત પડી રહેલા વરસાદમાં ફસાયેલા કેટલાય લોકોને બચાવવામાં આવ્યા છે. ન્યૂ સાઉથ વૅલ્સના કેટલાય નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ઘર ખાલી કરી દેવાના આદેશ અપાયા છે.

ઇમેજ સ્રોત, SAEED KHAN/AFP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

ભયાનક પૂરની આશંકાને જોતા સિડનીના કેટલાક વિસ્તારો ખાલી કરાવી દેવાયા છે. તંત્રનું કહેવું છે કે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા તમામેતમામે ત્યાંથી નીકળવું પડશે.

ઇમેજ સ્રોત, LEE HULSMAN/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

પોલીસના મતે, સિડની શહેરના ઉત્તરના વિસ્તારમાં કેટલાય લોકો ત્યાંથી બહાર નીકળવામાં મદદ કરનારાં કેન્દ્રોમાં પહોંચ્યા છે.

ઇમેજ સ્રોત, MATT BLYTH/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

અહીંના મુખ્ય માર્ગો બંધ થઈ ગયા છે અને તસવીરો અને વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે ઘરોમાં પાણી ફરી વળ્યાં છે.

ઇમેજ સ્રોત, KHAN / AFP) (PHOTO BY FAROOQ KHAN/AFP VIA GETTY IM

ઇમેજ કૅપ્શન,

સિડની શહેરમાં પાણીનો મુખ્ય સ્રોત વાર્રબંગા ડૅમ વર્ષ 2016 બાદ પ્રથમ વખતે ઓવરફ્લો થયો છે.

ઇમેજ સ્રોત, @RUBYCORNISH

ઇમેજ કૅપ્શન,

હવામાનખાતાના જણાવ્યા અનુસાર સિડનીમાં આગામી 12 કલાકમાં 11 મિમિ (ચાર ઇંચ) વરસાદ પડી શકે છે. ભારે વરસાદ અને ઝડપી પવનો આગામી સપ્તાહના અંત સુધી ચાલે એવી આશંકા છે.