બ્રાઝિલમાં એક જ દિવસમાં કોરોનાને લીધે રૅકોર્ડ 3700થી વધુ મોતથી ખળભળાટ, રાષ્ટ્રપતિ પર રાજકીય સંકટ

ઝાયેર બોલ્સોનારો

ઇમેજ સ્રોત, Reuters

બ્રાઝિલમાં રાષ્ટ્રપતિ ઝાયેર બોલ્સોનારો સામે સૌથી મોટું રાજકીય સંકટ ઊભું થઈ ગયું છે કારણ કે દેશમાં એક દિવસમાં કોરોના સંક્રમણને કારણે એક જ દિવસમાં રૅકોર્ડ 3,780 મૃત્યુ નોંધાયા અને સેના, નૌસેના અને વાયુસેનાના પ્રમુખોએ રાજીનામું આપી દીધું છે.

માનવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ દ્વારા સેના પર અનુચિત નિયંત્રણ રાખવાના પ્રયાસના વિરોધમાં સેનાની ત્રણે પાંખોના પ્રમુખોએ રાજીનામું આપ્યું હતું.

કોરોના મહામારી સામે સરકારની કાર્યવાહીને કારણે રાષ્ટ્રપતિ બોલ્સોનારોની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે.

મંગળવારે કોરોનાને કારણે એક દિવસમાં 3,780 મૃત્યુ નોંધાયા. અત્યાર સુધી બ્રાઝિલમાં 314,000 મૃત્યુ નોંધાયા છે.

ઇમેજ સ્રોત, Reuters

હાલ વિશ્વમાં અમેરિકા પછી સૌથી વધુ કોવિડ 19ના કેસ છે. બ્રાઝિલમાં હાલ 12 કરોડ 60 લાખ કેસ છે.

માર્ચ મહિનાની શરૂઆતમાં બ્રાઝિલના પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ ફિયોક્રૂઝે ચેતવણી આપી હતી કે દેશમાં આરોગ્ય તંત્ર તૂટી પડવાને આરે પહોંચી ગયું છે. દેશમાં 80 ટકાથી વધારે આઈસીયુ બેડ્સ ભરાયેલા છે.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સોનારો સતત લૉકડાઉન જેવા પગલાના વિરોધમાં રહ્યા છે અને તેમનું કહેવું છે કે કોરોના સંક્રમણથી થનાર આર્થિક અસર કરતા વધારે ખરાબ અસર લૉકડાઉનની થશે.

તેમણે બ્રાઝિલનાં લોકોને પરિસ્થિતિ વિશે ફરિયાદ બંધ કરવું જોઈએ.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો