તાલિબાને વિદ્રોહીના ગઢ પંજશીરમાં કમ સે કમ 20 નાગરિકોની હત્યા કરી

તાલિબાનવિરોધીઓનો ગઢ એવી પંજશીર ખીણમાં તાલિબાન અને વિરોધીઓ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં કમ સે કમ 20 નાગરિકો માર્યા ગયા હોવાનું બીબીસીની તપાસમાં બહાર આવ્યું છે.

પંજશીરની ખીણમાં ઇન્ટરનેટ-ફોન સેવાઓ ઠપ હોવાથી રિપોર્ટિંગ ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. તાલિબાને પંજશીર કબજે કરી લીધું હોવાનો દાવો કર્યો એ પછી ઇન્ટરનેટ સેવા ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી હતી પરંતુ હજી પણ સ્થિતિ મુશ્કેલ છે.

બીબીસી પાસે એ વાતના પુરાવા છે કે લોકોએ સંયમ રાખ્યો હોવા છતાં તાલિબાને તેમની હત્યા કરી છે.

ઇમેજ કૅપ્શન,

સૂત્રોનું કહેવું છે કે એ દુકાનદાર હતું કે તે તાલિબાન હેઠળ સુરક્ષિત છે.

પંજશીરમાં એક સડકને કિનારે વીડિયો ફૂટેજમાં એક વ્યક્તિ દેખાઈ રહી છે અને તેને તાલિબાન લડાકુઓએ ઘેરી રાખેલી છે. આ સમયે જ ગોળી છૂટવાનો અવાજ આવે છે અને વ્યક્તિ જમીન પર ઢળી પડે છે.

જોકે, એ સ્પષ્ટ નથી કે જે વ્યકિતને મારી નાખવામાં આવી તે સૈનિક હતી કે નહીં. આ ક્ષેત્રમાં સેના જેવો પહેરવેશ સામાન્ય ગણાય છે. વીડિયોમાં એક વ્યક્તિ ભાર દઈને એવું કહેતી સંભળાય છે કે એ એક સામાન્ય નાગરિક છે.

બીબીસીનું માનવું છે કે પંજશીરમાં આ પ્રકારે કમ સે કમ 20 લોકો માર્યા ગયા છે.

પીડિતો પૈકી એક અબ્દુલ સામી દુકાનદાર છે અને બે બાળકોનાં પિતા હતા.

સ્થાનિક લોકોનું કહેવું છે કે એમણે તાલિબાનને કહ્યું કે "હું ફક્ત એક ગરીબ દુકાનદાર છું અને મારે યુદ્ધ સાથે કોઈ લેવા-દેવા નથી."

જોકે, તે છતાં તાલિબાન લડાકુઓએ એમની સિમ કાર્ડ વેચવાના આરોપમાં ધરપકડ કરી લીધી હતી અને અમુક દિવસો પછી એમનો મૃતદેહ ઘરની પાસે ફેંકી દેવામાં આવ્યો હતો

અબ્દુલ સામીનો મૃતદેહ પોતાની નજરે જોનારે બીબીસીને કહ્યું કે એમના શરીર પર યાતનાના નિશાન હતા.

ઇમેજ કૅપ્શન,

તાલિબાને ઘેરી લીધેલી વ્યક્તિને પછી ગોળી મારી દેવામાં આવી. બીબીસીની તપાસનો વીડિયો

તાલિબાનને દાવો છે કે તેમણે પંજશીર કબજે કરી લીધું છે. ગત અઠવાડિયે તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહે કહ્યું હતું કે "પંજશીર ખીણને સંપૂર્ણ સાફ કરી દેવામાં આવી છે અને પંજશીરની લડાઈમાં કોઈ પણ સામાન્ય નાગરિકનું મૃત્યુ નથી થયું."

તાલિબાને એ વખતે સામાન્ય નાગરિકોને જીવન યથાવત રાખવા કહ્યું હતું. તાલિબાને કાબુલ કબજે કર્યું ત્યારે એમ પણ દાવો કર્યો હતો કે કોઈની સાથે વેર રાખવામાં નહીં આવે.

તાલિબાને એમ પણ કહ્યું હતું કે "પૂર્વ રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ દેશ છોડીને ભાગી ગયા છે." તાજેતરમાં એમના ભાઈની તાલિબાને હત્યા કરી હોવાનો આરોપ પણ એમના પરિવારે મુક્યો હતો.

રાજધાની કાબુલની ઉત્તરે આવેલી પંજશીર ખીણ એ અફઘાનિસ્તાનનો એ નાનો અને એકમાત્ર પ્રાંત છે જે ચાર દાયકાથી કોઈ પણ વિદેશી દળો કબજે નથી કરી શક્યા. જોકે, તેને કબજે કરી લીધું હોવાનો તાલિબાનનો દાવો છે.

પહાડોની પાછળ લપાયેલા આ પ્રાંતમાં અંદાજે દોઢથી બે લાખ લોકો વસે છે અને તે વર્ષોથી તાલિબાનવિરોધીઓનો ગઢ રહ્યો છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો