Got a TV Licence?

You need one to watch live TV on any channel or device, and BBC programmes on iPlayer. It’s the law.

Find out more
I don’t have a TV Licence.

સારાંશ

  1. લોકસભાની 542 બેઠકોનું આજે પરિણામ
  2. લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાઈ હતી
  3. 10 લાખ મતદાનમથકો પર 29 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણી યોજાઈ હતી
  4. એનડીએ અને યુપીએ વચ્ચે મુખ્ય જંગ, કેટલાક રાજ્યોમાં સ્થાનિક પક્ષો મજબૂત

લાઇવ રિપોર્ટિંગ

તમામ દર્શાવેલ સમય UK ના છે

  1. મતગણતરી પહેલાં તૈયારીઓ શરૂ

    દેશભરમાં કાઉન્ટિંગ સેન્ટર્સ પર ગણતરીની તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણીપંચના આદેશ પ્રમાણે, સવારે આઠ વાગ્યાથી ગુજરાતનાં 28 કાઉન્ટિંગ સેન્ટર્સ પર એકસાથે મતગણતરી શરૂ થશે.

    ગુજરાતના પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશમાં પણ ગણતરીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

    View more on twitter
  2. બીબીસી ગુજરાતી પર પરિણામની પળેપળની માહિતી

    શુભ સવાર, લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે તમામ વાચકોનું બીબીસી ગુજરાતીમાં સ્વાગત છે. અહીં તમે પરિણામો વિશેની પળેપળની માહિતી મેળવી શકશો.

  3. કેવી રીતે થશે ગણતરી?

    કેન્દ્રીય સુરક્ષાબળોની સુરક્ષામાં EVM તથા VVPATમશીન્સને કાઉન્ટિંગ સેન્ટર્સ ખાતે લાવવામાં આવશે. આ હેરફેરના સમય અંગે ઇલેક્શન ઍજન્ટ્સને અગાઉથી જ વાકેફ કરી દેવામાં આવે છે, જેથી કોઈ ગેરસમજણ ઊભી ન થાય.

    ઉમેદવારોના પ્રતિનિધિઓ ઇચ્છે તો EVM તથા VVPATમશીન્સની હેરફેર કરતા વાહનની પાછળ પોતાનું વાહન દોડાવી શકે છે.

    સૌ પહેલાં રાજકીય પક્ષોના ઇલેકશન ઍજન્ટ્સની હાજરીમાં રિટર્નિંગ ઑફિસર EVM તથા VVPAT સીલબંધ હોવાની ખરાઈ કરશે. ગુજરાતમાં 26 રિટર્નિંગ ઑફિસર ફરજ બજાવશે, જેમને 182 આસિસ્ટંટ રિટર્નિંગ ઑફિસર તહેનાત રહેશે.

    કેન્દ્રીય ચૂંટણીપંચના તાજેતરના નિર્દેશ મુજબ, ઈવીએમ તાથ પોસ્ટલબૅલેટની ગણતરી એકસાથે હાથ ધરવામાં આવશે. અગાઉ પોસ્ટલબૅલેટની ગણતરી સૌપ્રથમ હાથ ધરવામાં આવતી હતી.

    સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણીપંચે લોકસભાની બેઠક હેઠળ આવતી દરેક વિધાનસભાનાં પાંચ બૂથનાં EVM તથા VVPAT પરિણામોની સરખામણી કરવાના નિર્દેશ આપ્યા છે.

    ગુજરાતમાં 182 વિધાનસભા બેઠક હોય 910 બૂથનાં EVM અને VVPATપરિણામ સરખાવાશે.

    આ પહેલાં માત્ર એક એક જ બૂથ ઉપરનાં EVM અને VVPATપરિણામોને સરખાવવાનો નિયમ હતો. આ બૂથની પસંદગી લોટરી સિસ્ટમથી કરવામાં આવે છે.

    ઈવીએમ
  4. લોકસભા ચૂંટણીનું પરિણામની ગણતરી ક્યારે શરૂ થશે?

    કેન્દ્ર ચૂંટણીપંચના આદેશ પ્રમાણે, સવારે આઠ વાગ્યાથી તમામ કાઉન્ટિંગ સેન્ટર્સ ઉપર એકસાથે મતગણતરી શરૂ થશે.

    જોકે, આ વખતે EVMતથા VVPATમશીન્સના પરિણામની સરખામણી કરવાની હોવાથી પરિણામો આવવામાં ત્રણથી ચાર કલાકનું મોડું થશે.

    લોકસભાની 542 બેઠકો માટેની ચૂંટણી 11 એપ્રિલથી 19 મે વચ્ચે સાત તબક્કામાં યોજાઈ હતી. જેમાં 29 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોમાં આશરે 90 કરોડ મતદારો હતા.

    તા. 23મી એપ્રિલે ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 26 બેઠક ઉપર એકસાથે મતદાન યોજાયું હતું.

    ગુજરાતમાં રેકર્ડ 64.11 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. ગત વખતે 63.66 ટકા મતદાન થયું હતું.

    વર્ષ 2014માં ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર હતા ત્યારે તમામ 26 બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો.

    ઈવીએમ