Got a TV Licence?

You need one to watch live TV on any channel or device, and BBC programmes on iPlayer. It’s the law.

Find out more
I don’t have a TV Licence.

સારાંશ

  1. આજે અમારી ટીમ બનાસકાંઠાની મુલાકાતે
  2. મહિલાઓને મળી સાંભળશે તેમની વાત
  3. બનાસકાંઠામાં સાક્ષરતા દર 51.75 ટકા
  4. જિલ્લાની 66 ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે

લાઇવ રિપોર્ટિંગ

તમામ દર્શાવેલ સમય UK ના છે

#BBCGujaratOnWheels આજની સફર અહીં પૂર્ણ કરીએ છીએ.

અમદાવાદથી લઈને પાલનપુર સુધી સફર કર્યા બાદ હાલ પાલનપુરથી આગળ વધીને અમારી ટીમ ગામડાંંમા લોકોને મળી. તેમાં ઘણા લોકોએ તેમની સમસ્યાઓ જણાવી ઘણા લોકોએ બીબીસીની આ નવા જ પ્રકારની ઝુંબેશનું ઉમળકાથી સ્વાગત કર્યું.

બીબીસીની ટીમ અને મહિલા બાઇકર્સ સાથેની સફરમાં સહભાગી થવા માટે તમારો આભાર. ફરી કાલે મળીશું.

સુર્યાસ્તની તસવીર
BBC

ઘર, સ્કૂલ અને જાજરૂની સમસ્યાઓથી પરેશાની. શું કહી રહ્યાં છે લસુબહેન સાંભળો.

બીબીસીના માધ્યમથી લોકો સરકાર પાસેથી તેમની અપેક્ષાઓ વિશે જણાવી રહ્યા છે.

લસુબહેનનો ફોટો
BBC

હાલ બીબીસી ગુજરાતીની ટીમ અને મહિલા બાઇકર્સ પાલનપુરથી નીકળી ગુજરાતના ગામડાં તરફ જઈ રહ્યાં છે. ત્યાં તેઓ ગામડાંના લોકોને અને તેમાં ખાસ કરીને મહિલાઓને મળશે.

પાલનપુરમાં મહિલાઓએ બીબીસી ગુજરાતીનું સ્વાગત ગીત ગાઈને કર્યું હતું.

બીબીસી ગુજરાતીનો બાળકોએ આ રીતે આપ્યો સાથ.

બીબીસી ગુજરાતીનો બાળકોએ આ રીતે પુરાવ્યો સાથ

પાલનપુરના જસીબહેનન ચૂંટણી વિશે શું કહી રહ્યાં છે?

પાલનપુરમાં લોકોને મળી રહી છે અમારી ટીમ.

પાલનપુરમાં રવિકુમારે બીબીસીને અભિનંદન આપતા નવી ઝુંબેશને સરાહના કરી.

આનંદકુમાર
BBC

#BBCGujaratOnWheels પાલનપુરમાં.

View more on facebook

બીબીસી કરી રહ્યું છે તે સરકારે કરવું જોઈએ

શિવમ મિશ્રાસ્થાનિક, પાલનપુર

પાલનપુરમાં પહોંચી બીબીસી ગુજરાતીની ટીમ. અહીં બાઇકર્સ અને ટીમ કરશે લોકો જોડે વાત.

પાલનપુરનો બોર્ડ
BBC

બીબીસીની યાત્રા વિશે લોકો શું કહી રહ્યાં છે?

રાપ્તિ ભૌમિકે કહ્યું કે આ ખુબ જ રસપ્રદ છે. આગળ ઘણું નવું જાણવા મળશે.

રાપ્તિની ફેસબુક પર કૉમેન્ટ
facebook

#BBCGujaratOnWheelsનો શાયરોનાં શહેર પાલનપુરમાં પ્રવેશ. @lincymichael @TwinkleKapdi @shaluyadavbbc #GujaratElection… twitter.com/i/web/status/9…

બીબીસીની બાઇક યાત્રા પર લોકો શું કહી રહ્યા છે?

રીકી શર્માએ સમ્રગ ટીમને અભિનંદન આપ્યાં.

ફેસબુકની કૉમેન્ટ
facebook

ઊંઝા પહોંચેલી બીબીસીની ટીમની સફર કેવી રહી? જુઓ શું કહી રહ્યા છે ટીમના સભ્યો?

અમારી ટીમ સફરમાં લોકોને મળી રહી છે અને તેમના વિચારો જાણી રહી છે

રસ્તામાં ઊભેલો માણસ
BBC

#BBCGujaratOnWheelsનો જીરા માટે જાણીતા ઊંઝામાં પ્રવેશ.

બીબીસીની ટીમનો ઊંઝામાં પ્રવેશ
BBC

વ્યક્તિગત રીતે આ સફર માટે હું ખુબ જ ઉત્સાહિત છું. મે અનેકવાર બાઇક સાથે યાત્રા કરી છે. પરંતુ આ ગ્રામિણ મહિલાઓને મળીને તેમની વાત જાણવાની હોવાથી મારા માટે આ યાત્રા ખાસ છે.

લિન્સી માઇકલબાઇકર

બીબીસી ગુજરાતીની ટીમ આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે છે.

હાલ ટીમ ઊંઝા તરફ આગળ વધી રહી છે. શું કહી રહી છે મહિલા બાઇકર શ્લોકા?

મહેસાણા હાઇવે પરની લાક્ષણિક તસવીરો

આ રીતે આગળ વધી રહી છે અમારી ટીમની સફર

Team in Action : હાઇવે પર બાઇકર્સ સાથે શૂટિંગ કરી રહેલી બીબીસીની ટીમ

શુટિંગ કરી રહેલી બીબીસીની ટીમ
BBC
શુટિંગ કરી રહેલી બીબીસીની ટીમ
BBC

મહેસાણા હાઇવે પર ઊભેલી બાઇકર્સ.

મહિલા બાઇકર્સ
BBC

બાઇકર્સના સથવારે, ગુજરાતની સફરે. થોડીવારમાં અમારી ટીમ મહેસાણા પહોંચી. ટીમે ત્યાં શું કરવું જોઈએ જણાવો?

બાઇકર્સ
BBC

મહેસાણા હાઇ વે પર બીબીસીની ટીમ અને બાઇકર્સ. હાલ અમારી ટીમ મહેસાણા પહોંચવા આવી છે.

તમે પણ જોડાઓ અમારી સાથે. લાઇક કરો અમારું ફેસબુક પેજ અને કૉમેન્ટમાં જણાવો તમારા પ્રતિભાવ

View more on youtube

બનાસકાંઠા જવા માટે અમારી ટીમ નીકળી ચૂકી છે. તમે પણ જોડાઓ અમારી સાથે. તમારા મિત્રો સાથે શેર કરી આ યાત્રામાં તેમને પણ સહભાગી બનાવો.

View more on instagram

બનાસકાંઠા જવા માટે ટીમની તૈયારી. જુઓ વીડિયોમાં શું કહી રહ્યાં છે પ્રૉડ્યુસર શાલુ?

બીબીસી ગુજરાતીની ટીમ અને મહિલા બાઇકર્સ આજે બનાસકાંઠાની સફરે છે. તેઓ મહિલાઓને મળશે અને તેમની વાતોને વાચા આપશે. તમે પણ અમારી સફરમાં ભાગીદાર બની શકો છો. બનાસકાંઠા જિલ્લાના શું છે પ્રશ્નો? ત્યાં અમારી ટીમે કોને મળવું જોઈએ? તમે અમારા ફેસબુક પેજ પર જઈ લખી શકો છો.

મહિલાઓને મળવા ઉત્સાહિત છે બાઇકર ટ્વિંકલ કાપડી. જુઓ તેમની સફર વિશે તેઓ શું કહી રહ્યાં છે?

View more on youtube

બીબીસી ટીમ
BBC
તમને મળવા માટે બીબીસીની ટીમ તૈયાર થઈ રહી છે.

અમારી સફરમાં તમે પણ જોડાઓ. અમારું ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ લાઇક કરો.

બીબીસીની મહિલા બાઇકર્સ તમને મળવા આવી રહી છે

#BBCGujaratOnWheels એ ગુજરાતની મહિલાઓ સુધી પહોંચવાનો બીબીસીનો એક પ્રયાસ છે.

ચૂંટણી સમયે પક્ષો અને જ્ઞાતિઓના નેતાઓનાં એકબીજા સામેના આક્ષેપો અને પ્રત્યાક્ષેપોનાં બૂમ-બરાડામાં પ્રજાને સ્પર્શતા મુદ્દા ક્યાંય દબાઈ જાય છે. આ ચૂંટણીમાં પ્રજાનાં પ્રશ્નો અને મહત્વના મુદ્દાને ગામડાંમાં રહેતા ગુજરાતીઓની વાત સાંભળવા બીબીસી ગુજરાતી તેમની પાસે પહોંચી રહ્યું છે, પણ જરા અલગ રીતે.

ગુજરાતની વસતીના પચાસ ટકા હિસ્સાને પચાસ ટકા જેટલું રાજકીય પ્રતિનિધિત્વ પણ નથી મળતું ત્યારે ગુજરાતનાં શહેરોમાં વસેલી ચાર સાહસિક મહિલા બાઇકર્સે તેમના બાઇક્સને કિક મારી દીધી છે. આ મહિલા બાઇકર્સ ગુજરાતનાં શહેર અને ગામડાંમાં વસતી આધુનિક અને આત્મવિશ્વાસથી ભરપૂર મહિલાઓની પ્રતિનિધિ બનશે.

હવે એ પહોંચી રહ્યાં છે, ગુજરાતનાં ગામડાંમાં વસતી મહિલાઓ પાસે જશે અને સાંભળશે તેમનાં ‘મનની વાત.’

તેમની સાથે જોડાયેલી બીબીસીની ટીમમાં બ્રોડકાસ્ટ જર્નલિસ્ટ, કૅમેરાપર્સન અને વીડિયો પ્રોડક્શન યુનિટ પણ રહેશે. આ સફરમાં તમે પણ અમારી સાથે જોડાઓ અમારા ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર.

બીબીસી ઑન ધ વ્હિલ્સનું પોસ્ટર
BBC