Got a TV Licence?

You need one to watch live TV on any channel or device, and BBC programmes on iPlayer. It’s the law.

Find out more
I don’t have a TV Licence.

સારાંશ

  1. અમદાવાદથી બનાસકાંઠાની સફરે બીબીસી
  2. પાલનપુરથી આગળ ગામડાંની સફરે બીબીસી
  3. મહિલા બાઇકર્સ આજે ગામડાંની સફરે
  4. લોકોની વાતોને વાચા આપશે બીબીસીની બાઇકર્સ

લાઇવ રિપોર્ટિંગ

તમામ દર્શાવેલ સમય UK ના છે

બીબીસી ગુજરાતીના બાઇકર્સે બનાસકાંઠાને કહ્યું બાય...બાય.. આવજો..

બીબીસીની ટીમ બનાસકાંઠાની મહિલાઓથી છુટા પડતી વખતે જાણે આદિલ મન્સુરીની આ ગઝલ જેવું અનુભવી રહી હતી.

પાંપણોને સહેજ ઢળવાનું કહો. સ્વપ્નને ક્યારેક ફળવાનું કહો.

ચોકમાં આવીને મળવાનું કહો. લાગણીઓને પલળવાનું કહો.

દર્પણોમાંથી નીકળવાનું કહો, આ પ્રતિબિંબોને છળવાનું કહો.

લો સપાટી પર બરફ જામી રહ્યો, આ સમુદ્રોને ઉકળવાનું કહો.

સાંજ પડવાની પ્રતિક્ષા છે બધે, હા કહો, સૂરજને ઢળવાનું કહો.

ભાર ઝાકળનો કળીની પાંપણે, પથ્થરોને પણ પલળવાનું કહો.

પૃથ્વીને ઘેરીને બેઠી ક્યારની, આ અમાસોને પ્રજળવાનું કહો.

મૌન કે વાણીને ‘આદિલ’ છેવટે, જે અકળ છે એને કળવાનું કહો.

View more on facebook

અમારી ટીમે સફર દરમિયાન શૂટ કરેલો વીડિયો ગામની સ્વચ્છતાનો પુરાવો આપે છે

શું છે બનાસકાંઠા જિલ્લાની સમસ્યાઓ?

આ જિલ્લામાં આરોગ્ય સેવાઓમાં પાલનપુર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ સિવાય અન્ય કોઈ મોટી સરકારી હોસ્પિટલ્સ નથી.

ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બની રહ્યા છે, પરંતુ ત્યાં સારવાર કરવા ડૉક્ટર્સ ઉપલબ્ધ નથી. આ જિલ્લાની લગભગ 86 ટકા જેટલી વસતી ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે.

ગત ચોમાસામાં બનાસકાંઠા જિલ્લામાં પૂર આવ્યું હતું જેને કારણે કરોડો રૂપિયાનું જાન-માલનું નુકસાન થયું છે.

જિલ્લાની આર્થિક પ્રવૃત્તિ મોટેભાગે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. અહીં પૂરના કારણે થયેલી ખેતીને ખૂબ જ ગંભીર અસર થઈ છે.

જિલ્લાનું રાજકારણ મોટેભાગે જ્ઞાતિ આધારિત હોવાને કારણે જે-તે જ્ઞાતિના રાજકીય અગ્રણીઓ પોતાની જ્ઞાતિ કરતાં અન્ય જ્ઞાતિઓને ખાસ મહત્ત્વ નથી આપતાં.

ગામડાના વૃદ્ધ વ્યક્તિઓ
BBC

બીબીસી બનાસકાંઠાની સફરે- લોકો પાણી અને વીજળીની સમસ્યાથી પરેશાન

બાળપણની યાદો......

શું છે કહે છે વાલ્મિકી સમુદાયની મહિલાઓ?

અમારી ટીમે વાલ્મિકી સમુદાય પાલનપુરમાં જ્યાં રહે છે એ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે આ ફરિયાદ સામે આવી.

કેટલાય વર્ષોથી અહીં રહેતા વાલ્મિકી લોકોના વિસ્તારમાં પાયાની સુવિધાનો અભાવ છે. લોકો એ લોકો સરકાર સમક્ષ 'રોટી, કપડા ઔર મકાન'ની માંગ કરી રહ્યાં છે.

છૂટક મજૂરીએ જતા અહીંના લોકોને સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની રોજગારી અપાઈ નથી. પુરુષો અને સ્ત્રીઓ 'જે મળે એ કામ' કરે છે અને એવી રીતે 'પેટ ભરે' છે.

આ વિસ્તારમાં શૌચાલયની સુવિધા જ નથી અને સૌથી કફોડી હાલત મહિલાઓની છે. બીબીસી સાથેની વાતચીતમાં અહીંની મહિલાઓએ જણાવ્યું કે ખુલ્લામાં જાજરૂ જતાં ભારે ડર લાગે છે.

વાલ્મિકી સમુદાયની મહિલાઓ
BBC

આવી રમતો તમે ક્યારેય રમ્યા છો ખરા?

લોકો જણાવી રહ્યાં છે ગામડાંની સાચી પરિસ્થિતિ

બાળકોના શિક્ષણ વિશે શું કહે છે ગોવાભાઈ?

ગામવાસી ગોવાભાઈ
BBC

બનાસકાંઠામાં શું છે સાક્ષરતાનું પ્રમાણ?

બનાસકાંઠામાં સાક્ષરતાનું પ્રમાણ અન્ય જિલ્લાંની સરખામણીએ ખૂબ જ ઓછું છે. ખાસ કરીને મહિલાઓનો સાક્ષરતા દર માત્ર 51.75 ટકા જેટલો જ છે.

બાળકો
BBC

બીબીસી બનાસકાંઠાની સફરે : અમારે ત્યાં સૌથી વધુ પાણીનો પ્રશ્ન છે-રશ્મિબહેન

બીબીસીની બનાસકાંઠાની સફર : કેવું છે અહીંના લોકોનું જીવન?

બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના વિસ્તારમાં મોટેભાગે લોકો મજૂરી અને ખેતી પર પોતાનું ગુજરાતન ચલાવે છે. એમાં પણ સૌથી વધુ જહેમત મહિલાઓને પડે છે. મહિલાઓ માટે બહારની મજૂરી ઉપરાંત ઘરનું કામ પણ 'ફરજિયાત' થોપાયેલું છે.

ગામનાં બહું ઓછાં બાળકો શાળાએ જાય છે. જે જાય છે એમના અભ્યાસમાં પણ 'સરકારની બેદરકારી' છતી થઈ જાય છે.

'સરકારની બેદરકારી'ની રાવ અંહીનો આદિવાસી સમાજ અમારા જેવા `બહારના લોકો' સાથે ભાગ્યે જ કરે છે.

પણ પાલનપુરના વાલ્મિકી સમાજે વિકાસની વ્યવસ્થામાં થઈ રહેલી પોતાની અવગણનાની ફરિયાદ દિલ ખોલીને કરી.

મહિલા સાથે બેઠેલી બાઇકર્સ
BBC

બનાસકાંઠાના આ વિસ્તારમાં મોટેભાગે લોકો મજૂરી કરી પોતાનું ગુજરાતન ચલાવે છે.

બનાસકાંઠાના ઉપલાઘોડા ગામના બાળકો કેમ શાળા છોડી દે છે? જુઓ શું કહે છે આચાર્ય?

બીબીસીની ટીમ ગામમાં પહોંચતા જ સ્વાગત માટે આવેલા ગ્રામવાસીઓ

ગ્રામવાસીઓ
BBC

બાઇકર મોનિકા પોતાનો અનુભવ વર્ણવી રહી છે

ઉપલાઘોડા ગામની મહિલાઓ સાથે વાત કરતી બાઇકર્સ

ગામની મહિલાઓ સાથે બાઇકર્સ
BBC

અરવલ્લીની ગિરિમાળામાં આવેલો આ વિસ્તાર જેટલો રળિયામણો છે, એટલો જ ગરીબ પણ

બનાસકાંઠાનાં ઘોડા-ગાંજી ગામમાં જ્યારે અમારી ટીમ પહોંચી ત્યારે અહીંની સ્થિતિ જોયા બાદ સૌથી વધુ આઘાત મહિલા બાઇકર્સને જ લાગ્યો હતો.

ગામમાં વાતચીત દરમિયાન મોનિકાએ કહ્યું કે તેમણે 'આવી દુનિયા' પ્રથમ વખત જોઈ છે. પોતાની બાઇક પર દેશમાં હજારો કિલોમીટર ખૂંદી વળનારાં મોનિકાએ તેમનાં ચાર દાયકાનાં જીવનમાં પ્રથમ વખત આટલી ગરીબી, આટલી નિરક્ષરતા જોઈ છે.

ઘોડા-ગાંજી બનાસકાંઠા જિલ્લાનું આદિવાસી ગામ છે. જ્યાં મોટાભાગે ભીલ આદિવાસીઓ રહે છે. ગામમાં પાકા મકાનો ખૂબ જ ઓછા છે. જે છે એમની હાલત પણ ખસ્તા છે.

મોનિકા બાઇકર્સ
BBC

ઉપલાઘોડા ગામના મિતાબહેન ગામની સમસ્યા કહી રહ્યાં છે.

મિતાબહેન
BBC

લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે બીબીસી ગુજરાતી ગામડાંઓમાં

ગુજરાતના અંતરિયાળ ગામોમાં મહિલાઓની શું સ્થિતિ છે. મહિલાઓના શું પ્રશ્નો છે, એ શહેરી મહિલાઓ દ્વારા જાણવાનો પ્રયાસ એટલે 'બીબીસીગુજરાતઓનવ્હિલ્સ.'

આ ઝૂંબેશ અંતર્ગત ગુજરાતની ચાર મહિલા બાઇકર્સ ગુજરાતના ચાર જિલ્લા, બનાસકાંઠા, મહેસાણા, આણંદ અને દાહોદની મુલાકાત લેશે. અહીંની મહિલાઓના પ્રશ્નોને વાચા આપશે.

ટ્વિન્કલ કાપડી, શ્લોકા દોશી, મોનિકા અસવાની અને લિન્સી માઇકલ આ ચાર બાઇકર્સ સાથે સફરની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદથી શરૂ થયેલો પ્રવાસ બનાસકાંઠાના અંતરિયાળ ગામોમાં પહોંચ્યો છે.

બાઇકર્સ
BBC

“અણદીઠને દેખવા, અણતલ લેવા તાગ, સતની સીમો લોપવા, જોબન માંડે જાગ.”

“અણદીઠને દેખવા, અણતલ લેવા તાગ, સતની સીમો લોપવા, જોબન માંડે જાગ.”

કવિ ઝવેરચંદ મેધાણીની આ પંક્તિઓને સાર્થક કરવાનો પ્રયાસ બીબીસી ન્યૂઝ ગુજરાતીએ હાથ ધર્યો છે. બીબીસીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ખાસ હાથ ધરી, 'બીબીસી ગુજરાતઓનવ્હિલ્સ'.

ગોવીંદને સ્કૂલે જવું છે પરંતુ પૈસાના અભાવે તે સ્કૂલે જઈ શકતો નથી.

ગોવીંદ
BBC

બીબીસી ગુજરાતીની ટીમ અને બાઇકર્સની સફર

હાલ બીબીસી ગુજરાતીની ટીમ અને બાઇકર્સ બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઉપલાઘોડા ગામમાં છે. ત્યાં તેઓ લોકોને મળી રહ્યા છે અને તેમની સમસ્યાઓ જાણવા પ્રયત્ન કરી રહ્યા છે.

અમીરગઢ તાલુકાના ઉપલાઘોડા ગામમાં પ્રાથમિક શાળા પાસે ઊભેલો ગોવીંદ

બાળક
BBC

અમારા ફેસબુક પેજ પર લોકો પોતાના પોતાની સમસ્યાઓ કહી રહ્યા છે

પારસ મોદી રસ્તો બની નથી રહ્યો તેની વાત કરી રહ્યા છે.

ફેસબુક કૉમેન્ટનો ફોટો
facebook

ગામડાં તરફ આગળ વધતી બીબીસીની સફર

અમારી સફરમાં અમે લોકોને મળ્યાં.

ગામડાંના લોકો શું કહી રહ્યા છે તે જાણવા માટે જોતા રહો અમારું આ લાઇવ પેજ.

ગામડાનો વ્યક્તિ
BBC

બીજા દિવસની સફરની શરૂઆત

બાઇકર્સ સાથેની ગામડાંની સફરને આવી રીતે શૂટ કરી રહી છે અમારી ટીમ.

View more on youtube

બનાસકાંઠામાં ગામડાંઓ ખુંદવા અમારી ટીમ તૈયાર.

બીબીસીની ટીમ
BBC

બાઇકર્સે ગઇકાલની તેમની સફર કેવી રહી તેના અનુભવો વર્ણવ્યા. સાંભળો તેઓ શું કહી રહી છે?

બાઇકર્સ સાથે ફેસબુક લાઇવ કરતા પહેલાં તૈયાર થઈ રહેલી બીબીસીની ટીમ

બીબીસી ટીમ
BBC

BBCGujaratOnWheelsની બીજા દિવસની સફરમાં તમારું સ્વાગત છે.

બીબીસી ગુજરાતીની ટીમ અને મહિલા બાઇકર્સ આજે બનાસકાંઠાના કેટલાંક ગામડાંમાં જશે. જેમાં લોકો સાથે વાત કરશે. ખાસ કરીને મહિલાઓ સાથે વાત કરશે અને તેમની વાતો જાણશે. અમારા આ લાઇવ કવરેજની સાથે સાથે તમે પણ અમારી સાથે જોડાયેલા રહેજો.

આજની સફર માટે અમારી બાઇકર્સની ટીમ તૈયાર છે. તો તમે પણ સફર કરવા માટે તૈયાર થઈ જાઓ.

સફર માટે તૈયાર મહિલા બાઇકર્સ
BBC