Got a TV Licence?

You need one to watch live TV on any channel or device, and BBC programmes on iPlayer. It’s the law.

Find out more
I don’t have a TV Licence.

સારાંશ

  1. બીબીસીની બાઇકર્સ મહેસાણાની મુલાકાતે
  2. બીબીસી બાઇકર્સ બેચરાજીનાં ગામડાં ખુંદશે
  3. સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને સ્થાપત્ય કળાની દૃષ્ટિએ મહત્વનો જિલ્લો
  4. ગુજરાતના રાજકારણ, કૃષિ, પશુપાલન અને વેપારમાં મહત્વનું સ્થાન
  5. વર્ષ 2001 મુજબ સૌથી નીચો સેક્સ રેશિયો ધરાવતો જિલ્લો

લાઇવ રિપોર્ટિંગ

તમામ દર્શાવેલ સમય UK ના છે

મહેસાણાની આજની સફર અહીં પૂર્ણ કરીએ.

ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી

વડલાની વડવાઇ ઝાલીને સાંજ હીંચકા ખાય

ને ઊડતી ધૂળનું થાય વાદળું એવું તો

ઘનઘોર કે જાણે ધણની ગાયું કણકણ થઈને ગોરજમાં વિખરાય.

-અનિલજોશી

આવતીકાલે પણ ફરી મહેસાણા જિલ્લાના લોકોની વાતો લઈને ફરી મળીશું.

View more on instagram

મહેસાણામાં શું છે સાક્ષરતાનો દર?

આ જિલ્લાનો સાક્ષરતા દર 83.61 ટકા છે. જેમાં મહિલાઓનો સાક્ષરતા દર 75.32 ટકા છે. સાક્ષરતા દર અને મહિલા સાક્ષરતા દરની દૃષ્ટિએ રાજ્યના તમામ જિલ્લાઓમાં મહેસાણા છઠ્ઠું સ્થાન ધરાવે છે.

ઘણાં એનઆરઆઈ ગુજરાતીઓના વતન મહેસાણા જિલ્લામાં છે. આ એનઆરઆઈ સમુદાયના યોગદાનની અસર જિલ્લામાં વર્તાય છે. પાટીદાર, રબારી, ઠાકોર અને ચૌધરી સમાજની વસતિ છે.

ગ્રામીણ વિસ્તારોની મોટાભાગની વસતિ ખેતી અને પશુપાલન દ્વારા અર્થોપાર્જન કરે છે.

બાળકીઓ
BBC

ગુજરાતમાં નોકરી અંગે શું કહે છે વિજયભાઈ?

જરા હિંચકીં લઈએ....

આજે બીબીસી ગુજરાતીની બાઇકર્સ મહેસાણા જિલ્લામાં છે. ત્યારે થોડું મહેસાણા જિલ્લા વિશે

વર્ષ 2011ની વસતિ ગણતરી પ્રમાણે મહેસાણા જિલ્લાની કુલ વસતિ 20,53,064 લોકોની છે. જેમાં મહિલાઓની સંખ્યા 9,78,544 છે અને પુરુષોની સંખ્યા 10,56,520ની છે. જિલ્લાના 15,20,734 લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે.

વર્ષ 2001માં અહીં દેશમાં સૌથી ઓછો સ્ત્રી-પુરુષનું વસતી પ્રમાણ હતું.

ચાઈલ્ડ સેક્સ રેશિયો એટલે કે બાળ જાતિપ્રમાણની દૃષ્ટિએ મહેસાણા રાજ્યમાં તળિયેથી બીજા ક્રમાંકે છે. અહીં ચાઈલ્ડ સેક્સ રેશિયો 842 છે એટલે કે 1000 બાળકોની સરખામણીએ 842 બાળકીઓ છે.

આ ઘટનાને 'સૂર્યનગરીના આંગણે અંધારુ' એવું રુપક આપી શકાય. મહેસાણા જિલ્લામાં દસ તાલુકા અને 606 ગામડાં છે.

અમારે છોકરીઓને કઈ રીતે ભણાવવી?

હાલા બીબીસી ગુજરાતીની બાઇકર્સ મહેસાણા જિલ્લાના કકાસણા ગામમાં પહોંચી છે. અહીં લોકોને મળીને તેમની સમસ્યાઓ જાણશે.

મહેસાણા જિલ્લાનાં ગામડાં તરફ આગળ વધતી બીબીસી બાઇકર્સની સફર

બાઇકર્સ
BBC

બનાસકાંઠાની સફરની વાત...

બીબીસીની સફરમાં તમે સાથે રહો અને માણતા રહો ગ્રામિણ જીવનની ઝલક

સફરની શરૂઆતની સાથે મહેસાણા જિલ્લા વિશે થોડી માહિતી

ગુજરાતની ઉત્તરે આવેલો મહેસાણા જિલ્લો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન છે.

તેમનું ગામ વડનગર ગુજરાતમાં સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને સ્થાપત્ય કળાની દૃષ્ટિએ મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

હાલ ગુજરાતના રાજકારણમાં સત્તાધિશો માટે પડકારરૂપ બની ગયેલા પાટીદાર યુવાન હાર્દિક પટેલનો સામાજિક, રાજકીય ઉદય પણ મહેસાણા જિલ્લાના વિસનગર ગામમાં કરેલી પહેલી સભાથી જ થયો હતો.

જો કે મહેસાણાની ઓળખ આ બે ઘટનાઓ નથી.

પરંતુ અહીંના સતત કાર્યશીલ, અત્યંત મહેનતું લોકો ઉપરાંત જ્ઞાતિ, સમાજ અને ઉદ્યોગોનું એકબીજા સાથે ખૂબ જ મજબૂતીથી ગુંથાયેલું સામાજિક માળખું એ મહેસાણાનો મિજાજ છે.

ગુજરાતના રાજકારણ, કૃષિ, પશુપાલન, નિકાસ અને વેપારમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

ખેતીમાં કામ કરતા ખેડૂત
Getty Images

સફર શરૂ કરતા પહેલાં ચર્ચા કરી રહેલી બીબીસી ગુજરાતીની ટીમ..

ટીમ
BBC

બનાસકાંઠાની સફર બાઇકર્સની નજરે

ફેસબુક લાઇવમાં બાઇકર્સે તેમના અનુભવો વર્ણવ્યા હતા.

View more on facebook

બનાસકાંઠા બાદ આજે મહેસાણાનો મિજાજ પારખશે બીબીસીની બાઇકર્સ

સુપ્રભાત. બનાસકાંઠાની સફર પૂર્ણ કરીને આજે બીબીસી ગુજરાતીની બાઇકર્સ મહેસાણા જિલ્લાનાં ગામડાંની મુલાકાત લેવા માટે જઈ રહી છે.

સફરની શરૂઆત માટે તૈયાર બાઇકર્સ.. તો તમે પણ અમારી સાથે આ સફર કરવા માટે તૈયાર થઈ જાઓ.

બાઇકર
BBC