Got a TV Licence?

You need one to watch live TV on any channel or device, and BBC programmes on iPlayer. It’s the law.

Find out more
I don’t have a TV Licence.

લાઇવ રિપોર્ટિંગ

તમામ દર્શાવેલ સમય UK ના છે

  1. ટીમ બીબીસી ગુજરાતી

    નવી દિલ્હી

    મતદાતાની તસવીર

    સોમવારે ગુજરાતમાં વિધાનસભાની છ બેઠક ઉપર પેટાચૂંટણી યોજાઈ.

    વધુ વાંચો
    next
  2. મતદાન

    લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં દેશની 117 બેઠકો પર સરેરાશ 67 ટકા મતદાન થયું છે.

    વધુ વાંચો
    next
  3. ગુજરાતમાં 63.68 ટકા મતદાન

    રાત્રે 10 વાગ્યા સુુધી પ્રાપ્ત થતા મતદાનના આંકડા પ્રમાણે ગુજરાત રાજ્યની 26 બેઠકો પર 63.68 ટકા મતદાન નોંધાયું હતું.

    2014ની લોકસભાની ચૂંટણીમાં 63.31 ટકા મતદાન નોંધાયું હતું, એટલે કે આ વર્ષે મતદાનનું પ્રમાણ પાછલી લોકસભાની ચૂંટણી કરતાં 0.37 ટકા વધ્યું છે.

    • ગુજરાતમાં સૌથી વધારે મતદાન વલસાડ બેઠક પર 74.09 ટકા નોંધાયું છે.
    • સૌથી ઓછું મતદાન અમરેલી બેઠક પર 55.73 ટકા નોંધાયું છે.
    • ગુજરાત સહિત દેશની 117 બેઠકો પર 66 ટકા મતદાન નોંધાયું હતું.
  4. રાત્રીના 9 વાગ્યા સુધીના મતદાનના આંકડા

    • ગુજરાતમાં અત્યાર સુધી 63.67 ટકા મતદાન થયું છે
    • વલસાડમાં સૌથી વધારે 74.09 ટકા મતદાન થયું છે
    • અમરેલીમાં સૌથી ઓછું 55.73 ટકા મતદાન થયું છે
    • દેશમાં ત્રીજા તબક્કાનું સરેરાશ 65.71 ટકા મતદાન થયું છે
    • હજી મતદાનના આંકડા અપડેટ થઈ રહ્યા છે.
  5. ટીમ બીબીસી ગુજરાતી

    નવી દિલ્હી

    રાહુલ ગાંધીની તસવીર

    ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી આ બેઠક ઉપરથી ઉમેદવાર છે.

    વધુ વાંચો
    next
  6. ગુજરાતમાં ક્યાં કેટલું મતદાન?

    • હજી મતદાનના અંતિમ આંકડા આવ્યા નથી, મતદાનની ટકાવારી અપડેટ થઈ રહી છે.
    • ગુજરાતમાં વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં સરેરાશ 63.31 ટકા મતદાન થયું હતું.
    • ગત ચૂંટણીનો રેકર્ડ તૂટી ગયો છે, અત્યાર સુધીના આંકડા પ્રમાણે 63.57 ટકા મતદાન થયું છે.
  7. ટીમ બીબીસી ગુજરાતી

    નવી દિલ્હી

    સ્ટ્રૉંગરૂમની તસવીર

    ઇવીએમની સુરક્ષા માટે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર નક્કી કરવામાં આવી છે.

    વધુ વાંચો
    next
  8. ચૂંટણીપંચે મતદાન બાદ શું કહ્યું?

    ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ હાલ ચૂંટણીપંચે પત્રકાર પરિષદ યોજી હતી જેના મહત્ત્વના મુદ્દાઓ :

    • ગુજરાતના ચૂંટણી કમિશનરે કહ્યું કે ગુજરાતમાં હાલના આંકડા પ્રમાણે સરેરાશ 62.36 ટકા મતદાન થયું છે.
    • ગુજરાતમાં થયેલા મતદાનમાં કુલ 43 ફરિયાદો મળી હતી.
    • અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે ફરિયાદો મળી હતી.
    • વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શૉ મામલે કૉંગ્રેસની ફરિયાદ મળી હતી. જોકે, તેમાં આચારસંહિતાનો ભંગ થયો નથી.
  9. તમે આ વાત જાણો છો ખરા?

    ગાર્ફિક્સ
  10. દેશભરમાં ક્યાં કેટલું મતદાન?

    • દેશભરમાં હાલ મળતા આંકડા પ્રમાણે સરેરાશ 63 ટકા જેટલું મતદાન થયું છે.
    • પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 79 ટકા જેટલું મતદાન નોંધાયું છે.
    • જમ્મુ-કાશ્મીરમાં સૌથી ઓછું 12 ટકા જેટલું મતદાન થયું છે.
    • હજી મતદાનના અંતિમ આંકડા આવવાના બાકી છે.
  11. મતદાન પૂર્ણ : ક્યાં કેટલું મતદાન?

    • ગુજરાતમાં ત્રીજા તબક્કામાં આજે તમામ 26 બેઠકો પર મતદાન થયું હતું.
    • સવારે સાત વાગ્યે શરૂ થયેલું મતદાન સાંજે છ વાગ્યે પૂર્ણ થયું હતું.
    • મોટા ભાગે ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું.
    • અત્યાર સુધીના પ્રાપ્ય આંકડાઓ પ્રમાણે ગુજરાતનું સરેરાશ મતદાન 60.25 ટકા થયું છે.
    • જ્યારે સમગ્ર દેશમાં કુલ 117 બેઠકો પર મતદાન યોજાયું હતું.
  12. ગુજરાતમાં મતદાન દરમિયાન સવારથી અત્યાર સુધી શું થયું?

    • વડા પ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરતાં પહેલાં ગાંધીનગર સ્થિત ઘરે તેમનાં માતા હીરાબાની મુલાકાત લેવા પહોંચ્યા હતા.
    • ભાજપ અધ્યક્ષ અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું હતું.
    • પ્રારંભિક તબક્કાથી ગ્રામ્ય વિસ્તારની બેઠકો પર મતદાનની ટકાવારી તુલનામાં સારી નોંધાઈ હતી.
    • શહેરોમાં અને વિશેષ કરીને અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠક પર મતદાનની ટકાવારી ઓછી નોંધાઈ હતી.
    • બપોરે 2 વાગ્યા બાદ મતદાનના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો હતો.
    • પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં રાજકીય પક્ષોના સમર્થકો વચ્ચે અથડામણની ઘટનાઓ નોંધાઈ હતી.
    • રાહુલ ગાંધી વિરુદ્ધ એનડીએના ઉમેદવારે ચૂંટણીપંચને આચારસંહિતા ભંગની ફરિયાદ કરી હતી.
    • ગીરના જંગલમાં એકમાત્ર મતદાર માટે અલાયદું મતદાનમથક ઊભું કરાયું હતું, જ્યાં 100 ટકા મતદાન નોંધાયું હતું.
    • મતદાન વચ્ચે અભિનેતા સની દેઓલ ભાજપમાં જોડાયા હતા.
  13. કચ્છમાં અત્યાર સુધીમાં સૌથી ઓછું મતદાન

    • ગુજરાતમાં અત્યાર સુધીના પ્રાપ્ત આંકડા પ્રમાણે 58.81 ટકા મતદાન થયું છે.
    • બારડોલી બેઠક પર અત્યાર સુધીનું સૌથી વધારે મતદાન 68.99 ટકા નોંધાયું છે.
    • જ્યારે સૌથી ઓછું મતદાન કચ્છ બેઠક પર 51 ટકા નોંધાયું છે.
  14. ગીરના જંગલમાં એક મતદાર માટે અલાયદું મતદાનમથક

    ગીરના જંગલમાં એકમાત્ર મતદાર માટે અલાયદું મતદાનમથક ઊભું કરવામાં આવ્યું હતું.

    અહીં એકમાત્ર મતદાર ભરતદાસ બાપુ મતદાન કરવા પહોંચતા 100 ટકા મતદાન નોંધાયું હતું.

    View more on twitter
  15. છોટા ઉદેપુર બેઠક પર અત્યાર સુધીમાં સૌથી વધારે મતદાન

    • ગુજરાતમાં અત્યાર સુધીના પ્રાપ્ત આંકડા પ્રમાણે 53.14ટકા મતદાન થયું છે.
    • છોટા ઉદેપુર બેઠક પર અત્યાર સુધીનું સૌથી વધારે મતદાન 62.97 ટકા નોંધાયું છે.
    • જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદર બેઠક પર 43.02 ટકા નોંધાયું છે.
    મતદાન
  16. મહેસાણામાં ગરમીના કારણે બપોરે મતદાન ઘટ્યું

    SMS Message: મહેસાણામાં મતદાન ઘટવા પાછળ ગરમી અને પક્ષપલટુ નેતાઓ કારણભૂત રહ્યાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હોમ પીચ ગણાતા મહેસાણામાં લોકો મતદાન પ્રત્યે ઉદાસીન દેખાયા હતા. વડનગરમાં સવારથી મતદાન શરૂ થયું હતું પરંતુ અહીં દિવસમાં એક જ વખત પાણી આવે છે, એટલે પાણી આવવાના સમયે લોકો મતદાન કરવાનું છોડીને પાણી ભરવા જતા રહ્યા હતા. જેના કારણે અચાનક મતદાન ઓછું થયું હતું. વિસનગરમાં પટેલ મતદારોમાં ભારે ઉદાસીનતા જોવા મળી. સવાલા અને કંસારાકુઈ ગામમાં પણ ભારે નારાજગી જોવા મળી. from ભાર્ગવ પરીખ, સહયોગી સંવાદદાતા, બીબીસી ગુજરાતી
    ભાર્ગવ પરીખ, સહયોગી સંવાદદાતા, બીબીસી ગુજરાતી
  17. બપોરે 3.30 બાદ મતદાનમાં ઘટાડો

    બપોરે 3.30 બાદ મતદાન ધીમું પડ્યું હતું, 50.32 ટકાથી વધીને મતદાન અત્યાર સુધી માંડ 50.40 ટકા સુધી પહોંચ્યું છે.

    • બારડોલી બેઠક પર અત્યાર સુધીનું સૌથી વધારે 58.56 ટકા મતદાન નોંધાયું છે.
    • જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદર બેઠક પર 42.09 ટકા નોંધાયું છે.