Got a TV Licence?

You need one to watch live TV on any channel or device, and BBC programmes on iPlayer. It’s the law.

Find out more
I don’t have a TV Licence.

સારાંશ

  1. મોટા ભાગના ઍક્ઝિટ પોલનાં તારણમાં NDAને બહુમત
  2. ગુજરાતમાં ભાજપને 24થી 26 બેઠકનું અનુમાન
  3. ઉત્તર પ્રદેશમાં ભાજપને જે નુકસાન થશે તે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાંથી ભરપાઈ કરશે
  4. અંતિમ તબક્કામાં સાંજે સાત વાગ્યા સુધી સરેરાશ 61.92% મતદાન

લાઇવ રિપોર્ટિંગ

તમામ દર્શાવેલ સમય UK ના છે

  1. Post update

    ઍક્ઝિટ પોલ્સનાં અનુમાનો કેટલાં ખરાં રહ્યાં અને કેટલાં ખોટાં, તે અંગે તા. 23મી મેના મતગણતરી થશે, ત્યારે માલૂમ પડશે.

    અપડેટ્સ માટે જોડાયેલા રહો બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે

    તમે અમને ફેસબુક,ઇન્સ્ટાગ્રામ,યૂટ્યૂબઅનેટ્વિટરપર ફોલો કરી શકો છો

    23મી મેના ફરી મળીશું.

    મૂનમૂન સેન તથા તેમની પુત્રીઓની તસવીર
  2. ઍક્ઝિટ પોલ્સનું વિહંગાવલોકન

    અત્યાર સુધીના ઍક્ઝિટ પોલ્સ પર નજર કરીએ તો ટાઇમ્સ નાઉ-VMRનું અનુમાન છે કે એનડીએને 306, યૂપીએને 132 તથા અન્યને 104 બેઠક મળશે.

    સી-વોટરનો અંદાજ છે કે એનડીએને 287, યૂપીએને 128 તથા અન્યને 127 બેઠક મળશે.

    જન કી બાતનું અનુમાન છે કે એનડીએને 305, યૂપીએને 124 તથા અન્યને 113 બેઠક મળશે તેવી શક્યતા છે.

    ન્યૂઝ નેશને કરાવેલા સરવેનું તારણ છે કે એનડીએને 286, યૂપીએને 122 તથા અન્યને 134 બેઠક ઉપર વિજય મળશે.

    જ્યારે એબીપીના અનુમાન મુજબ, એનડીએને 267, યૂપીએને 127 તથા અન્યને 148 બેઠક મળી શકે છે.

    નરેન્દ્ર મોદીની તસવીર
  3. ઍક્ઝિટ પોલ્સનાં મુખ્ય નિષ્કર્ષ

    વિવિધ મીડિયા હાઉસ દ્વારા કરાવવામાં આવેલાં સર્વે પર નજર કરીએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરી એક વખત ભાજપની સરકાર બનતી જણાય છે.

    યૂપીએનું પ્રદર્શન ગત વખતની સરખામણીએ સુધરશે, પરંતુ આ યુતિ બહુમતીથી ખૂબ જ દૂર રહેશે.

    ગુજરાતમાં ભાજપને 22થી 26 અને કૉંગ્રેસને 0-4 બેઠકો મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

    ઉત્તર પ્રદેશમાં ભાજપ ગત વખત જેવું જ્વલંત પ્રદર્શન નહીં કરી શકે, પરંતુ ત્યાંથી પડનારી ખોટ ઓડિશા તથા પશ્ચિમ બંગાળમાંથી ભરપાઈ કરી શકશે, તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

    મહિલા મતદારોની તસવીર
  4. 'ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠક જીતશે'

    ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ઍક્ઝિટ પોલ્સનાં તારણો ઉપર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે 'ગુજરાતીઓ ફરી એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનાવવા માગે છે અને તમામ 26 બેઠક ઉપર ભાજપનો વિજય થશે.'

    View more on twitter
  5. યૂપીના ઍક્ઝિટ પોલ

    રિપબ્લિક ટીવી-CVoterના સર્વે પ્રમાણે, ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધનને વધારે બેઠકો મળવાનું અનુમાન છે.

    ભાજપ+ 38

    કૉંગ્રેસ+ 2

    મહાગઠબંધન 40

  6. ચાણક્યના ઍક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને બહુમત

    ન્યૂઝ 24 અને ચાણક્યના ઍક્ઝિટ પોલનું અનુમાન છે કે ભાજપ+ને બહુમતી મળી શકે છે. 2014ના તમામ ઍક્ઝિટ પોલ્સમાં ચાણક્યનાં અનુમાન વાસ્તવિક પરિણામની નજીક રહ્યાં હતાં.

    ભાજપ+ 350

    કૉંગ્રેસ+ 95

    અન્ય 97

  7. 'થોડા દિવસ ધીરજ રાખો'

    ઍક્ઝિટ પોલ્સ આવ્યા તે પહેલાં જ વરિષ્ઠ પત્રકાર તુફૈલ અહમદે લખ્યું હતું કે, 'ગઈ કાલે જ ઑસ્ટ્રેલિયામાં ઍક્ઝિટ પોલ્સની હાર થઈ છે. માટે થોડા દિવસ ધીરજ રાખો. ચૂંટણીની બાબતમાં સામાન્ય ઉત્સાહિત નાગરિક જેટલું જાણે છે, એટલી જ સમજ આ સર્વે કરાવનારાઓની છે.'

    View more on twitter
  8. પશ્ચિમ બંગાળના ઍક્ઝિટ પોલ

    એબીપી-CSDSનું અનુમાન છે કે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસ વધારે બેઠકો જીતી શકે છે.

    ભાજપ 16

    કૉંગ્રેસ 2

    ટીએમસી 24

  9. ઍક્ઝિટ પોલ્સ ઉપર સર્વાંગી નજર

    અત્યાર સુધીનાં ઍક્ઝિટ પોલ્સ ઉપર નજર કરીએ તો ટાઇમ્સ નાઉ - VMRનું અનુમાન છે કે એનડીએને 306, યૂપીએને 132 તથા અન્યને 104 બેઠક મળશે.

    સી-વોટરનો અંદાજ છે કે એનડીએને 287, યૂપીએને 128 તથા અન્યને 127 બેઠક મળશે.

    જન કી બાતનું અનુમાન છે કે એનડીએને 305, યૂપીએને 124 તથા અન્યને 113 બેઠક મળશે તેવી શક્યતા છે.

    ન્યૂઝ નેશને કરાવેલા સરવેનું તારણ છે કે એનડીએને 286, યૂપીએને 122 તથા અન્યને 134 બેઠક ઉપર વિજય મળશે.

    જ્યારે એબીપીના અનુમાન મુજબ, એનડીએને 267, યૂપીએને 127 તથા અન્યને 148 બેઠક મળી શકે છે.

    મતદાનની પ્રતીકાત્મક તસવીર
  10. Exit Polls : ગુજરાતનો ગઢ કોણ જીતશે?

    ઍક્ઝિટ પોલ
  11. બિહારના ઍક્ઝિટ પોલ

    ટાઇમ્સ નાઉ - VMRનાં તારણ મુજબ, એનડીએને 30 અને યૂપીએને 10 બેઠક મળી શકે છે. જ્યારે જન કી બાતના અનુમાન મુજબ એનડીએને 29, યૂપીએને 10 તથા અન્યને એક બેઠક મળે તેવી શક્યતા છે. જ્યારે સીવોટરનું અનુમાન છે કે એનડીએને 33 તથા યૂપીએને 7 બેઠક મળશે.

    નરેન્દ્ર મોદી તથા નીતીશ કુમારની તસવીર
  12. પરિણામ અલગ હશે - કૉંગ્રેસ

    કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય ઝાએ ટ્વીટ કરીને કહ્યું કે 'આ ઍક્ઝિટ પોલ હસી કાઢવા જેવાં છે. જ્યારે મતગણતરી થશે, ત્યારે એનડીએ કરતાં યૂપીએ આગળ હશે.'

    View more on twitter
  13. ABP પ્રમાણે દિલ્હીમાં BJPને 5 બેઠક

    એબીપી-CSDSના સર્વે પ્રમાણે રાજધાની દિલ્હીમાં ભાજપ આગળ રહે એવો અંદાજ છે.

    ભાજપ 5

    કૉંગ્રેસ 1

    આપ 1

  14. અત્યાર સુધીના Exit Pollનાં તારણ

    મોટા ભાગના ઍક્ઝિટ પોલનાં તારણ મુજબ, ભાજપ સરળતાથી સરકાર બનાવી શકશે અને નરેન્દ્ર મોદી ફરી એક વખત વડા પ્રધાન બનશે.

    ગુજરાતમાં ભાજપને કુલ 24થી 26 બેઠક મળી શકે છે. ગત વખતે ભાજપને તમામ 26માંથી 26 બેઠક મળી હતી.

    ઉત્તર પ્રદેશમાં ભાજપને નુકસાન થશે, જેની આંશિક ભરપાઈ પશ્ચિમ બંગાળમાંથી કરી શકશે.

    નરેન્દ્ર મોદીના સમર્થકની તસવીર
  15. ટાઇમ્સ નાઉ પ્રમાણે ભાજપને બહુમતનો અંદાજ

    ટાઇમ્સ નાઉ-VMR ભાજપને બહુમત મળે એવો અંદાજ છે.

    ભાજપ+ 306

    કૉંગ્રેસ+ 132

    અન્ય 104

    કુલ 542

  16. મહારાષ્ટ્રના ઍક્ઝિટ પોલ

    ટાઇમ્સ નાઉ - VMRનાં તારણ પ્રમાણે, એનડીએને 38 તથા યૂપીએને 10 બેઠક મળે તેવી શક્યતા છે. Cvoterના અનુમાન મુજબ, એનડીએને 34 તથા યૂપીએને 14 બેઠક મળે તેવી સંભાવના છે. જ્યારે જન કી બાતના અનુમાન મુજબ એનડીએને 37, યૂપીએને 10 તથા અન્યને એક બેઠક મળશે તેવો અંદાજ છે. નિલ્સનના અનુમાન મુજબ, એનડીએને 34 અને યૂપીએને 14 બેઠક મળે તેવું અનુમાન છે. માય ઍક્સિસના અંદાજ પ્રમાણે, એનડીએને 40 તથા યૂપીએને આઠ બેઠક મળશે તેવું અનુમાન છે.

    છત્રપતિ શિવાજી ટર્મિનસની તસવીર