Got a TV Licence?

You need one to watch live TV on any channel or device, and BBC programmes on iPlayer. It’s the law.

Find out more
I don’t have a TV Licence.

લાઇવ રિપોર્ટિંગ

તમામ દર્શાવેલ સમય UK ના છે

  1. અરુણાચલ પ્રદેશના ધારાસભ્ય તિરોંગ સહિત 11 લોકોની હત્યા

    અરુણાચલ પ્રદેશના તિરાપ જિલ્લામાં કથિત ઉગ્રવાદીઓએ નેશનલ પીપલ્સ પાર્ટીના ધારાસભ્ય તિરોંગ એબો સહિત 11 લોકોની હત્યા કરી છે.

    તિરોંગ મુખ્ય મંત્રી કૉનરાડ સંગમાની પાર્ટીના ધારાસભ્ય હતા.

    આ ઘટનામાં ધારાસભ્ય તિરોંગ એબોના દીકરાનું પણ મૃત્યુ થયું છે.

    અરુણાચલ પ્રદેશના ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, “હું આ ઘટનાની નિંદા કરું છે. આ પ્રકારની ઘટના ક્યારેય બની નથી. આ ઘટનામાં તપાસ કરવી ખૂબ જ મહત્વની છે. કોઈ રાજકીય વિરોધીએ આ કર્યું હશે.”

    ધારાસભ્ય અબોહ
  2. જખૌ બંદર નજીકથી ડ્રગ્સનો રૂપિયા 500 કરોડનો જથ્થો પકડાયો

    ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ત્રણ મહિનામાં ત્રીજી વખત દરિયામાંથી ડ્રગ્સ કબજે કર્યું.

    કચ્છના જખૌ બંદર પાસેથી ભારતીય કોસ્ટગાર્ડે ડ્રગ્સના 194 પૅકેટ કબજે કર્યાં છે. અંદાજે 400-500 કરોડ રૂપિયાનો આ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાની ફિશિંગ બોટ ‘અલ મદીના’માંથી પકડી પાડવામાં આવ્યો છે.

    સાત બેગની અંદર ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે 13 જણાની ધરપકડ કરીને તેમને જખૌ લાવવામાં આવ્યા છે.

    કોસ્ટગાર્ડ વેસ્ટર્ન બેલ્ટના આઈજી અશોક પાલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ‘અલ મદીના નામની ફિશિંગ બોટમાંથી 194 પૅકેટ ડ્રગ્સ પકડ્યું છે. 20મી મેના રોજ સાંજે સાત વાગ્યે ઇન્ટેલિજન્સ મારફતે મળેલી બાતમીના આધારે કોસ્ટગાર્ડે હેલિકૉપ્ટર અને બે ઇન્ટરસેપ્ટર બોટ દોડાવી,અલ મદીનાને ઘેરીની પકડી પાડી હતી.’

    IMBL એટલે કે ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન (આંતરરાષ્ટ્રીય જળસીમા) પ્રમાણે ભારતના વિસ્તારમાંથી આ બોટ પકડી પાડવામાં આવી છે. બે દિવસ પહેલા પણ BSF દ્વારા એક પાકિસ્તાની બોટ પકડી પાડવામાં હતી જેમાં બે જણની ધરપકડ કરવામાં આવી હતી અને 11 લોકો નાસી છૂટ્યા હતા.

    આ પહેલા જખૌની બોર્ડર પરથી કોસ્ટગાર્ડ અને ATSએ (એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડ) ભેગા મળીને માર્ચ 2019માં પણ 100 કિલો ડ્રગ પકડી પાડ્યું હતું.

    ભારતીય કોસ્ટ ગાર્ડે કરેલું ઓપરેશન
    View more on twitter
  3. વિવેક ઓબેરૉયે માફી માગી, વિવાદિત ટ્ટીટ ડિલીટ કર્યું

    વિવેકે ઓબેરૉયે રવિવારે કરેલા ટ્ટીટ બાદ વિવાદ થતાં હવે માફી માગી છે અને પોતાનું ટ્ટીટ ડિલીટ કરી દીધું છે.

    ઍક્ઝિટ પોલ પર વિવેક ઓબેરૉયે ટ્ટિટર પર એક મીમ સાથે ટ્ટીટ કર્યું હતું. જેમાં ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, અભિ-એશની પુત્રી આરાધ્યા, સલમાન ખાન અને વિવેક ઓબેરૉય ખુદ પણ હતા.

    આ મીમ પર વિવાદ થતાં પહેલાં તો વિવેકે માફી માગવાની ના પાડી હતી અને કહ્યું હતું કે મેં કંઈ ખોટું કર્યું નથી.

    જોકે, મંગળવારે સવારે તેમણે ટ્ટીટ કરીને માફી માગી લીધી હતી.

    તેમણે ટ્ટીટમાં લખ્યું છે કે જો એક મહિલાને પણ મારા ટ્ટીટથી દુખ પહોંચ્યું છે તો પણ તે ખોટું છે. માફી માગું છું અને ટ્ટીટ ડિલીટ કરી દીધું છે.

    વિવિકે ઓબેરૉયને આ વિવાદિત ટ્ટીટ બદલ રાષ્ટ્રીય મહિલા આયોગ અને મહારાષ્ટ્ર મહિલા આયોગ દ્વારા નોટિસ મોકલવામાં આવી હતી.

    આના પર વિવાદ થતાં સોશિયલ મીડિયામાં વિવેક ટ્રૉલ થયા હતા અને અગાઉ રવિવારે વિવાદ થયા તેમણે આ મામલે માફી માગવાની ના પાડી દીધી હતી.

    View more on twitter
  4. ધોરણ 10નું પરિણામ જાહેર, સુરત જિલ્લો પ્રથમક્રમે

    મંગળવારે ગુજરાત સ્ટેટ ઍજ્યુકેશન બોર્ડ દ્વારા માર્ચ-2019માં લેવાયેલી SSCની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. રાજ્યનું સરેરાશ પરિણામ 66.97% આવ્યું છે.

    પરીક્ષામાં 62.83% છોકરાઓ પાસ થયા હતા, જ્યારે છોકરીઓનું પરિણામ 72.64% રહ્યું છે.

    79.63% પરિણામ સાથે સુરત જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે. ગત વખતે પણ સુરત જિલ્લો 80.06 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો હતો.

    સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર જિલ્લાનું આવ્યું છે. કુલ પરીક્ષાર્થીઓમાંથી 46.38% ઉત્તીર્ણ થયા છે.

    ગીર-સોમનાથ જિલ્લાનું સુપાસી કેન્દ્ર 95.56% પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યું છે. ગીર-સોમનાથનું જ તડ કેન્દ્ર 17.63% પરિણામ સાથે સૌથી નીચેના ક્રમે રહ્યું હતું.

    ગુજરાતી માધ્યમનાં પરીક્ષાર્થીઓનું પરિણામ 64.58%, અંગ્રેજી માધ્યમનું પરિણામ 88.11% અને હિંદી માધ્યમનું પરિણામ 72.66% આવ્યું છે.

    માર્ચ-2018માં લેવાયેલી પરીક્ષામાં સરેરાશ 67.50 ટકા પરિણામ આવ્યું હતું.

    • કુલ પરીક્ષાર્થી 8,22,823
    • પાસ થયેલાં પરીક્ષાર્થી 5,51,023
    • 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 366
    • 0% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 63
    • 30% કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 995
    • ફેર પરીક્ષાનું પરિણામ 17.23%
    • ખાનગી ઉમેદવારોનું પરિણામ 10.13%
    પરિણામ