Got a TV Licence?

You need one to watch live TV on any channel or device, and BBC programmes on iPlayer. It’s the law.

Find out more
I don’t have a TV Licence.

લાઇવ રિપોર્ટિંગ

તમામ દર્શાવેલ સમય UK ના છે

  1. બ્રેકિંગ36 રને ભારતે મૅચ જીત્યો

    વર્લ્ડ કપની બીજી મૅચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 36 રને પરાજય આપ્યો હતો. 353 રનનો લક્ષ્યાંક પાર પાડવા માટે મેદાનમાં ઉતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમ 50 ઓવરમાં 316 રન બનાવીને ઑલ આઉટ થઈ ગઈ હતી.

    વિજેતા ભારતીય ખેલાડીઓની તસવીર
  2. છેલ્લી ઓવરમાં નવમી વિકેટ

    છેલ્લી ઓવરના પહેલા બૉલે મિચેલ સ્ટાર્ક ત્રણ રન બનાવીને આઉટ થયા હતા. પાંચ રનમાં ઑસ્ટ્રેલિયાએ 40 રન બનાવવાના હતા.

    આ પહેલાં ઍલેક્સ કૈરીએ 25 બૉલમાં 50 રન ફટકારીને ભારતની ચિંતાઓ વધારી દીધી હતી.

    View more on twitter
  3. આઠ વિકેટે 300 રન

    47મી ઓવરમાં ઑસ્ટ્રેલિયાએ 300 રનનો આંક વટાવ્યો હતો. 47મી ઓવરના છેલ્લા બૉલે બુમરાહે પૈટ કમિન્સની વિકેટ લઈને ઑસ્ટ્રેલિયાને આઠમો આંચકો આપ્યો હતો.

    View more on twitter
  4. નાથન કુલ્ટર નાઇલ આઉટ

    કુલ્ટર નાઇલના સ્વરૂપમાં ઑસ્ટ્રેલિયાની સાતમી વિકેટ પડી હતી. બમરાહે કુલ્ટરને ચાર રને આઉટ કર્યા હતા. એ સમયે ઑસ્ટ્રેલિયાને વિજય માટે 30 બૉલમાં 69 રનની જરૂર હતી.

    બૅટ્સમેનની તસવીર
  5. ભુવનેશ્વર કુમારે લીધી વધુ એક વિકેટ

    ભુવનેશ્વર કુમારે 40મી ઓવરના છેલ્લા બૉલે મારકસ સ્ટોયનિસને ઝીરો રને બૉલ્ડ કર્યા હતા. આ તબક્કે ઑસ્ટ્રેલિયાને વિજય માટે 60 બૉલમાં 115 રનની જરૂર હતી.

    View more on twitter
  6. ભારતે DRS લીધું

    ભુવનેશ્વર કુમારે સ્ટિવ સ્મિથ સામે LBWની અપીલ કરી હતી, જેને અમ્પાયરે નકારી કાઢી હતી. ભારતના કૅપ્ટને આ માટે DRS લીધું હતું, જેની ઉપર અમ્પાયરે તેનો નિર્ણય બદલવો પડ્યો હતો.

    સ્મિથ 69 રન બનાવીને આઉટ થયા હતા. એ સમયે ઑસ્ટ્રેલિયાને વિજય માટે 62 બૉલમાં 115 રનની જરૂર હતી.

    View more on twitter
  7. બુમરાહે અપાવી ત્રીજી સફળતા

    જસપ્રિત બુમરાહે ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન ઉસ્માન ખ્વાજા (42 રન) બનાવીને આઉટ થયા હતા. એ સમયે ઑસ્ટ્રેલિયાને વિજય માટે 151 રનની જરૂર હતી.

  8. ઓવલના આકાશ ઉપર વાદળ

    બીબીસી સંવાદદાતા એમી લૉફ્ટહાઉસના કહેવા પ્રમાણે, હવામાન દર્શાવતી ઍપ્લિકેશનની આગાહી મુજબ ઓવલના મેદાન ઉપર વરસાદ પડવાની કોઈ શક્યતા નથી. છતાં વાદળછાયું વાતાવરણ હોવાથી પૂર્વ ક્રિકેટર્સ વરસાદ પડવાની શક્યતા અંગે ચર્ચા કરી રહ્યા છે.

    View more on twitter
  9. ઑસ્ટ્રેલિયા ટાર્ગેટથી 200 રન દૂર

    ઑસ્ટ્રેલિયાની ટીમે 29મી ઓવરમાં 153 રન બનાવ્યા હતા અને ટાર્ગેટથી 200 રન દૂર હતી. સ્ટીવ સ્મિથ (41) તથા ઉસ્માન ખ્વાજા (9) રન સાથે મેદાન ઉપર હતા.

  10. વૉર્નર સ્વરૂપે બીજી વિકેટ

    ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅન ડેવિડ વૉર્નર 56 રન બનાવીને આઉટ થયા હતા. યુજવેન્દ્ર ચહલે નાખેલા બૉલ ઉપર તેઓ આઉટ થયા હતા. ઑસ્ટ્રેલિયાએ 25 ઓવરના અંતે બે વિકેટે 134 રન ફટકાર્યા હતા.

    View more on twitter
  11. ઑસ્ટ્રેલિયાની સદી

    ઑસ્ટ્રેલિયાએ 21 ઓવરના અંતે 105 રન ફટકાર્યા હતા. એ સમયે ડેવિડ વૉર્નર અડધી સદીની નજીક હતા, જ્યારે સ્ટીવ સ્મિથ 14 રન સાથે પીચ પર હતા.

  12. ધોનીના ગ્લવ્ઝ જોયા?

    વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીએ આ પહેલાની મૅચમાં વિકેટકીપરના ગ્લવ્ઝ ઉપર રેજિમૅન્ટનું બલિદાન ચિહ્ન રાખ્યું હતું, જેની ઉપર ભારે વિવાદ થયો હતો.

    જોકે, ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં ધોનીના ગ્લવ્ઝ ઉપર તે નિશાન ન હતું. ઉલ્લેખનીય છે કે, બીસીસીઆઈએ ચિહ્ન રાખવા દેવા માટે મંજૂરી માગી હતી, પરંતુ આઈસીસીએ પરવાનગી આપી ન હતી.

    ધોનીની તસવીર
  13. ઑસ્ટ્રલિયાની પહેલી વિકેટ પડી

    ઑસ્ટ્રેલિયાની પહેલી વિકેટ પડી છે. ઓપનિગમાં આવેલા ઍરોન ફિંચ આઉટ થઈ ગયા છે. તેઓ 35 બૉલમાં 36 રન કરી હાર્દિક પંડ્યાની ઓવરમાં રનઆઉટ થયા હતા.

    View more on twitter
  14. ઑસ્ટ્રેલિયાની ધીમી શરૂઆત

    353 રનનો લક્ષ્યાંક પાર કરવા ઉતરેલી ઑસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડી સંભાળીને બૅટિંગ કરી રહી છે. છ ઓવર બાદ ઑસ્ટ્રેલિયાનો સ્કોર 18 રન ઉપર પહોંચ્યો હતો. વૉર્નરએ આઠ તથા ફિન્ચએ નવ રન બનાવ્યા.

    ભુવનેશ્વરની સ્વિંગ બૉલિંગ સામે ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન મોકળાશથી રમી નથી શકતા. તેમણે ત્રણ ઓવરમાં માત્ર છ રન આપ્યા.

    View more on twitter
  15. ઑસ્ટ્રેલિયાની ઇનિંગ શરૂ

    ઑસ્ટ્રેલિયાની ઇનિંગના પહેલા દડા ઉપર બૉલ વૉર્નરના બૅટને અડકીને સ્ટમ્પને સ્પર્શી હતી, પરંતુ વિકેટ ઉપરની બૅલ્સ પડી ન હતી, જેના કારણે તેઓ નૉટ-આઉટ રહ્યા.

    View more on twitter
  16. ભારતે 352 રનનો જુમલો ખડક્યો

    ભારતે ઑસ્ટ્રેલિયા સામે વિજય માટે 353 રનનો લક્ષ્યાંક મૂક્યો છે. છેલ્લી ઓવરમાં ભારતની બે વિકેટ પડી હતી. આ સિવાય એક છગ્ગો તથા એક ચોગ્ગો પણ લાગ્યા હતા. આમ ભારતે નિર્ધારિત 50 ઓવરમાં પાંચ વિકેટે 352 રન બનાવ્યા હતા.

    છેલ્લી ઓવરમાં ધોની 14 બૉલમાં 27 રન ફટકારીને, જ્યારે વિરાટ કોહલી 82 રન બનાવીને આઉટ થયા હતા.

    વિરાટ કોહલીની તસવીર
  17. હાર્દિક પંડ્યા અર્ધસદી ચૂક્યા, ભારત 300ને પાર

    હાર્દિક પંડ્યા 46મી ઓવરમાં 48 રન કરીને કૅચઆઉટ થઈ ગયા હતા, તેમના આઉટ થયા બાદ મહેન્દ્રસિંહ ધોની બૅટિંગ કરવા આવ્યા હતા.

    45.5 ઓવર બાદ ભારતનો સ્કોર ત્રણ વિકેટના નુકસાને 301 રન રહ્યો હતો.

    View more on twitter
  18. કોહલીની અર્ધસદી

    વિરાટ કોહલીએ 55 બૉલમાં 50 રન ફટકારતા અર્ધસદી પૂર્ણ કરી છે.

    રોહિત શર્માની વિકેટ બાદ કોહલી ત્રીજા ક્રમે બૅટિંગ કરવા માટે આવ્યા હતા.

    કોહલી પહેલાં રોહિત શર્માએ અર્ધસદી જ્યારે ધવને સદી ફટકારી હતી.

    વિરાટ કોહલી
  19. 117 રને 'ગબ્બર' આઉટ

    શિખર ધવન 117 રને આઉટ થયા હતા. એ સમયે ભારતનો સ્કોર 220 રન ઉપર હતો.

    કોહલીએ સામાન્ય રીતે છઠ્ઠા ક્રમે આવતા હાર્દિક પંડ્યાને ચોથા ક્રમે બોલાવ્યા હતા.

    View more on twitter
  20. ભારતની બેવડી સદી

    ભારતે 35 ઓવરના અંતે 206 રન બનાવ્યા હતા. શિખર ધવને 112 જ્યારે કૅપ્ટન વિરાટ કોહલીએ 32 રનનું યોગદાન આપ્યું હતું.

    View more on twitter