Got a TV Licence?

You need one to watch live TV on any channel or device, and BBC programmes on iPlayer. It’s the law.

Find out more
I don’t have a TV Licence.

લાઇવ રિપોર્ટિંગ

તમામ દર્શાવેલ સમય UK ના છે

  1. પી. વી. સિંઘુ બન્યાં BBC Indian Sportswoman of the Year 2019

    BBC Indian Sportswoman of the Year 2019 ઍવૉર્ડ પી. વી. સિંધુને એનાયત કરવામાં આવ્યો છે.

    પી. વી. સિંધુ
    Image caption: પી. વી. સિંધુ
  2. દોડવીરાંગના પી. ટી. ઊષાને લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડ

    દોડવીરાંગના પી. ટી. ઊષાને સૌપ્રથમબીબીસીઇન્ડિયનસ્પૉર્ટ્સવુમન-2019નો લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

    બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર લાઇફ ટાઇમ અચીવમૅન્ટ ઍવૉર્ડથી સન્માનિત થયાં પછી પી. ટી. ઊષાએ કહ્યું કે હું રેલવે સ્ટેશન પાસે ટ્રેનિંગ કરતી હતી. હાલ સ્થિતિ બદલાઈ ગઈ છે.

    View more on twitter
    રમતગમત મંત્રી કિરણ રિજિજુને હસ્તે પી. ટી. ઊષાને લાઇફટાઇમ અચિવમેન્ટ ઍવૉર્ડ
    Image caption: રમતગમત મંત્રી કિરણ રિજિજુને હસ્તે પી. ટી. ઊષાને લાઇફટાઇમ અચિવમેન્ટ ઍવૉર્ડ
  3. કિરણ રિજિજુએ કહ્યું કે લૉસ એન્જેલસ ઑલિમ્પિક સુધી ઇન્ડિયા ટોચ પર હશે.

    કિરણ રિજિજુએ કહ્યું કે લૉસ એન્જેલસ ઑલિમ્પિક સુધી ઇન્ડિયા ટોચ પર હશે.

    સૌપ્રથમબીબીસીઇન્ડિયનસ્પૉર્ટ્સવુમન-2019ની પહેલને કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું છે કે યુવા મહિલા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાની પહેલને આવકારી છે.

    એમણે કહ્યું કે નરેન્દ્ર મોદીની સરકારે ઇતિહાસ બદલવાનો પ્રયાસ કર્યો છે અને રમતગમતમાં ખાસ ધ્યાન આપ્યું છે.

    કિરણ રિજિજુ
    Image caption: કિરણ રિજિજુ
  4. BBC Indian Sportswoman of the Year 2019 : ઍવૉર્ડનો કાર્યક્રમ શરૂ

    છેવટે એ પળ આવી ગઈ જેની રાહ જોવાઈ રહી હતી. 'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટવુમન ઑફ ધ યર ફૉર 2019'ની જાહેરાત થવાની છે અને કાર્યક્રમની શરૂ થઈ ગયો છે. ભારતના રમત-ગમત અને યુવા બાબતોના મંત્રી કિરણ રિજિજુ કાર્યક્રમના મુખ્ય મહેમાન છે. આ કાર્યક્રમમાં બીબીસીના ડિરેક્ટર જનરલ ટૉની હૉલ, કૉંગ્રેસના સાંસદ શશી થરૂર સહિત અનેક અનેક મહેમાનો હાજર છે.

    View more on facebook
  5. કૉંગ્રેસ નેતા શશી થરૂરે ઍવૉર્ડ સમારંભમાં હાજરી આપી

    BBC Indian Sportswoman Of The Yearના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા કૉંગ્રેસના સાંસદ શશી થરૂર #BBCISWOTY#ChangetheGame

    શશી થરૂર અને બીબીસીના ડાયરેક્ટર જનરલ ટોની હોલ
    Image caption: શશી થરૂર અને બીબીસીના ડાયરેક્ટર જનરલ ટોની હોલ
  6. BBC Indian Sportswoman Of The Year શા માટે?

    આજે સાંજે 6.45 કલાકે BBC Indian Sportswoman Of The Yearનો કાર્યક્રમ શરૂ થશે, તેની પહેલાં જુઓ આ કાર્યક્રમનો ઉદ્દેશ શું છે અને કેવી રીતે BBC ની ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરી.#BBCISWOTY#ChangetheGame

    View more on facebook
  7. મૈથિલી ઠાકુર આપશે Indian Sportswoman Of The Year કાર્યક્રમમાં પર્ફૉમન્સ

    પ્રખ્યાત કલાકાર મૈથિલી ઠાકુર આજે BBC Indian Sportswoman Of The Year કાર્યક્રમમાં પર્ફૉમન્સ આપવાનાં છે.

    કાર્યક્રમની શરૂઆત અગાઉ તેમણે બીબીસી સંવાદદાતા સમીના શેખ સાથે વાતચીત કરી હતી. જુઓ મૈથિલી ઠાકુરે શું કહ્યું.

    View more on facebook
  8. કાર્યક્રમનું જીવંત પ્રસારણ

    બીબીસી આજે ઇન્ડિયન સ્પૉર્ટસ વુમન ઑફ ધ યર ઍવૉર્ડની જાહેર કરી રહ્યું છે. આ ઍવૉર્ડ માટેનો ખાસ કાર્યક્રમ દિલ્હીમાં તાજ હોટલમાં યોજાઈ રહ્યો છે.

    કાર્યક્રમની તૈયારીઓ જોશભેર ચાલી રહી છે. આ કાર્યક્રમ લાઇવ બીબીસી ગુજરાતી વેબસાઇટ તેમજ સોશિયલ મીડિયા પર તો જોઈ જ શકાશે. એ ઉપરાંત આ તમે કાર્યક્રમ ડેઇલીહન્ટ, હેલો, જીઓ ચેટ, ન્યૂઝપૉઇન્ટ, જીઓ ન્યૂઝ, શૅર ચેટ વગેરે ઉપર પણ જોઈ શકશો.

    View more on twitter
  9. કેવી રીતે બની બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટસ વુમન ઑફ ધ યરની ટ્રોફી

    બીબીસી આજે ઇન્ડિયન સ્પૉર્ટસ વુમન ઑફ ધ યર ઍવૉર્ડની જાહેર કરી રહ્યું છે. આ ઍવૉર્ડ માટે ખાસ ટ્રોફી બનાવવામાં આવી છે. કેવી રીતે બની આ ટ્રોફી એ તમે આ વીડિયો પર જોઈ શકો છો.

    View more on facebook
  10. Post update

    દિલ્હીની તાજ હોટલમાં એક કાર્યક્રમ દરમિયાન રવિવારે સાંજે થશે વર્ષ 2019નાં ભારતનાં સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડીના નામની જાહેરાત

    View more on twitter
  11. Post update

    દુતી ચંદ, માનસી જોષી, મેરી કોમ, પી. વી. સિંધુ અને વિનેશ ફોગટ એ પાંચ ખેલાડીઓનાં નામો છે, જેમાંથી એકને આજે બીબીસી દ્વારા 'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટવુમન ઑફ ધ યર 2019' ઍવૉર્ડ આપવામાં આવશે.

    આ માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું અને ઇંતેજારીનો અંત સાજ સુધીમાં આવી જશે.

    દિલ્હીની હોટલ તાજમાં સંબંધિત કાર્યક્રમની તૈયારી ચાલી રહી છે.

    બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટવુમન ઑફ ધ યર 2019'
  12. Post update

    આંતરરાષ્ટ્રીય મહિલાદિવસ એટલે કે આજે #BBCISWOTY ઍવૉર્ડનું એલાન થશે. અભિનેત્રી નેહા શર્મા શું કહે છે?

    View more on twitter
  13. મેરી કોમ : BBC Indian Sportswoman of the Yearનાં નૉમિની

    37 વર્ષની ઉંમરે સાત વાર વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રકો મેળવ્યા છે, ઑલિમ્પિકમાં કાંસ્ય મેળવ્યો છે (ઑલિમ્પિક મડલ મેળવનારી પ્રથમ અને એકમાત્ર બૉક્સર) અને એશિયન તથા કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે.

    Video content

    Video caption: મેરી કોમ એકમાત્ર ભારતીય બૉક્સર છે, જેમણે આઠ વખત વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીતી છે.
  14. દુતી ચંદનું 'બીબીસી ઇન્ડિયન સ્પૉટ્સવુમન ઑફ ધ યર ઍૅવૉર્ડ' માટે નામાંકન

    દુતી ચંદ 100 મીટરની મહિલાઓની દોડનાં હાલમાં ભારતનાં ચૅમ્પિયન છે. વર્ષ 2016ના સમર ઑલિમ્પિક્સમાં મહિલા 100 મીટર દોડ માટે ક્વૉલિફાઈ થયાં એ સાથે દુતી ચંદ આ સ્પર્ધામાં ક્વૉલિફાઈ થનારાં ત્રીજાં ભારતીય મહિલા દોડવીર બન્યાં.

    Video content

    Video caption: દુતી ચંદની ગણતરી 100 મિટર દોડમાં એશિયાના સૌથી ઝડપી મહિલા દોડવીર તરીકે થાય છે.
  15. Post update

    આજે 'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટવુમન ઑફ ધ યર ફૉર 2019'ની જાહેરાત થશે.

    ઍવૉર્ડ માટે દુતી ચંદ, માનસી જોષી, મેરી કોમ, પી. વી. સિંધુ અને વિનેશ ફોગટ એમ પાંચ ખેલાડીઓનું નામાંકન કરાયું હતું.

    નવી દિલ્હીની તાજ પૅલેસ હોટલ ખાતે ખેલાડીઓનાં નામની આજે સાંજે જાહેરાત કરવામાં આવશે.

    ભારતના રમત-ગમત અને યુવા બાબતોના મંત્રી કિરણ રિજિજુ કાર્યક્રમના મુખ્ય મહેમાન બનશે. આ કાર્યક્રમમાં બીબીસીના ડિરેક્ટર જનરલ ટૉની હૉલ સાથે અનેક મહેમાનો હાજર રહેશે.

    bbc sport