Got a TV Licence?

You need one to watch live TV on any channel or device, and BBC programmes on iPlayer. It’s the law.

Find out more
I don’t have a TV Licence.

લાઇવ રિપોર્ટિંગ

તમામ દર્શાવેલ સમય UK ના છે

 1. ટીમ બીબીસી ગુજરાતી

  નવી દિલ્હી

  કોરોના

  વિશ્વમાં કોરોનાના પેશન્ટની સંખ્યાની દૃષ્ટિએ દરરોજ ઘટનાક્રમ ઝડપભેર બદલાઈ રહ્યો છે.

  વધુ વાંચો
  next
 2. તેજસ વૈદ્ય

  બીબીસી સંવાદદાતા

  લૅબની પ્રતીકાત્મક તસવીર

  ચીન સહિત વિશ્વના અન્ય દેશોમાં પણ કોરોના વાઇરસની જીનોમ સિક્વન્સ શોધાઈ છે.

  વધુ વાંચો
  next
 3. તેજસ વૈદ્ય

  બીબીસી સંવાદદાતા

  અમદાવાદ

  ગુજરાતના અન્ય શહેરો કરતાં અમદાવાદમાં ચારથી પાંચગણા પૉઝિટિવ કેસ છે.

  વધુ વાંચો
  next
 4. કોરોના સારાંશ

  • ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1007 કેસ, 23નાં મોત, કુલ કેસ 13,835
  • વિશ્વભરમાં કોરોનાને કારણે મૃતકોની સંખ્યા 1,40,000 પાર પહોંચી, જ્યારે 21 લાખથી વધુ લોકો સંક્રમિત
  • અમેરિકામાં કોરોનાને કારણે મૃતકોની સંખ્યા 32,000ને પાર પહોંચી
  • આઈસીએમઆરે 81 ખાનગી પ્રયોગશાળાઓને કોવિડ-19ના ટેસ્ટ માટે મંજૂરી આપી
  • બ્રિટનમાં ત્રણ અઠવાડિયાં માટે લૉકડાઉન વધારવામાં આવ્યું, અહીં મૃતકની સંખ્યા 15,000 નજીક પહોંચી
  • અમેરિકામાં માર્ચથી અત્યાર સુધીમાં અંદાજે 2 કરોડ 10 લાખ લોકો બેરોજગાર થયા

  આજનું વાઇવ રિપોર્ટિંગ અહીં જ પૂર્ણ કરીએ છીએ, દેશ અને દુનિયાની કોરોના સંબંધિત તાજી અપડેટ્સ સાથે આવતી કાલે ફરીથી મળીશું. શુભ રાત્રિ.

 5. સ્પેન : મૃત્યુનો આંકડો 20 હજારની નજીક

  સ્પેનમાં શુક્રવારે કોરોના વાઇરસને કારણે વધુ 551 લોકોનાં મૃત્યુ થયાં છે. ગુરુવારે મૃત્યુની સંખ્યા 585 હતી.

  દેશભરમાં મૃતકોની સંખ્યા વધીને કુલ 19,478 થઈ ગઈ છે.

  મૃતકોની સંખ્યાના હિસાબે સ્પેનનું સ્થાન અમેરિકા અને ઇટાલી બાદ ત્રીજા ક્રમે છે.

  સંક્રમિત દર્દીઓની સંખ્યાના મામલે સ્પેન બીજા નંબરે છે.

  સ્પેનમાં કોરોના વાઇરસના સંક્રમણના કુલ કેસ વધીને 188,068 થઈ ગયા છે.

  સ્પેન
 6. વુહાનમાં કોરોના વાઇરસથી મૃત્યુ પામેલાં લોકોના સુધારેલાં આંકડા જાહેર

  ચીનના વુહાન શહેરમાં કોરોના વાઇરસના સંક્રમણથી મૃત્યુ પામનાર લોકોના સુધારેલા આંકડાં જાહેર કરવામાં આવ્યા છે.

  કોરોના વાઇરસ વુહાન શહેરમાં સૌથી પહેલાં અન પછી દુનિયામાં ફેલાયો.

  પહેલાં ચીને કહ્યું હતું કે વુહાન શહેરમાં 2660 લોક મૃત્યુ પામ્યા હતા.

  પરંતુ સુધારેલાં આંકડાં પ્રમાણે વુહાનમાં 1209 વધારે લોકો મૃત્યુ પામ્યા છે. એટલે કુલ મળીને વુહાન શહેરમાં કોરોના વાઇરસના હાલ સુધી 3869 લોકો મૃત્યુ પામ્યા છે.

  એનો અર્થ એ છે કે નવા આંકડા, ગત આંકડાની સરખામણીએ 45 ટકા વધ્યા છે.

  બીબીસીના રૉબિન બ્રેંટ અનુસાર આમાં તે લોકોને સામેલ કરાયા છે જેમનાં મૃત્યુ હૉસ્પિટલની બહાર થયા છે અને કેટલાંક કેસમાં મૃત્યુના સમાચાર મોડા આવ્યા છે.

  બીબીસી સંવાદદાતાનું કહેવું છે કે હવે આમાં કોઈ શંકા નથી કે ચીનમાં કોરોના વાઇરસ સાથે જોડાયેલાં આંકડા વિશે લોકોનો સંદેહ હજુ વધશે

  કોરોના વાઇરસ
 7. રૉક્સી ગાગડેકર છારા

  બીબીસી સંવાદદાતા

  ધવલ બ્રહ્મભટ્ટ

  કોરોનાકાળમાં ધવલ બ્રહ્મભટ્ટની કોમી સંવાદિતા ડહોળવા બદલ ધરપકડ કરાઈ છે.

  વધુ વાંચો
  next
 8. બ્રેકિંગભારતમાં છેલ્લા 24 કલાકમાં 1007 કેસ, 23નાં મોત

  View more on twitter

  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમણના કુલ કેસ 13,835 થયા છે.

  તેમાં 11,616 દર્દીઓમાં કોરોના વાઇરસ હજુ પણ ઍક્ટિવ છે, 452 લોકોનાં મૃત્યુ થયાં છે અને 1766 લોકો સજા થઈ ગયા છે.

  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે અગાઉ કોરોના પૉઝિટિવના કેસ ત્રણ દિવસમાં ડબલ થતા હતા અને હવે 6.2 દિવસમાં ડબલ થઈ રહ્યા છે.

  છેલ્લા 24 કલાકમાં 23 લોકોનાં મૃત્યુ થયાં છે અને 1007 નવા કેસ સામે આવ્યા છે.

  લવ અગ્રવાલે કહ્યું, "અન્ય દેશોની તુલનામાં ભારતની સ્થિતિ સારી છે. અમે ગ્લોબલ પાર્ટનર્સ સાથે કામ કરીએ છીએ, જેથી કોરોના વાઇરસ માટેની રસી મળી શકે. રાજ્યોને પાંચ લાખ ઍન્ટિ-બૉડી ટેસ્ટ કિટ વહેંચાઈ રહી છે."

  "નવી કિટથી 30 મિનિટમાં પરિણામ મળશે. કોરોનાના કેસમાં 40 ટકા ઘટાડો થયો છે, 80 ટકા દર્દીઓ સાજા થઈ રહ્યા છે. કોવિડ માટે અલગથી હૉસ્પિટલ બનાવાઈ રહી છે."

  કોવિડ માટે અલગથી 1919 હૉસ્પિટલ બનાવી છે, જેમાં 1.73 લાખ આઇસોલેશન બૅડ અને 21800 આઈસીયુ બૅડ છે.

  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને આઈસીએમઆરે શુક્રવારે પ્રેસ-કૉન્ફરન્સમાં જણાવ્યું કે દેશમાં જરૂરી વસ્તુઓ અને સેવાની સ્થિતિ નિયંત્રણમાં છે.

  ગૃહ મંત્રાલયના પ્રવક્તા પુણ્ય સલિલા શ્રીવાસ્તવે જણાવ્યું કે તેમાં ભારતીય ટપાલસેવાની ભૂમિકા મહત્ત્વની છે, કેમ કે ભારતીય ટપાલસેવાએ 100 ટનથી વધુ દવાઓ અને મેડિકલ ઉપકરણ હૉસ્પિટલોમાં પહોંચાડ્યાં છે.

  તેઓએ કહ્યું કે પેન્શન ચુકવણી અને અન્ય સરકારી સેવાઓનો લાભ લોકોને ઘરે બેઠા મળે એ માટે ભારતીય ટપાલ વિભાગ પ્રયત્નશીલ છે.

  તેઓએ કહ્યું કે ભારતીય ટપાલસેવાએ જિલ્લા પ્રશાસન અને બિનસરકારી સંસ્થાઓ સાથે મળીને ખાદ્યાન્ન વિતરણ કર્યું છે.

  શબદાહગૃહ
 9. નિધિ રાય

  બિઝનેસ રિપોર્ટર, બીબીસી ન્યૂઝ મુંબઈ

  કોરોના

  અત્યાર સુધીમાં અંદાજે પાંચ કરોડ ભારતીય કામદારોએ રોજગારી ગુમાવી દીધી છે.

  વધુ વાંચો
  next
 10. બ્રેકિંગ

  ગુજરાતમાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસની સંખ્યા 1021 પર પહોંચી છે.

  વધુ વાંચો
  next
 11. સિરાજ હુસૈન

  ભૂતપૂર્વ કૃષિસચિવ

  પ્રતીકાત્મક તસવીર

  કોરોનના વાઇરસની મહામારીમાં મજૂરો અને ખેડૂતોની હાલત કફોડી થઈ છે.

  વધુ વાંચો
  next
 12. બ્રેકિંગરાજકોટના જંગલેશ્વરમાં આજથી કર્ફ્યૂ

  રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજે રાત્રે 12 વાગ્યેથી કર્ફ્યૂ લાદવામાં આવશે.

  અશ્વિનીકુમારે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે "આ વિસ્તારમાં લૉકડાઉનનો કડક અમલ કરવો જરૂરી હોવાથી રાજકોટ પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર સાથે મુખ્ય મંત્રીએ ચર્ચા કરીને આ નિર્ણય લીધો છે. કર્ફ્યૂનો અમલ આજે રાત્રે 12 વાગ્યાથી થશે.

  ગુજરાતમાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસની સંખ્યા 1021 પર પહોંચી છે.

  ગુજરાતમાં છેલ્લા 18 કલાકમાં 2 લોકોનાં મૃત્યુ પણ થયાં છે.

 13. કોરોના વાઇરસ : લૉકડાઉનમાં મંદિરના આયોજનમાં સેંકડો જમા થયા

  ઇમરાન કુરેશી

  બેંગલુરુથી બીબીસી ગુજરાતી માટે

  કર્ણાટકના કલબુર્ગી જિલ્લામાં મંદિરમાં રથ ખેંચવાના વાર્ષિક આયોજનમાં લૉકડાઉનનું ઉલ્લંખન થયું છે.

  આ આયોજનમાં અહીં સેંકડો લોકો જમા થયા હતા. આ એટલા માટે ગંભીર છે કે ભારતમાં કોવિડ-19થી પહેલા મૃત્યુના સમાચાર કલબુર્ગી જિલ્લામાંથી આવ્યા હતા.

  આ ઘટના બાદ જિલ્લા પ્રશાસને રેવુર ગામને સીલ મારી દીધું છે.

  તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન થતાં ચિત્તાપુર તાલુકાના ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ અને પોલીસ વિભાગના એક સબ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દીધા છે.

  આ ગામથી માત્ર બે કિમી દૂર બાડી ગામ છે, જ્યાં 10 હજારની વસતીવાળા વિસ્તારને કોવિડ-19થી સંક્રમણને કારણે કલસ્ટર ઝોન જાહેર કરાયો છે.

  વાડી ગામમાં બે વર્ષની બાળકીને કોરોના પૉઝિટિવ આવ્યો હતો. જોકે હજુ સુધી એ જાણી શકાયું નથી કે બાળકને કોરોના કેવી રીતે થયો.

  અધિકારીઓએ બીબીસી હિંદીને જણાવ્યું કે બુધવારે સાંજે કેટલાક પૂજારીઓ અને મંદિરના ટ્રસ્ટી સાથે જોડાયેલા સભ્યોની હાજરીમાં પરંપરાગત આયોજન થયું હતું.

  જોકે એક અધિકારીએ જણાવ્યું કે ગુરુવારે સવારે રથને મંદિરની બહાર કઢાયો હતો અને તેને ખેંચવા માટે સેંકડો લોકો જમા થયા હતા. માનવામાં આવે છે કે આ સમયે હાજર લોકોની સંખ્યા 1000થી ઓછી હશે.

  કલબુર્ગીનું મંદિર
 14. રાજસ્થાનના ટોંકમાં પોલીસ જવાનો પર હુમલો

  મોહરસિંહ મીણા

  જયપુરથી, બીબીસી ગુજરાતી માટે

  રાજસ્થાનના ટોંક જિલ્લાના કોતવાલી થાણા ક્ષેત્રના બાવડી ચાર રસ્તા પાસે શુક્રવારે પોલીસ પર પથ્થરમારો થયો હતો.

  આ વિસ્તારમાં કર્ફ્યૂ લાગેલો છે અને પોલીસ તેનું પાલન કરાવવા પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન બહાર ફરી રહેલા કેટલાક લોકોએ પોલીસ પર હુમલો કર્યો હતો.

  કોતવાલી થાણા ઇન્ચાર્જ બંસીલાલે બીબીસીને આ પથ્થરમારા અંગે જાણકારી આપતાં કહ્યું, "કર્ફ્યૂ લાગેલા વિસ્તારમાં સાંકડી ગલીમાં જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. દરમિયાન બહાર ઘૂમી રહેલા લોકોને પોલીસે ટોક્યા તો તેઓએ પથ્થરમારો શરૂ કર્યો હતો."

  ઇન્ચાર્જનું કહેવું છે કે પથ્થરો સાથે લાકડીથી પણ હુમલો થઈ હોઈ શકે છે.

  તેઓએ કહ્યું કે પોલીસ તપાસ કરી રહી છે અને કેસ દાખલ કરીને લોકોની ધરપકડ કરાઈ રહી છે.

  પોલીસના જણાવ્યા અનુસાર આ હુમલામાં ત્રણ જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને જિલ્લા હૉસ્પિટલમાં ભરતી કરાયા છે.

  આ સિવાય અન્ય અડધા ડઝન જવાનોને ઇજા પહોંચી છે.

  પોલીસ જવાન
 15. સેલિસ્ટિના ઑલુલોડ

  ન્યૂઝબીટ રિપૉર્ટર

  પ્રતીકાત્મક તસવીર

  કોરોના વાઇરસ મહામારીના સમયે સેક્સ અંગે ઇન્ટરનેટ પર સૌથી વધુ પૂછાતા પ્રશ્નોના જવાબ અહીં વાંચો.

  વધુ વાંચો
  next
 16. બ્રેકિંગસિવિલ હૉસ્પિટલના સુપ્રિટેન્ડન્ટથયા હોમ ક્વોરૅન્ટીન, દીકરાનો રિપોર્ટ આવ્યો પૉઝિટિવ

  અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. ગુણવંત રાઠોડ હૉમ ક્વોરૅન્ટીન થયા છે.

  તેમના દીકરો પણ ડૉકટર છે અને તેમનો કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હોવાથી ડૉ. ગુણવંત રાઠોડ હોમ ક્વોરૅન્ટીન થયા છે.

  બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં ડૉ. ગુણવંત રાઠોડે કહ્યું હતું કે, તેઓ હોમ ક્વોરૅન્ટીન થયા છે.

  તેમના દીકરાનો કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત તેમની દીકરામાં પણ કોરોનાના પૉઝિટીવના લક્ષણો

  જણાયાં છે.

  તસવીર
 17. બ્રેકિંગગુજરાતમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા 1021એ પહોંચી,મરણાંક 38 થયો

  ગુજરાતમાં કરોના વાઇરસના નવા 92 પૉઝિટિવ કેસ નોંધાતા સંક્રમિતોની કુલ સંખ્યા 1021એ પહોંચી છે.

  ગુજરાતમાં છેલ્લાં 18 કલાકમાં 2 લોકોનાં મૃત્યુ પણ થયા છે.

  ગુજરાતમાં આજે નવા 92 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે.

  અમદાવાદમાં 45, સુરતમાં 14, વડોદરામાં 9, ભરૂચમાં 8 કેસ નોંધાયા છે.

  આ ઉપરાંત જે બે દર્દીઓના મોત થયા છે તેમાં એક દર્દી વડોદરાના અને એક દર્દી અમદાવાદના છે.

  વડોદરામાં 31 વર્ષના વ્યક્તિનું નિધન થયું છે.

  અમદાવાદમાં એક દર્દીને રજા આપવામાં પણ આવી છે. ગુજરાતમાં કુલ 74 દર્દીઓ સાજાં થઈ ગયા છે.

  ગત 24 કલાક દરમિયાન 1608 લોકોના ટેસ્ટ કરાયા હતા. જેમાં 150 કેસ પૉઝિટિવ અને 1458 કેસ નૅગેટિવ આવ્યા છે.

  ગુજરાતમાં કોરોના વાઇરસ સામે લડી રહેલાં પ્રથમ હરોળના 28 લોકોમાં કોરોનાના પૉઝિટિવ કેસ જોવા મળ્યાં છે. આમાં આરોગ્યકર્મીઓ, પોલીસ કર્મીઓ અને સફાઈ કર્મીઓનો સમાવેશ થાય છે.

  પ્રતીકાત્મક તસવીર
  Image caption: પ્રતીકાત્મક તસવીર
 18. બ્રેકિંગRBIની જાહેરાત, બજારમાં થશે 50 હજાર કરોડનું રોકાણ

  રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસે શુક્રવારે મીડિયા સાથેની ચર્ચામાં મોટી જાહેરાત કરી હતી.

  તેમણ કહ્યું કે નાની અને મધ્યમ નાણાંકીય સંસ્થાઓ માટે 50 હજાર કરોડની મદદની વાત કરી હતી.

  તેમણે કોરોના વાઇરસના કારણે ઉભી થયેલી સ્થિતિ અંગે કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થાની હાલત ખરાબ છે.

  દુનિયામાં મોટી આર્થિક મંદીનું અનુમાન છે. આ ઉપરાંત તેમણે રિવર્સ રેપો રેટમાં ઘટાડાની પણ જાહેરાત કરી હતી.

  રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ રિવર્સ રેપો રેટમાં 0.25% ઘટાડાની જાહેરાત કરતાં રિવર્સ રેપો રેટ 4%થી ઘટીને 3.75% રહેશે.

  નાબાર્ડ (રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બૅન્ક)ને 25 હજાર કરોડ રૂપિયા, સિડબી (સ્મૉલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બૅન્ક)ને 15 હજાર કરોડ રૂપિયા અને એનએચબી (નેશનલ હાઉસિંગ બૅન્ક)ને 10 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે.

  શક્તિકાંત દાસે કહ્યું કે કોરોના વાઇરસના કારણે આખી દુનિયા એક મોટી આર્થિક મંદીમાંથી તરફ આગળ વધી રહી છે પરંતુ ભારતની સ્થિતિ એટલી ખરાબ નથી.

  તેમણે કહ્યું કે કોરોના વાઇરસના કારણે 9.9 ટ્રિલિયન ડૉલરનું નુકસાન થવાની સંભાવના છે, જે જાપાન અને જર્મનીની જીડીપી કરતા પણ વધુ છે.

  તેમણે કહ્યું કે ભારતમાં માર્ચમાં હાલત ખરાબ થઈ હતી પરંતુ ભારતીય અર્થવ્યવસ્થા આગળ વધી રહી છે.

  તેમણે કહ્યું જ્યાર આખી દુનિયામાં મંદી છે ત્યારે ભારતની અર્થવ્યવસ્થા 1.9ના દરે આગળ વધી રહી છે.

  શક્તિકાંત દાસાના કહેવા પ્રમાણે જી-20 દેશોમાં ભારતની અર્થવ્યવસ્થા સૌથી સારી સ્થિતિમાં છે.

  બૅન્કિંગ સેક્ટર સંપૂર્ણ રીતે કામ કરી રહ્યું છે અને લગભગ 91 ટકા બૅન્ક એટીએમ પણ ચાલુ છે.

  View more on twitter
 19. બ્રેકિંગભારતમાં છેલ્લાં 24 કલાકમાં 1007 કેસ વધ્યા અને 23 લોકોનાં મૃત્યુ થયા

  સમાચાર સંસ્થા એએનઆઇના અહેવાલ અનુસાર છેલ્લાં 24 કલાકમાં ભારતમાં કોરોના વાઇરસના 1007 પૉઝિટિવ કેસ વધ્યા છે, જ્યારે 23 લોકોના મૃત્યુ થયા છે.

  ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત દરદીઓની સંખ્યા 13 હજારને પાર કરી ગઈ છે.

  ભારતમાં દરદીઓની કુલ સંખ્યા 13387એ પહોંચી ગઈ છે.

  કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામેલાં લોકોની કુલ સંખ્યા 437 છે.

  ભારતના કોરોના વાઇરસના ઍક્ટિવ કેની સંખ્યા 11,201 છે, જ્યારે હાલ સુધીમાં 1749 લોકો સાજાં થઈ ગયા છે.

  View more on twitter
 20. બ્રેકિંગચીનના જીડીપીમાં ઐતિહાસિક રીતે 7 ટકાનો ઘટાડો

  કોરોના વાઇરસની મહામારીમાં ચીને તેના જીડીપીનો આંકડો જાહેર કર્યો છે. 2020ના પ્રથમ ત્રૈમાસિક ગાળામાં ચીનનો જીડીપી ઐતિહાસિક રીતે 6.8 ટકા ઘટ્યો છે.

  ચીને ત્રણ દાયકા અગાઉ જીડીપીની નોંધણી શરૂ કરી એ પછીનો આ સૌથી મોટો ઘટાડો છે.

  કોરોના વાઇરસ પછી આર્થિક ચિત્ર રજૂ કરનારો ચીન પહેલો દેશ છે.

  બીબીસીના શાંઘાઈ સ્થિત સંવાદદાતા રોબિન બ્રાન્ટે કહ્યું કે, દુનિયાના અન્ય દેશોમાં મંદીની અસર પણ ચીનના જીડીપી પર વર્તાય છે. તાજેતરના આંકડાઓ મુજબ સત્તાવાર રીતે બેરોજગારીનો દર 6.2 ટકા થઈ ગયો છે જે અગાઉ 5.2 ટકા હતો.

  કોરોના