Got a TV Licence?

You need one to watch live TV on any channel or device, and BBC programmes on iPlayer. It’s the law.

Find out more
I don’t have a TV Licence.

લાઇવ રિપોર્ટિંગ

તમામ દર્શાવેલ સમય UK ના છે

 1. અભિજિત શ્રીવાસ્તવ

  બીબીસી સંવાદદાતા

  પ્રતીકાત્મક તસવીર

  સ્વાતંત્ર્ય સેનાની બળવંતરાય મહેતા 1965ની 19 સપ્ટેમ્બરે તેમનું મૃત્યુ થયું ત્યાં સુધી મુખ્ય મંત્રીપદે રહ્યા હતા.

  વધુ વાંચો
  next
 2. માસ્ક પહેરેલા પુરુષની તસવીર

  કોરોના વાઇરસનો ઓમિક્રૉન વૅરિયન્ટ મળ્યા બાદ આફ્રિકા એક માત્ર એવો ખંડ છે, જ્યાં એક સપ્તાહમાં નવા કેસની ટકાવારી 79 ટકા વધી છે, પરંતુ તેની સામે મૃત્યુ દર અગાઉ કરતા 13 ટકા ઘટ્યો છે.

  વધુ વાંચો
  next
 3. ગુજરાતમાં ઓમિક્રૉનના નવા કેસ આવ્યા, રાત્રિ કર્ફ્યૂ સહિત નિયંત્રણો યથાવત્

  ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ વધ્યા
  Image caption: ગુજરાતમાં ઓમિક્રૉનના નવા કેસ આવ્યા, રાત્રિ કર્ફ્યૂ સહિત નિયંત્રણો યથાવત્

  એક તરફ ગુજરાતમાં કોરોનાના ઓમિક્રૉન વૅરિયન્ટ નવા કેસો સામે આવ્યા છે ત્યારે રાજ્ય સરકારે શુક્રવારે સરકારી આદેશ જારી કરી સમગ્ર ગુજરાતમાં સામાજિક, વ્યાપારિક અને અન્ય બાબતોને લગતાં નિયંત્રણો યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે.

  રાજ્યનાં આઠ મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગરમાં રાત્રિ કર્ફ્યૂનો સમય પણ રાત્રિના એક વાગ્યાથી માંડીને વહેલી સવારના પાંચ વાગ્યા સુધીનો રાખવાનો નિર્ણય લેવાયો છે.

  તેમજ અગાઉ જારી કરાયેલ હુકમનામા મુજબનાં નિયંત્રણો 20 ડિસેમ્બર સુધી ચાલુ રાખવાનો નિર્ણય રાજ્યના ગૃહવિભાગે કર્યો છે.

  અગાઉ લાગુ કરાયેલ નિયંત્રણો મુજબ સામાજિક-ધાર્મિક પ્રસંગોએ વ્યક્તિઓની સામેલ થવાની મર્યાદામાં પણ કોઈ ફેરફાર કરાયો નથી.

 4. ભારતીયોએ 2021 માં સૌથી વધારે ગૂગલ પર કોને સર્ચ કર્યા?

  આઈપીએલ

  આ વર્ષે ગૂગલ ઇન્ડિયાએ યર ઇન સર્ચની યાદી જાહેર કરી જે મુજબ ભારતીયોએ આ વર્ષે સૌથી વધારે જે સર્ચ કર્યું, તે છે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે આઈપીએલ. એ સિવાય આઈસીસી ટી-20 વર્લ્ડ કપ પર ટૉપ સર્ચમાં રહ્યો.

  દર વર્ષની જેમ ગૂગલે 'યર ઇન સર્ચ 2021'ની યાદી પ્રસિદ્ધ કરીને જણાવ્યું કે દેશમાં અને 70 અન્ય દેશોમાં આ વર્ષે ટૉપ સર્ચ ટ્રેન્ડ શું રહ્યા.

  આ ચાર્ટમાં ક્રિકેટનું સ્થાન પ્રથમ રહ્યું. ફૂટબૉલને લઈને પણ લોકોએ રસ દાખવ્યો અને યુરો કપ તથા કોપા કપને પણ લિસ્ટમાં સ્થાન મળ્યું.

  વર્ષ દરમિયાન ટોક્યો ઑલિમ્પિક્સ પણ ચર્ચામાં રહ્યું.

  નીરજ ચોપરા
  Image caption: ટોક્યો ઑલિમ્પિકમાં નીરજ ચોપરા ઍથ્લેટિક્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતી લાવ્યા હતા.

  ટૉપ-10 સર્ચ

  • ઇંડિયન પ્રીમિયર લીગ
  • કોવિન
  • આઈસીસી ટી20 વર્લ્ડ કપ
  • યુરોકપ
  • ટોક્યો ઑલિમ્પિક
  • કોવિડ વૅક્સિન
  • ફ્રીફાયર રિડીમકોડ
  • કોપા અમેરિકા
  • નીરજ ચોપરા
  • આર્યન ખાન
 5. 'પાટીદાર અનામત આંદોલનના કેસ પાછા ખેંચવા ગુજરાત સરકાર હકારાત્મક' - મોહન કુંડારિયા

  ભૂપેન્દ્ર પટેલ
  Image caption: ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ

  બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર ભાર્ગવ પરીખ અનુસાર વર્ષ 2015માં રાજ્યમાં જોવા મળેલ પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસ પાછા ખેંચવા ભાજપના પટેલ સાંસદોએ મોહન કુંડારિયાની આગેવાનીમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી હતી.

  બેઠક બાદ મોહન કુંડારિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિસ્તૃત ચર્ચા થઈ છે. જેમાં પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ પાછા ખેંચવા અંગે તેમણે હકારાત્મક વલણ દાખવ્યું છે."

  "રાજદ્રોહ જેવા ગુનાઓની કાનૂની આંટીઘૂંટીને જોઈ નિર્ણય કરાશે. પરંતુ સામાન્ય ગુનાઓ અંગે કરાયેલ કેસ પરત લેવાશે."

  બીજી તરફ સાંસદ રમેશ ધડૂકે જણાવ્યું હતું કે, “આ ચૂંટણીઓ નજીક આવે છે એટલે લેવાયેલો નિર્ણય નથી. ગંભીર ગુનાઓ સિવાય અન્ય ગુનાઓ અંગે થયેલી ફરિયાદો પરત લેવાની જૂની વાત હતી એ અંગે નિર્ણય લેવાયો છે.”

 6. CDS બિપિન રાવત અને પત્નીના દેહને એક જ ચિતા પર રાખી અગ્નિદાહ અપાયા

  બુધવારે વાયુ સેનાના હેલકૉપ્ટર ક્રૅશમાં જીવ ગુમાવનારાં CDS જનરલ બિપિન રાવત અને તેમનાં પત્ની મધુલિકા રાવતના આજે અંતિમ સંસ્કાર કરાયા હતા.

  નોંધનીય છે કે બંને પતિ-પત્નીના પાર્થિવ દેહને સમાચાર એજન્સી ANIના અહેવાલ અનુસાર એક જ ચિતા પર રાખવામાં આવ્યા હતા.

  બંનેના અંતિમસંસ્કાર તેમની દીકરીઓ કૃતિકા અને તરિણીના હાથે થયા હતા.

  View more on twitter
 7. બિપિન રાવત અને તેમનાં પત્નીની અંતિમવિધિ

  જનરલ બિપિન રાવતનાં બંને પુત્રીઓ
  Image caption: જનરલ બિપિન રાવતનાં બંને પુત્રીઓ

  ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમનાં પત્ની મધુલિકા રાવતના અંતિમ સંસ્કાર પૂર્ણ સૈનિક સન્માન સાથે કરવામાં આવ્યા.

  દિલ્હી કેન્ટના બરાર સ્ક્વેયર પર તેમની અંતિમવિધિ કરવામાં આવી. તેમનાં બંને દીકરીઓ કૃતિકા અને તારિણીએ માતા-પિતાને મુખાગ્નિ દઈને અંતિમવિદાય આપી.

  View more on twitter

  સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ ત્યાં હાજર હતા. સીડીએસ રાવતને 17 તોપોની સલામી આપવામાં આવી.

  મોટી સંખ્યામાં સૈન્ય અધિકારીઓ ત્યાં હજાર રહ્યા. આની પહેલાં સીડીએસ રાવતનું પાર્થિવ શરીર તેમના સરકારી આવાસ પર રાખવામાં આવ્યું હતું. ત્યાં મોટી સંખ્યામાં રાજનેતાઓ, સૈનિક અધિકારીઓ અને અન્ય લોકો અંતિમવિદાય આપવા આવ્યા હતા.

  આઠ ડિસેમ્બરે તામિલનાડુના કુન્નુરમાં થયેલી હેલિકૉપ્ટર દુર્ઘટનામાં બિપિન રાવત સહિત 13 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

  આ દુર્ઘટનામાં તેમનાં પત્ની મધુલિકા રાવતનું પણ મૃત્યુ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ગ્રૂપ કૅપ્ટન વરુણ સિંહ બચી ગયા હતા જેમની સારવાર ચાલી રહી છે.

  તેમની સ્થિતિ ગંભીર છે પરંતુ સ્થિર પણ છે.

  જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપવા માટે શુક્રવાર સવારથી જ તેમના સરકારી નિવાસ પર લોકોની ભીડ લાગેલી હતી.

  ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્ના, વિદેશ મંત્રી એસ જયશંકર, ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, સર્બાનંદ સોનોવાલ, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પણ સીડીએસ રાવતને શ્રદ્ધાંજલિ આપી.

 8. અયોધ્યાના ચુકાદા બાદ હું સહકર્મીઓને ડિનર માટે લઈ ગયો અને શ્રેષ્ઠ વાઇન પિવડાવી : પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ

  પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ
  Image caption: રાજ્યસભાના સાંસદ અને પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ

  અયોધ્યાની રામ જન્મભૂમિના ચુકાદા બાદ ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ખંડપીઠમાં સામેલ અન્ય જજોને ડિનર માટે ફાઇવ સ્ટાર હોટલમાં લઈ ગયા હતા. જ્યાં તેમને શ્રેષ્ઠ વાઇન પીવડાવી હતી.

  આ ગોગોઈના કાર્યકાળના કેટલાક ખ્યાતનામ કિસ્સાઓમાંથી એક છે, જેનો તેમણે પોતાની આત્મકથા ‘જસ્ટિસ ફૉર જજ’માં ઉલ્લેખ કર્યો છે.

  ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, રાજ્યસભાના સાંસદ અને પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ તેમના પુસ્તકમાં કેટલાક મહત્વપૂર્ણ ચુકાદાઓની સાથે-સાથે તેમના વિરૂદ્ધ કરાયેલા જાતીય સતામણીના આક્ષેપો અંગે પણ ઉલ્લેખ કર્યો છે.

  રામ જન્મભૂમિના ચુકાદા અંગે તેઓ લખે છે કે, ”ચુકાદો આપ્યા બાદ સેક્રેટરી જનરલ સાથે ફોટોસેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સાંજે હું જજોને ડિનર માટે તાજ માનસિંહ હોટલમાં લઈ ગયો હતો."

  "અમે ચાઇનીઝ ભોજન લીધું હતું અને તેમની પાસે ઉપલબ્ધ સૌથી શ્રેષ્ઠ વાઇન મગાવી હતી. ઉંમરમાં સૌથી મોટો હોવાને કારણે બિલ પણ મેં જ ચૂકવ્યું હતું.”

 9. જામનગરમાં ઓમિક્રૉનના ત્રણેય દર્દીઓની હાલત સ્થિર : મ્યુનિસિપલ કમિશનર

  ગુજરાતમાં નોંધાયેલા તમામ 3 કેસોની હાલત સ્થિર
  Image caption: ગુજરાતમાં નોંધાયેલા તમામ 3 કેસોની હાલત સ્થિર

  શુક્રવારે ગુજરાતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના નવા બે કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા વધીને ત્રણ થઈ ગઈ છે. આ ત્રણેય કેસો જામનગરમાં નોંધાયા છે.

  સમાચાર એજન્સીએ જામનગરના મ્યુનિસિપલ કમિશનર વિજયકુમાર ખરાડીને ટાંકીને જણાવ્યું છે કે જામનગરની ઓમિક્રૉન સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ આ બે લોકો ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત થયા છે.

  આ ત્રણેય દર્દીઓ હાલમાં હૉસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા હોવાનું અને નહિવત્ લક્ષણો ધરાવતા હોવાનું તેમણે જણાવ્યું હતું.

  View more on twitter
 10. જનરલ બિપિન રાવતની અંતિમયાત્રા શરૂ

  View more on twitter

  ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતની અંતિમ યાત્રા દેશની રાજધાની દિલ્હીમાં શરૂ થઈ ગઈ છે.

  તેમના પાર્થિવદેહને દિલ્હી કૅન્ટ ખાતે આવેલા સ્મશાનમાં લઈ જવાઈ રહ્યો છે.

  તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે.

 11. જનરલ બિપિન રાવતના મોત અંગે ચીની મીડિયાએ કરેલી ટિપ્પણીથી વિવાદ

  ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે બુધવારે હેલિકૉપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો, આ અંગે ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીનું મુખપત્ર ગણાતા અખબાર ગ્લોબલ ટાઇમ્સે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે.

  ગુરુવારના રોજ ગ્લોબલ ટાઇમ્સે પ્રકાશિત કરેલા એક લેખમાં ચીનના વિશેષજ્ઞોને ટાંકીને જણાવ્યું છે કે હેલિકૉપ્ટર ક્રૅશમાં ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફનું મોત એ ભારતની સૈન્ય અનુશાસનહીનતા અને યુદ્ધની તૈયારીઓની પોલ ખોલે છે, સાથે જ તે ભારતમાં સૈન્ય આધુનિકીકરણની હકીકત પણ દર્શાવે છે.

  View more on twitter

  ગ્લોબલ ટાઇમ્સ લખે છે કે ભારતીય મીડિયામાં હેલિકૉપ્ટર ક્રૅશનું કારણ ખરાબ હવામાન જણાવવામાં આવે છે. આ કારણને માની પણ લઈએ તો તેનાથી અંદાજ આવે છે કે આ ભૂલ માનવીય ભૂલ છે, ન કે રશિયન બનાવટના હેલિકૉપ્ટરની.

  ગ્લોબલ ટાઇમ્સ દ્વારા આ લેખને તેમના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પરથી પણ શૅર કરવામાં આવ્યો છે. જેનો ભારતમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.

  ગ્લોબલ ટાઇમ્સને ચીનની સરકારના પ્રૉપેગૅન્ડા ફેલાવનારું અખબાર પણ કહેવામાં આવે છે. જેથી આ ટિપ્પણીઓની ભારતમાં ટીકા થઈ રહી છે.

 12. બ્રેકિંગનાઇજીરિયામાં મસ્જિદમાં ધસી આવેલા બંદૂકધારીઓએ કરી 16 લોકોની હત્યા

  નાઇજીરિયાના નાઇજરમાં બંદૂકધારી શખ્સો દ્વારા મસ્જિદમાં ઘૂસી જઈને હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 16 લોકોનાં મૃત્યુ થયાં છે.

  નાઇજર પ્રાંતમાં આવેલા મશેગુ વિસ્તારના બારે ગામમાં બનેલી આ ઘટનામાં મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે.

  નાઇજર પ્રાંતના સરકારી અધિકારી અહમદ ઇબ્રાહીમ મતાનેએ બીબીસીને જણાવ્યું કે, “બંદૂકધારીઓએ સવારે નમાઝ પઢી રહેલા લોકો પર ગોળીઓ ચલાવી હતી.”

  નાઇજીરિયામાં મસ્જિદ પર હુમલો
  Image caption: નાઇજર પ્રાંતમાં થયેલા આ હુમલા બાદ પોલીસબંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

  તેમણે વધુમાં કહ્યું કે,“મોટરસાઇકલ પર સવાર બંદૂકધારીઓએ મસ્જિદ તરફ આવતી વખતે પણ રસ્તામાં એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી હતી.”

  એક અન્ય ઘટનામાં પાડોશી પ્રાંત કેટસીનામાં સરકારી અધિકારીની તેમના ઘર પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. રાબે નાસિર નામના આ અધિકારી વિજ્ઞાન અને ટેક્નૉલૉજી મામલાનાં રાજ્યના અધિકારી હતા.

  પોલીસનું કહેવું છે કે તેઓ આ મામલે તપાસ હાથ કરી રહ્યા છે.

  અઠવાડિયાની શરૂઆતમાં સોકોટો પ્રાંતમાં બંદૂકધારીઓએ મુસાફરોને લઈને જઈ રહેલી બસ પર હુમલો કર્યો હતો.

  આ હુમલામાં અંદાજે 23 મુસાફરોનાં મોત નીપજ્યાં હતાં.

 13. બ્રેકિંગગુજરાતના જામનગરમાં ઓમિક્રૉન વૅરિયન્ટના નવા બે કેસ નોંધાયા

  ગુજરાતમાં કોરોનાના ઓમિક્રૉન વૅરિયન્ટના નવા કેસ
  Image caption: ગુજરાતમાં કોરોનાના ઓમિક્રૉન વૅરિયન્ટના નવા બે કેસ નોંધાયા છે.

  જામનગરમાં કોરોના વાઇરસના નવા ઓમિક્રૉન વૅરિયન્ટનો એક કેસ નોંધાયો હતો, જે બાદ હવે વધુ બે કેસો નોંધાયા છે.

  તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત થયેલા પ્રૌઢ દરદીના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરાઈ હતી.

  જે પૈકી બે વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાનું રિપોર્ટના આધારે જાણવા મળ્યું હતું, આ બંનેના નમૂનાને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા અને પરિણામ આવ્યા બાદ જાણ થઈ છે કે આ બંને વ્યક્તિ ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત થઈ છે.

 14. અમિત શાહ, રાહુલ ગાંધીએ જનરલ બિપિન રાવતને અંજલિ અર્પી

  View more on twitter

  ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમનાં પત્ની મધુલિકા રાવતના પાર્થિવદેહને શુક્રવારે સવારે કામરાજ માર્ગ પર સ્થિત આવાસે લાવવામાં આવ્યા હતા.

  જે બાદ સીડીએસના નિવાસની દેશના ટોચના નેતાઓ અને અધિકારીઓ મુલાકત લઈ રહ્યા છે.

  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે સવારે જનરલ બિપિન રાવતના નિવાસસ્થાને જઈને તેમને અંજલિ આપી હતી.

  આ સાથે જ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતા પણ અંજલિ આપવા માટે પહોંચ્યા હતા.

 15. જનરલ બિપિન રાવત અંગે કથિત વિવાદાસ્પદ પોસ્ટ મૂકનાર ગુજરાતના યુવકની ધરપકડ

  અમદાવાદ શહેર પોલીસે ગુરુવારના રોજ અમરેલીના એક 44 વર્ષીય યુવાનની ધરપકડ કરી છે. આ યુવાને ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત વિશે ફેસબુક પર કથિત રીતે વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હતી.

  એનડીટીવીના અહેવાલ મુજબ, પોસ્ટ મૂકનાર શિવાભાઈ રામ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા ભેરાઈ ગામના વતની છે.

  અમરેલીના યુવાનની વિવાદાસ્પદ પોસ્ટ મૂકવા બદલ ધરપકડ
  Image caption: અમરેલીનો 44 વર્ષીય યુવાન અગાઉ ગામનો ડેપ્યુટી સરપંચ રહી ચૂક્યો છે.(પ્રતિકાત્મક તસવીર)

  એસીપી જિતેન્દ્ર યાદવે એનડીટીવીને જણાવ્યું હતું કે, “જનરલ બિપિન રાવત અંગે ફેસબુક પર વિવાદાસ્પદ પોસ્ટ મૂકવા બદલ આ શખ્સ અમારી નજરમાં આવ્યો હતો."

  "જ્યારબાદ તેની પ્રોફાઇલ તપાસતાં જાણવા મળ્યું કે તેણે અગાઉ પણ હિન્દુ દેવી-દેવતાઓ અને કેટલાક લોકો વિશે વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી.“

  તેમણે વધુમાં જણાવ્યું હતું કે,”શિવાભાઈ વર્ષ 2010 અને 2014 વચ્ચે ભેરાઈ ગામના ડેપ્યુટી સરપંચ રહી ચૂક્યો છે અને હમણા આવનારી ચૂંટણીમાં સરપંચ બનવાની ઈચ્છા હોવાથી લોકોનું ધ્યાન આકર્ષવા માટે આ પ્રકારની પોસ્ટ મૂકતો હોવાનું પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે.”

 16. બ્રિગેડિયર એલ. એસ. લિડ્ડરનો પાર્થિવદેહ દિલ્હી કૅન્ટ પહોંચ્યો, થશે અંતિમવિધિ

  બ્રિગેડિયર એલ. એસ. લિડ્ડર
  Image caption: બ્રિગેડિયર એલ. એસ. લિડ્ડરના પાર્થિવ દેહને લાવી રહેલા જવાનો

  તામિલનાડુના કુન્નુર પાસે જનરલ બિપિન રાવત સાથે હેલિકૉપ્ટરદુર્ઘટનામાં જીવ ગુમાવનારા બ્રિગેડિયર એલ. એસ. લિડ્ડરનો પાર્થિવદેહ દિલ્હી કૅન્ટ ખાતે સ્થિત બરાર સ્ક્વૅર ખાતે લાવવામાં આવ્યો છે.

  થોડા સમય બાદ તેમની અંતિમવિધિ કરવામાં આવશે

 17. મૅક્સિકોમાં ભયાવહ માર્ગ અકસ્માત, 53 લોકોનાં મોત

  લૅટિન અમેરિકન દેશ મૅક્સિકોમાં ગુરુવારના રોજ એક માર્ગઅકસ્માતમાં 53 લોકોનાં મોત થયાં છે.

  સમાચાર એજન્સી રૉયટર્સના જણાવ્યા પ્રમાણે, આ દુર્ઘટના તે સમયે ઘટી જ્યારે દક્ષિણ મૅક્સિકોના ચિયાપાસ પ્રાંતમાંથી પસાર થતી ટ્રકના ચાલકે વળાંક પર કાબૂ ગુમાવી દીધો હતો; આ ટ્રક પલટી ગયો હતો.

  આ ટ્રકમાં 100થી વધારે લોકો હતા. જેમાંથી મોટાભાગના મધ્ય અમેરિકી દેશના પ્રવાસી હતા.

  અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 53 લોકોનાં મોત થયાં છે. જ્યારે, સંખ્યાબંધ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

  સ્થાનિક પ્રશાસને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડ્યા છે. જ્યાં તેમની સારવાર હાથ ધરાઈ રહી છે.

  મધ્ય અમેરિકાના દેશોમાં ગરીબી અને હિંસાપૂર્ણ માહોલથી બચી નીકળવા માટે પ્રવાસીઓ મૅક્સિકોના રસ્તે અમેરિકાની સીમા સુધી પહોંચવાનો પ્રયાસ કરતા હોય છે.

  ક્યારેક તેઓ પગપાળા ચાલીને તો ક્યારેક આ પ્રકારે ગેરકાયદેસર ચલાવાતા ટ્રકોમાં ગૂંગળાઈને પ્રવાસ ખેડે છે.

  મૅક્સિકોમાં અકસ્માતમાં લોકોના મોત
  Image caption: દુર્ઘટનાગ્રસ્ત થયેલા ટ્રકની તસવીર
 18. Post update

  સુપ્રભાત, નમસ્કાર

  બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

  ગુજરાત, દેશ તથા દુનિયાના સમાચારો માટે જોડાયેલા રહો.

  આ પહેલાંની અપડેટ્સ વાંચવા માટે અહીં ક્લિક કરો.