Got a TV Licence?

You need one to watch live TV on any channel or device, and BBC programmes on iPlayer. It’s the law.

Find out more
I don’t have a TV Licence.

લાઇવ રિપોર્ટિંગ

તમામ દર્શાવેલ સમય UK ના છે

  1. બ્રેકિંગકાશ્મીરમાં પોલીસની બસ પર ગોળીબાર, 14 પોલીસકર્મી ઘાયલ

    View more on twitter

    જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ઝેવન વિસ્તારમાં એક પોલીસવાહન પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો છે.

    કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કરીને ઉગ્રવાદી હુમલાની પુષ્ટિ કરી છે.

    જમ્મુ-કાશ્મીર પોલીસે જાણકારી આપી છે કે હુમલામાં ઘાયલ થયેલા એક એએસઆઈ સહિત બે પોલીસકર્મીઓનાં મૃત્યુ થયાં છે.

    આ પહેલાં પોલીસના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી હતી, "શ્રીનગરના પાંથા ચોક વિસ્તારમાં ઝેવન પાસે ચાર ઉગ્રવાદીઓએ પોલીસના વાહન પર ગોળીબાર કર્યો. હુમલામાં 14 જવાન ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરાવાયા છે."

  2. મોદી

    કાશી વિશ્વનાથધામના લોકાર્પણ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બનારસમાં છે અને અહીં તહેવાર જેવો માહોલ છે.

    વધુ વાંચો
    next
  3. ઓમિક્રૉન વૅરિયન્ટથી યુકેમાં એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ

    યુકેના વડા પ્રધાન બોરિસ જૉનસને પુષ્ટિ કરી છે કે યુકેમાં કોરોના વાઇરસના ઓમિક્રૉન વૅરિયન્ટથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

    બોરિસ જૉનસને કહ્યું કે નવા વૅરિયન્ટને કારણે લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવાની પણ જરૂર પડી રહી છે.

    તેમણે આગળ કહ્યું કે આનાથી બચવાનો રસ્તો છે કોરોના રસીનો બૂસ્ટર ડોઝ લેવો.

    યુકેના વડા પ્રધાન બૉરિસ જૉનસન
    Image caption: યુકેના વડા પ્રધાન બોરિસ જૉનસન લંડનમાં એક રસીકરણ કેન્દ્ર પર

    લંડનમાં રસીકરણ કેન્દ્રની મુલાકાત લેતા તેમણે કહ્યું કે લોકોએ એ વિચાર ત્યજી દેવો જોઈએ કે ઓમિક્રૉન એ હળવો વૅરિયન્ટ છે.

    રવિવારે તેમણે દેશમાં બધા વયસ્કોને બૂસ્ટર ડોઝ આપવાનું લક્ષ્ય નક્કી કર્યું.

    તેમણે જણાવ્યું કે ઓમિક્રૉનથી હૉસ્પિટલમાં દાખલ કરવાની પણ જરૂર પડી રહી છે અને ઓછામાં ઓછી એક વ્યક્તિનું ઓમિક્રૉનથી મૃત્યુ થયું છે.

    "એટલે મને લાગે છે કે આ વૅરિયન્ટ વાઇરસનું હળવું સ્વરૂપ છે, મને લાગે છે કે આ વિચારને આપણે વધુ પડતું મહત્ત્વ ન આપવું જોઈએ અને એ વાત ધ્યાને લેવી જોઈએ કે આ કેટલી ઝડપથી લોકોમાં ફેલાય છે."

  4. 'ગુજરાતથી બની શકે તો મહારાષ્ટ્રની વ્યક્તિ કેમ વડા પ્રધાન ન બની શકે?' - અમોલ કોલ્હે

    View more on facebook
  5. કેન્દ્ર સરકાર રણનીતિક પેટ્રોલિયમ ભંડારમાંથી 50 લાખ બૅરલ ક્રૂડ ઑઇલ છોડશે

    પેટ્રોલ પંપ

    સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ પેટ્રોલ અને પ્રાકૃતિક ગૅસ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રીએ રાજ્ય સભામાં જણાવ્યું કે, "અમેરિકા, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયાની જેમ અને તેમની સલાહથી પેટ્રોલ-ડીઝલના વધતા ભાવમાંથી લોકોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે પોતાના રણનીતિક પેટ્રોલિયમ ભંડારમાંથી 50 લાખ બૅરલ ક્રૂડ છોડવાનો નિર્ણય કર્યો છે."

    તેમણે જણાવ્યું કે, "દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરના ભાવ સાથે સંકળાયેલા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ સપ્લાય તથા ડિમાંડ, ફ્યૂચર્સ ટ્રેડિંગ, કોરોના વાઇરસની અસર અને ભૂરાજકીય પરિસ્થિતિ સહિત અન્ય ઘણા કારકો પર નિર્ભર છે."

    "સરકાર દેશમાં સતત પેટ્રોલિયમ અને ડીઝલના વધેલા ભાવની સમીક્ષા કરે છે. ભારતની સરકારે તારીખ ત્રીજી નવેમ્બરે પેટ્રોલ તથા ડીઝલ પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટીમાં પાંચ રૂપિયા પ્રતિલીટર અને દસ રૂપિયા પ્રતિલીટરનો ક્રમશ: ઘટાડો કર્યો છે. ત્યાર બાદ કેટલાક રાજ્યોની સરકારોએ ઈંધણના ભાવમાં વૅટમાં પણ ઘટાડો કર્યો હતો."

  6. હિંદુ અને હિંદુત્વવાદી પર રાહુલ ગાંધીના નિવેદન મૂર્ખતાપૂર્ણ - ભાજપ

    View more on twitter

    ભાજપે કહ્યું કે હિંદુ અને હિંદુત્વવાદી પર રાહુલ ગાંધીના નિવેદન મૂર્ખતાપૂર્ણ છે.

    ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે હિંદુ અને હિંદુત્વવાદી પર રાહુલ ગાંધીનું નિવેદન મૂર્ખતાપૂર્ણ છે અને આ નિવેદનથી જાણવા મળે છે કે તેઓ કેટલા પરિપક્વ છે.

    રાહુલ ગાંધીએ રવિવારે જયપુરમાં કૉંગ્રેસના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે "દેશની રાજનીતિમાં બે શબ્દોની ટક્કર છે. એક શબ્દ હિંદુ અને બીજો શબ્દ હિંદુત્વવાદી. આ એક વાત નથી. આ બે અલગ-અલગ શબ્દ છે અને તેમનો અર્થ પણ એકદમ અલગ છે."

    "હું હિંદુ છું પરંતુ હિંદુત્વવાદી નથી. મહાત્મા ગાંધી હિંદુ, ગોડસે હિંદુત્વવાદી. હિંદુ સત્યને શોધે છે. હિંદુત્વવાદી પાતોનું આખું જીવન સત્તાને શોધવામાં લગાવે છે. તેમને સત્ય સાથે કોઈ લેવા-દેવા નથી. તેમનો રસ્તો સત્યાગ્રહ નથી, તેમનો રસ્તો સત્તાગ્રહનો છે."

    પોતાના ભાષણનો વીડિયો ટ્વીટ કરતા તેમણે લખ્યું હતું કે, "હિંદુત્વવાદી આ સાંભળીને તેમના પર વાર કરશે. કરો. હું ડરતો નથી."

  7. સંસદ પર હુમલાની વરસી : 'એવું લાગ્યું હતું કે જાણે કોઈએ સંસદભવનને ફૂંકી માર્યું હોય'

    13 ડિસેમ્બર, 2001ની સવારે 11 વાગ્યે દેશની રાજધાની દિલ્હીના આકાશમાં હૂંફાળો તડકો છવાયેલો હતો.

    વિપક્ષની ધમાલ વચ્ચે દેશની સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું. ડિસેમ્બરની તેરમી તારીખ સુસ્ત ચાલે આગળ વધી રહી હતી.

    તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ આડવાણી અને યશવન્ત સિન્હા
    Image caption: તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ આડવાણી અને યશવન્ત સિન્હા

    સંસદમાં એ સમયે વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને વિરોધ પક્ષનાં નેતા સોનિયા ગાંધી સહિતનાં અનેક સંસદસભ્ય હાજર હતાં.

    અને પછી 11 વાગીને 2 મિનિટે લોકસભા સ્થગિત થઈ ગઈ. એ પછી વડા પ્રધાન વાજપેયી અને સોનિયા ગાંધી પોતપોતાની કારમાં બેસીને સંસદમાંથી રવાના થઈ ગયાં.

    સંસદમાંથી સંસદસભ્યોને લઈ જવા માટે દરવાજાઓની બહાર સરકારી ગાડીઓની કતાર લાગવાનું શરૂ થઈ ગયું હતું.

    ઉપરાષ્ટ્રપતિ કૃષ્ણકાંતનો કાફલો સંસદના ગેટ નંબર 12થી નીકળવા માટે તૈયાર હતો.

    ગાડીને ગેટ પર ઊભી રાખ્યા બાદ સલામતી રક્ષકો ઉપરાષ્ટ્રપતિ બહાર આવે તેની રાહ જોઈ રહ્યા હતા.

    સંસદની બહાર નીકળી રહેલા નેતાઓ તથા પત્રકારો વચ્ચે તત્કાલીન રાજકારણ સંબંધી અનૌપચારિક વાતચીત ચાલુ હતી.

    સંસદ પર હુમલો

    વરિષ્ઠ પત્રકાર સુમિત અવસ્થી એ સમયે ગેટ નંબર એકની બહાર તત્કાલીન કેન્દ્રીય મંત્રી મદનલાલ ખુરાના સાથે વાતચીત કરતા હતા.

    સુમિત અવસ્થીએ બીબીસીને કહ્યું હતું:

    "હું અને મારા કેટલાક સાથીઓ મદનલાલ ખુરાના પાસેથી ખરડો સંસદમાં રજૂ થશે કે નહીં તેની માહિતી મેળવવા ઇચ્છતા હતા."

    "એ સમયે જ અમને એક અવાજ સંભળાયો...એ ગોળીનો અવાજ હતો."

    ભારતની સંસદ પર થયેલા હુમલાની કહાણી વાંચો અહીં.

  8. ATMમાંથી પૈસા ઉપાડવા પર લાગશે વધુ ચાર્જ

    View more on youtube

    જો તમે ATMમાંથી વારંવાર નાણાં ઉપાડો છો, તો ટૂંક સમયમાં જ તમારાં ખિસ્સાં પર તેની અસર થવાની છે.

    તારીખ પહેલી જાન્યુઆરીથી તમારું જે બૅંકમાં ખાતું હોય તે અથવા બીજી બૅંકના ATMમાંથી લિમિટ કરતા વધારે ટ્રાન્ઝેક્શન કરવાનું મોંઘું થઈ જશે.

  9. મોદીએ કાશી-વિશ્વનાથધામનું નિર્માણ કરનાર શ્રમિકો સાથે ભોજન કર્યું

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા યુપીના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કાશી વિશ્વનાથધામના નિર્માણમાં કાર્યરત શ્રમિકો સાથે ભોજન કર્યું હતું.

    View more on twitter
  10. મોદીએ કાશી-વિશ્વનાથ કૉરિડોરનું નિર્માણ કરનાર શ્રમિકોનું અભિવાદન કર્યું

    કાશી-વિશ્વનાથ કૉરિડોરના ઉદ્ઘાટન પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથધામના નિર્માણમાં કામ કરવાવાળા શ્રમિકો પર ફૂલોની વર્ષા કરીને તેમનું અભિવાદન કર્યું હતું.

    તેમણે પોતાના ભાષણમાં પણ આ કૉરિડોરના નિર્માણમાં કાર્ય કરનાર લોકોનો આભાર વ્યક્ત કર્યો.

    View more on twitter
  11. CBSE એ ધોરણ 10ની અંગ્રેજી બોર્ડ પરીક્ષાના પ્રશ્નપત્રમાંથી વિવાદિત પ્રશ્ન હઠાવ્યો

    વિદ્યાર્થીઓ

    ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલના અહેવાલ મુજબ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10ની અંગ્રેજીની બોર્ડ પરીક્ષાના પ્રશ્નપત્રમાં પરિવાર, મહિલાઓ અને બાળકોને અનુશાસન શીખવવાના વિવાદિત પ્રશ્નને હઠાવવી દીધો છે. પરીક્ષાર્થીઓને તેની બદલ પૂરા અંક આપવામાં આવશે.

    આ પ્રશ્ન ધોરણ 10 ટર્મ-1ની અંગ્રેજીની પરીક્ષામાં પ્રશ્નપત્રના એક સેટમાં શનિવારે પૂછાયો હતો. ત્રણ ફકરાના આ પૅસેજની ટીકા થઈ હતી અને તેને મહિલાઓ માટે અપમાનજનક ગણાવાયો હતો.

    સંસદમાં પણ આ મામલો ઉઠ્યો હતો.

    લોકસભામાં કૉંગ્રેસનાં અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, "હું શિક્ષણ મંત્રાલય અને સીબીએસઈનું આ પ્રશ્ન તરફ તાત્કાલિક ધ્યાન દોરવા માગું છું."

    તેમણે સીબીએસઈ અને શિક્ષણ મંત્રાલય તરફથી માફી માગવા અને આ ચૂક પાછળ વિસ્તારથી તપાસ કરવા અને ફરી ક્યારેય આવી ચૂક ન થાય, તેની માગ કરી હતી.

    View more on twitter
  12. 'ઔરંગઝેબની કટ્ટરતાએ કાશીની સંસ્કૃતિને બદલાવનો પ્રયત્ન કર્યો' - મોદી

    કાશી-વિશ્વનાથધામનું ઉદ્ઘાટન કરતા મોદી
    Image caption: કાશી-વિશ્વનાથધામનું ઉદ્ઘાટન કરતા મોદી

    કાશી-વિશ્વનાથ કૉરિડોરનું ઉદ્ઘાટન કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે "હુમલાખોરોએ કાશી શહેરને નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. ઔરંગઝેબની કટ્ટરતાનું સાક્ષી આ શહેર બન્યું છે. તેણે તલવારથી સંસ્કૃતિ બદલવાનો પ્રયત્ન કર્યો, સભ્યતાને તેની કટ્ટરતાથી કચડી નાખવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આ દેશની માટી જ આખી દુનિયાથી અલગ છે."

    "જો ઔરંગઝેબ આવ્યો તો શિવાજી ઊભા થયા. જો સલાર મસૂદ આવ્યો તો રાજા સુહેલદેવ જેવા બહાદુર લડવૈયાએ તેને એકતાની તાકાત બતાવી. અને જો બ્રિટિશ રાજની વાત કરીએ તો કાશીના નિવાસીઓ જાણે છે કે હેસ્ટિંગ્સનું શું થયું"

    View more on twitter

    કાશી વિશ્વનાથના નવા પરિસરનું ઉદ્ઘાટન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે "વારાણસી તે નગર છે જ્યાંથી જગદ્ગુરુ શંકરાચાર્ય પાસેથી શ્રીડોમ રાજાને પવિત્રતાની પ્રેરણા મળી, તેમણે દેશને એકતાના સૂત્રમાં બાંધવાનો સંકલ્પ કર્યો. આ એ જગ્યા છે જ્યાં ભગવાન શંકરની પ્રેરણાથી ગોસ્વામી તુલસીદાસ જીએ રામચરિત માનસ જેવી અલૌકિક રચના કરી. સાથે જ આ કબીર અને રૈદાસની પણ ધરતી છે."

  13. 'નવો ઇતિહાસ રચાયો છે' - મોદી

    કાશી વિશ્વનાથધામ પ્રૉજેક્ટનું ઉદ્ઘાટન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "નવો ઇતિહાસ રચાયો છે, આપણે તેના સાક્ષી છીએ એ સૌભાગ્યની વાત છે".

    નરેન્દ્ર મોદી
    Image caption: હર હર મહાદેવ સાથે મોદીએ સંબોધનની શરૂઆત કરી
  14. નરેન્દ્ર મોદીએ 'હર હર મહાદેવ' સાથે મોદીએ વારાણસીમાં સંબોધન શરૂ કર્યું

    મોદીએ કાલ ભૈરવ મંદિરમાં પૂજા કરી હતી
    Image caption: નરેન્દ્ર મોદીએ કાલ ભૈરવ મંદિરમાં પૂજા કરી હતી

    કાશી-વિશ્વનાથ કૉરિડોરનું ઉદ્ઘાટન કરતાં વારાણસીમાં પોતાના સંબોધનની શરૂઆત 'હર હર મહાદેવ' સાથે કરી.

    તેમણે કહ્યું કે, "વડીલો અને દિવ્યાંગો માટે કાશી વિશ્વનાથ મંદિર સુધી પહોંચવું મુશ્કેલ હતું. પરંતુ હવે કાશી વિશ્વનાથ કૉરિડોર પ્રૉજેક્ટને કારણે તેઓ મંદિર સુધી પહોંચી શકશે. તે લોકો જેટીથી સીધા ઘાટ પર આવી શકે છે. ઘાટ પર એસ્કેલેટરથી પણ જઈ શકાય છે."

    View more on twitter
  15. વારાણસી પહોંચેલા વડા પ્રધાન મોદીને પ્રિયંકા ગાંધીનો પ્રશ્ન

    કાશી-વિશ્વનાથ કૉરિડોરનું ઉદ્ઘાટન કરવા બે દિવસની વારાણસીની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પ્રશ્ન પૂછ્યા છે.

    ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં અનેક ગાયોને જીવિત દાટી દેવાના સમાચાર પર પ્રતિક્રિયા આપતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે શું આની પર તેઓ યુપીની સરકાર પાસે જવામ માગશે?

    સોમવારે પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું,‘’ યોગીજી, તમારી સરકારમાં પ્રશાસને બાંદામાં અનેક જીવિત ગાયોને દાટી દેવામાં આવી છે. તમારી સરકારમાં ગૌશાળામાં ગાય માતા ક્રૂરતા તથા અમાનવીયતાનો ભોગ બને છે. મોદીજી આજે તમે યુપીમાં છો, શું તમે ગૌશાળાની દુર્દશા પર ઉત્તર પ્રદેશ સરકાર પાસે જવાબ માગશો?’’

    હિંદી અખબાર અમર ઉજાલાએ કેટલાક દિવસો પહેલાં એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો જે મુજબ, યુપીના બાંદા જિલ્લામાં માટી અને ભારે પથ્થરો નીચે જીવિત ગાયોને દાટી દેવાનો દાવો કરવામાં આવ્યો હતો.

    View more on twitter
  16. Miss Universe : ભારતને 21 વર્ષ બાદ મિસ યુનિવર્સનો તાજ જિતાડનારાં હરનાઝ કોણ છે?

    View more on youtube
  17. 'ગુજરાતમાં 55 ટકા વિદ્યાર્થીનીઓ અને 41 ટકા વિદ્યાર્થી ધોરણ 12 સુધી નથી પહોંચી શકતા'

    વિદ્યાર્થી

    2019-21ના નેશનલ ફેમિલિ હૅલ્થ સરવે મુજબ ગુજરાતમાં દર 100 વિદ્યાર્થીનીઓમાંથી માત્ર 45 વિદ્યાર્થીનીઓ જ ધોરણ 12 સુધીનું શિક્ષણ પૂરું કરી શકે છે.

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ છોકરાઓમાં પણ આ જ સમસ્યા છે. ગુજરાતમાં 100માંથી માત્ર 59 વિદ્યાર્થીઓ જ ધોરણ 12 સુધીનું ભણતર પૂરી કરી શકે છે.

    2010-2021ના આંકજા મુજબ ધોરણ 10 સુધી 57 ટકા બાળકો અને 44 ટકા બાળકીઓ ભણે છે. જો કે 15 વર્ષ પહેલાં 36 બાળકો અને 28 ટકા બાળકીઓ ધોરણ 10 સુધી ભણતાં હતાં.

    આ સરવેમાં સામે આવ્યું કે ગુજરાતમાં 6થી 17 વર્ષની ઉંમરનાં 82 ટકા બાળકો શાળાએ જાય છે તેમાં શહેરી વિસ્તારોમાં આ ટકાવારી 87 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 79 ટકા છે. 2005-2006માં આ ટાકાવારી 71 ટકા હતી.

  18. મુનવ્વર ફારૂકી અને કુણાલ કામરાને શો કરવાનું કૉંગ્રેસ નેતા દિગ્વિજય સિંહનું નિમંત્રણ

    મુનવ્વર ફારૂકી
    Image caption: બેંગલુરુમાં સ્ટૅન્ડ-એપ કૉમેડિયન મુનવ્વર ફારૂકીનો શો રદ કરાયો હતો

    બેંગલુરુમાં સ્ટૅન્ડ-એપ કૉમેડિયન કુણાલ કામરા અને મુનવ્વર ફારૂકીના શો રદ કરાયા બાદ વરિષ્ઠ કૉંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે બંને કૉમેડિયનને ભોપાલમાં શો કરવાનું નિમંત્રણ આપ્યું છે.

    સમાચાર સંસ્થા પીટીઆઈ મુજબ તેમણે કહ્યું કે બંને કૉમેડિયન ભોપાલમાં શો કરે અને આ શોનું આયોજનનું આયોજન હું કરીશ.

    ત્યારે બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કુણાલ કામરાએ જણાવ્યું કે હિંદુવાદી સંગઠન દ્વારા ધમકી મળવાને કારણે બેંગલુરુ પ્રશાસને તેમને શો કરવાની મંજૂરી નહોતી આપી.

    આ ઇન્ટરવ્યૂ પર પ્રતિક્રિયા આપતા વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી દિગ્વિજય સિંહે ટ્વીટ કર્યું હતું કે ‘ હું કુણાલ તમારા અને મુનવ્વર માટે ભોપાલમાં શો આયોજિત કરીશ. તમામ જવાબદારી મારી હશે.’’

    ‘શરત એક હશે, કૉમેડીનો વિષય દિગ્વિજયસિંહ હશે. આમા સંઘીઓને કોઈ વિરોધ નહીં હોય. આવો ડરો નહીં! પોતાની સુવિધા મુજબ તારીખ અને સમય આપો, તમારી બધી શરતો મંજૂર છે.’’

    View more on youtube

    બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં કુણાલ કામરાએ કહ્યું કે, ‘’મારી પાસે ગુમાવવા માટે કંઈ નથી એટલે હું સાહસ સાથે પડકારોનો સામનો કરું છું પરંતુ આયોજકો જો મારો શો કરવા નથી માગતા તો આ તેમનો અધિકાર છે, તેમનો પરિવાર છે. જે આયોજકોને ડરાવે છે હું તેમને ઠીક કરવા માગું છું.‘’

    હાલમાં જ બેંગલુરુ પોલીસે શાંતિભંગ તથા કોમી સદ્ભાવના ઉલ્લંઘનની આશંકા પછી ફારૂકી અને કામરાના શો રદ કરવામાં આવ્યા હતા.

    મુનવ્વર ફારૂકે નિવેદન આપ્યું હતું કે,‘’ એ જોક જે મેં આજ સુધી નથી કરી તેની પર મારે જેલ મોકલવામાં આવ્યો. અમારી પાસે આ શોનું સેંસર સર્ટિફિકેટ પણ હતું જેમાં કોઈ સમસ્યા નહોતી. આયોજનસ્થળ અને દર્શકોને ખતરો છે એવી વાત કરીને બે મહિનામાં 12 શો રદ કરાયા."