જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટી પ્રમાણે કોરોના વાઇરસને કારણે દુનિયાભરમાં મૃતકોની સંખ્યા એક લાખ 95 હજાર પહોંચી છે. તેમજ સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા
ઓછામાં ઓછી 27 લાખ થઈ ગઈ છે.
નવા આંકડા પ્રમાણે ભારતમાં કોરોના વાઇરસના કેસ 24,942 થયા છે અને દેશમાં અત્યાર સુધીમાં 797 લોકોનાં મૃત્યુ થયાં છે.
ગુજરાતમાં અત્યાર સુધી ચેપગ્રસ્ત કુલ દરદીઓની સંખ્યા 3061 થઈ અને રાજ્યમાં મૃતાંક 133 થયો.
ગૃહ મંત્રાલયનાં અધિકારી પુણ્ય સલિલા શ્રીવાસ્તવે જણાવ્યું છે કે ગામોમાં તમામ પ્રકારની દુકાનોને ખોલવાની પરવાનગી આપી દેવાઈ છે.
સ્પેનમાં શનિવારે મૃતકોની કુલ સંખ્યા વધીને 22,902 થઈ ગઈ.
જોકે, ગત 24 કલાકમાં 378 લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરાઈ છે,
જે શુક્રવારની સરખામણીએ બહુ વધારે નથી.
શુક્રવારે એક જ દિવસમાં 367 લોકોના માર્યા જવાનો રિપોર્ટ
આવ્યો હતો, જે ગત મહિને થનારા રોજિંદા મૃત્યુની સરખામણીમાં સૌથી ઓછી સંખ્યા હતી.
રશિયામાં 66 લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરાઈ છે. જે બાદ અહીં
મૃતકોની સંખ્યા વધીને 681 થઈ. રશિયામાં લગભગ 75 હજાર લોકોને કોરોના વાઇરસનો ચેપ
લાગ્યો છે.
જર્મનીમાં સતત બીજા દિવસે સંક્રમણના નવા મામલાની સંખ્યામાં
ઘટાડો નોંધાયો. અહીં વાઇરસને લીધે 5500 લોકોનાં મૃત્યુ થયાં છે. અહીં દોઢ લાખથી
વધુ લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે.
ઈરાનમાં વધુ 67 લોકોનાં મૃત્યું થયાં અને એ સાથે જ અહીં
મૃતકોની કુલ સંખ્યા વધીને 5,650 થઈ ગઈ. ઈરાનમાં લગભગ 90 હજાર લોકોને કોરોના
વાઇરસનો ચેપ લાગ્યો છે.
Getty ImagesCopyright: Getty Images
બ્રેકિંગગુજરાત : વધુ 256 કેસો, કુલ સંખ્યા 3061, 133 મૃત્યુ
ગુજરાતમાં 24 એપ્રિલ, સાંજે પાંચ વાગ્યાથી અત્યાર સુધીમાં 256 કેસો નોંધાયા છે. જ્યારે છ દરદીનાં મૃત્યુ થયાં
છે. આ દરમિયાન 17 દરદીઓ સાજા પણ થઈ
ગયા.
આ સાથે જ ગુજરાતમાં
અત્યાર સુધી ચેપગ્રસ્ત કુલ દરદીઓની સંખ્યા 3061 થઈ ગઈ. જ્યારે રાજ્યમાં કુલ મૃતાંક 133 થઈ ગયો.
રાજ્યમાં જે નવા કેસો
નોંધાયા એમાંથી અમદાવાદમાં 182 કેસો નોંધાયાં. જ્યારે
સુરતમાં 34 નવા કેસો નોંધાયા.
એ ઉપરાંત બનાસકાંઠામાં પણ 11 નવા કેસો નોંધાયા.
જ્યારે વડોદરામાં સાત નવા કેસો સામે આવ્યા.
આ સાથે જ અમદાવાદમાં
કુલ ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા 2003 થઈ ગઈ. જ્યારે સુરતમાં
496, વડોદરામાં 230 અને રાજકોટમાં 41 અને ભાવનરમાં 40 થઈ.
અત્યાર સુધી રાજ્યમાં
સૌથી વધુ મૃત્યુ પણ અમદાવાદમાં થયાં છે. અહીં 86 દરદીઓનાં મૃત્યુ થયાં.
Getty ImagesCopyright: Getty Images
બ્રેકિંગભારતમાં અત્યાર સુધીમાં 779 મૃત્યુ
ભારતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની વેબસાઇટ અનુસાર, ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમણના કુલ કેસ 24,942 થઈ ગયા છે.
તેમજ આ મહામારીને કારણે ભારતમાં અત્યાર સુધીમાં 779 લોકોનાં મૃત્યુ થયાં છે.
મંત્રાલય અનુસાર સારવાર બાદ 5210 લોકો સજા થઈ ગયા છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 1490 કેસ સામે આવ્યા છે, જ્યારે આ દરમિયાન 56 લોકોનાં મૃત્યુ થયાં છે.
ગૃહ મંત્રાલયના નવા આદેશ પર શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે?
ગૃહ મંત્રાલયનાં અધિકારી
પુણ્ય સલિલા શ્રીવાસ્તવે જણાવ્યું છે કે ગામોમાં તમામ પ્રકારની દુકાનોને ખોલવાની પરવાનગી
આપી દેવાઈ છે.
જોકે, શૉપિંગ મૉલ આમાં સામેલ
નથી.
બીજી બાજુ, શહેરી વિસ્તારો અંગે
વાત કરતાં તેમણે જણાવ્યું, "શહેરી વિસ્તારો કે જે કન્ટેન્મૅન્ટ ઝોનમાં નથી આવતા, ત્યાં અમુક પ્રકારની
દુકાનો ખોલવાની પરવાનગી અપાઈ છે. આમાં પડોશની દુકાનો, આવાસીય સંકુલોમાં
ચાલી રહેલી દુકાનો અને ભીડભાડવાળા વિસ્તારોથી દુર આવેલી દુકાનો સામેલ છે."
તેમણે કહ્યું, "દુકાનો ચલાવવાવાળાઓ આરોગ્યના માપદંડોનું પાલન કરવું પડશે. કર્મચારીઓએ માસ્ક પહેરવા
અને સોશિયલ ડિસ્ટન્સિંગ સંબંધિત નિયમોનું પાલન કરવું પડશે."
આ સાથે જ તેમણે જણાવ્યું
કે તમામ પ્રકારની સેવાઓ આપનારી દુકાનોને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
આવી દુકાનોમાં વાળ
કાપવાની દુકાનો અને બ્યુટીપાર્લર વગેરે સામેલ છે.
આ સાથે જ દારૂની દુકાનોને
પણ ખોલવાની પરવાનગી નથી અપાઈ.
ANICopyright: ANI
બ્રેકિંગકોવિડ-19થી સાજા થયા બાદ પણ ઍન્ટી-બૉડી થવાના પુરાવા નથી - WHO
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને
કહ્યું છે, "હાલમાં એવા કોઈ પુરાવા
નથી મળ્યા કે જેના આધારે એવું કહી શકાય કે કોવિડ-19થી ઠીક થનારા દરદીઓનાં શરીરમાં એવા
ઍન્ટી બૉડી છે કે જે તેમને કોરોના વાઇરસના સંક્રમણથી બચાવી રાખશે."
કેટલાક દિવસો પહેલાં
એવું માનવામાં આવી રહ્યું હતું કે કોરોના વાઇરસના સંક્રમણથી સાજા થનારા લોકોમાં એવા
ઍન્ટી બૉડી વિકસ થવાની સંભાવના છે કે જે વાઇરસ પર હુમલો કરીને બીજી વાર ચેપનું જોખમ
ટાળી દે છે.
લૉકડાઉન કઈ રીતે હઠાવાશે? મુખ્ય આર્થિક સલાહકારની બીબીસી સાથે વાતચીત
ભારતના મુખ્ય આર્થિક
સલાહકાર કે.વી. સુબ્રમણ્યણે બીબીસીના સંવાદદાતા જુગલ પુરોહિત સાથે ખાસ વાત કરી હતી.
તેમણે ત્રણ મે બાદ
કેવી પરસ્થિતિ હશે એ અંગે વાત કરતાં જણાવ્યું, "સ્પેનીશ ફ્લૂએ આપણને શિખવાડ્યું છે કે જ્યાં લોકો
જીવતા રહ્યાં ત્યાં જ મહામારી બાદ સંપત્તિનું સર્જન થયું હતું. એટલે ત્રણ મે બાદ આપણે
સાવચેતીપૂર્વક અને વર્ગીકૃત રીતે લૉકડાઉનને હઠાવવું પડશે. આ માટે ત્રણ ફેકટરો મહત્ત્વનાં
હશે. એક - હૉટસ્પૉટ પર ધ્યાન રાખવું પડશે. કામના સ્થળે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું
પડશે અને અર્થતંત્ર પર અસર કરનારાં સૅક્ટરોને ખુલ્લાં મૂકવાં પડશે."
સમાચાર સંસ્થા એએનઆઈએ કોરોના વાઇરસને લઈને આપેલી હાલની માહિતીમાં જણાવ્યું છે કે
સરકારી તરફથી રેપિડ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ ટાળવાનો વિચાર કરાયો છે.
એએનઆઈએ ટ્વીટમાં લખ્યું છે, “કોરોના વાઇરસ પર મંત્રીઓના સમૂહની એક બેઠકમાં એ
નિર્ણય લેવાયો છે કે હાલ ભારતમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને સરકાર તરફથી લેવાયેલાં
પગલાંનાં સકારાત્મક પરિણામો આવ્યાં છે. એટલે હાલ તું રેપિડ ટેસ્ટ કિટનો ઉપયોગ
રોકવામાં આવી રહ્યો છે.”
અન્ય એક ટ્વીટમાં એવું પણ કહેવાયું છે કે “સરકાર પાસે હાલમાં 15
લાખ ટેસ્ટ કિટની ક્ષમતા છે અને કેટલીય ભારતીય કંપનીઓ ટેસ્ટિંગ કિટ બનાવવાની
પ્રક્રિયામાં લાગેલી છે. લગભગ 1.25 લાખ સ્વયંસેવકો કોવિડ-19 વિરુદ્ધની લડાઈમાં મદદ
માટે તૈયાર છે.”
ભારતમાં ઘરમાં બનાવેલા માસ્ક પર ભાર મૂકવા
પાછળ એક મહિલા વૈજ્ઞાનિકનો હાથ છે.
11 એપ્રિલે
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે વીડિયો
કૉન્ફરન્સિંગમાં મોઢું ઢાંક્યું હતું તે કપડું હતું, ન કે બજારથી લીધેલો માસ્ક.
હાલમાં જ મોદી સરકારે ભારતીય લોકોને ગીચ
વિસ્તારોમાં કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે ફેસમાસ્ક પહેરવાની સલાહ આપી છે.
આ પહેલાં સરકારે માત્ર કોરોના સંક્રમિતોને
માસ્ક પહેરવાની સલાહ આપી હતી.
વરિષ્ઠ વિજ્ઞાન પત્રકાર પલ્લવ બાગલાનું
કહેવું કે ભારત
સરકારની આ નીતિમાં ફેરફાર અને એક અબજથી વધારે દેશવાસીઓને ઘરમાં બનાવેલા માસ્ક
પહેરવા પર ભાર મૂકવા પાછળ એક મહિલા બાયૉ-કૅમિસ્ટનો હાથ છે.
58 વર્ષીય શૈલજા વી. ગુપ્તા ભારત સરકારનાં પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર સમૂહમાં સામેલ છે. તેઓ સરકારને
નીતિઓ બનાવવા અને ટેકનોલૉજીનો મહત્તમ ઉપયોગ કરવા અંગે સલાહ આપે છે.
તેમનું કહેવું છે કે ટ્રાન્સમિશન રોકવા માટે
ઘરમાં બનાવેલા માસ્ક એક દેખીતું સમાધાન છે, ખાસ કરીને ગીચ વિસ્તારોમાં.
દાખલા તરીકે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને
સ્થાનિક સ્તરે, સસ્તું અને સાદું સમાધાન જોઈએ છે અને આવી
પરિસ્થિતિમાં ઘરમાં બનાવેલા માસ્ક એક સારો વિકલ્પ હોઈ શકે છે.
માસ્કની અસરકારકતા વિશે વિવાદ ચાલી રહ્યો હતો
કે કોને માસ્ક પહેરવા જોઈએ અને કયા પ્રકારના માસ્ક પહેરવા જોઈએ.
વિશ્વ સ્વાસ્થ્ય
સંગઠનનું કહેવું હતું કે માસ્ક સુરક્ષાનું એક સાધન હોઈ શકે તેના પુરાવા નથી.
ત્યારે એશિયાના કેટલાક દેશોમાં માસ્કને ફરજિયાત કરવામાં આવ્યા હતા.
જ્યારે કોરોના વાઇરસે ભારતને ભરડમાં લીધું
ત્યારે શૈલજા ગુપ્તાએ ઘરે માસ્ક બનાવવાનું એક મૅન્યુઅલ તૈયાર કરવામાં મદદ કરી હતી.
તેને 22 ભાષાઓમાં તૈયાર કરવામાં આવ્યું અને વાઇરસ સામે લડત માટે
ઘરમાં બનાવેલા માસ્ક પર એક પ્રમુખ હથિયાર તરીકે ભાર મૂકવામાં આવ્યો.
શૈલજા ગુપ્તાનું કહેવું છે કે કૉટનના કાપડથી
કોઈ પણ માસ્ક ઘરે બની શકે છે, આ કપડું નવું કે જૂનું હોઈ શકે છે. નવ ઈંચ બાય સાત ઈંચનો
ટુકડો લઈ અને ચાર પાતડી પટ્ટી જોડીને મોં પર બાંધી દેવો. આ માસ્કથી મોં અને નાક
બરાબર ઢાંકેલાં હોવાં જાઈએ અને તેને સાબુ અને પાણીથી ધોઈને ફરી વાપરી શકાય.
આ માસ્ક બજારમાં મળતા અન્ય સર્જિકલ માસ્ક કે
પછી એન-95 માસ્ક કરતાં સસ્તા પડે
છે.
ભારત સરકારનું કહેવું છે કે અત્યાર સુધી 78 હજાર સ્વયંસેવી સંગઠનો દ્વારા બે કરોડથી વધારે માસ્ક
બનાવવામાં આવ્યા છે.
શૈલજા ગુપ્તાએ આઈઆઈટીમાંથી અભ્યાસ કર્યો છે
અને તેમણે દેશમાં ગરીબ વર્ગ સાથે વર્ષો સુધી કામ કર્યું છે. મુંબઈના ધારાવી વિસ્તારમાં
તેમણે સ્થાનિકો સાથે કામ કર્યું છે.
ઉત્તર પ્રદેશમાં 30 જૂન સુધી લોકોના એકઠા થવા પર પ્રતિબંધ : યોગી
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે 30 જૂન સુધી પ્રદેશમાં
લોકોને એકઠા થવાની મંજૂરી નથી. યોગીએ રાજ્યમાં કોરોના વાઇરસના ફેલાઈ રહેલા ચેપને
ધ્યાનમાં લેતાં આ નિર્ણય લીધો છે.
પ્રદેશમાં 30 જૂન સુધી રાજકીય રેલી અને
સામાજિક-સાંસ્કૃતિક સમારોહ પર પ્રતિંબધ રહેશે.
આ પહેલાં યોગી આદિત્યનાથે કહ્યું
હતું કે તેઓ ઉત્તર પ્રદેશના પ્રવાસી મજૂરોને દેશનાં બીજાં રાજ્યોમાંથી પરત લાવશે.
ઉત્તર પ્રદેશમાં કોરોના વાઇરસનો ચેપ લાગવાના અત્યાર સુધી 1,600થી વધુ કેસ સામે
આવ્યા છે અને 25 લોકોનાં મૃત્યુ થયાં છે.
તો બીજી બાજુ દેશભરમાં ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા 24,000ને પાર થઈ ગઈ છે અને
મૃતકાંક 775 થઈ ગયો છે.
ચીને જે રિપોર્ટને અટકાવવાનો પ્રયાસ કર્યો, તે જાહેર
સમાચાર એજન્સી રૉઇટર્સના અહેવાલ અનુસાર, ચીન ઇચ્છતું હતું કે યુરોપિયન યુનિયનના એ અહેવાલને રોકવામાં આવે, જેમાં ચીન પર કોરોના વાઇરસના સંક્રમણના ફેલાવાને લઈને ખોટી માહિતી આપવાનો આરોપ છે.
રૉઇટર્સના અહેવાલ અનુસાર ચીન ઇચ્છતું હતું કે આ રિપોર્ટને બ્લૉક કરી દેવામાં આવે.
એજન્સી ચાર સ્ત્રોત અને ડિપ્લોમૅટિક પત્રવ્યવહારની સમીક્ષા કરીને આ સમાચાર છાપ્યા છે. છેવટે આ અહેવાલ જાહેર થઈ ગયો.
આ રિપોર્ટમાં યુરોપિયન યુનિયનમાં ચીનના તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ચીનના વિદેશ મંત્રાલયે પણ હાલ સુધી કાંઈ કહ્યું નથી.
રૉઇટર્સને ઈ.યુ. (યુરોપિયન યુનિયન, યુરોપિયન સંઘ)ના એક પ્રવક્તાએ કહ્યું, "અમે આવી બાબતમાં કોઈ ટિપ્પણી કરતા નથી. આ અમારા પાર્ટનર્સ અને બીજા દેશોની વચ્ચેનો સંવાદ છે."
ઈ.યુ.ના અન્ય એક અધિકારીએ રૉઇટર્સને કહ્યું કે આ અહેવાલ જાહેર થઈ ગયો છે અને જેવો હતો તેવો જ જાહેર થયો છે.
ન્યૂઝ એજન્સીના કહેવા પ્રમાણે આ અહેવાલ 21 એપ્રિલે જાહેર થવાનો હતો પરંતુ ચીનના અધિકારીઓને જાણ થતાં તેમાં વાર લાગી. રૉઇટર્સના દાવા મુજબ, "ચીનના એક સિનિયર અધિકારી ચીનમાં ઈ.યુ. અધિકારીઓનો સંપર્ક કર્યો અને કહ્યું કે જો કોઈ અહેવાલ એ જ પ્રકારે આજે જાહેર થશે, તો તે અમારા સહયોગ માટે ઘણું ખરાબ હશે."
ચીનના વિદેશ મંત્રાલયના અધિકારી યાંગ શુઆગુઆંગના એક નિવેદનને ટાંક્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે રિપોર્ટ પ્રકાશિત થશે તો ચીનને નારાજ કરવાનું પગલું હશે.
રૉઇટર્સનું કહેવું છે કે આના કારણે રિપોર્ટ જાહેર કરવામાં વાર લાગી છે. આ અહેવાલમાં ચીન પર ખોટી માહિતી આપવાનો અને પછી પોતાની આંતરરાષ્ટ્રીય છબીને સુધારવા માટે અનેક પ્રકારના પગલાં લેવાનો આરોપ લગાવ્યો છે.
લાઇવ રિપોર્ટિંગ
તમામ દર્શાવેલ સમય UK ના છે
કોરોના વાઇરસની આજની અપડેટ્સ
બીબીસી ગુજરાતનું કોરોના વાઇરસ અંગેનું લાઇવ પેજ અહીંથી સમાપ્ત કરીએ છીએ. આવતી કાલે ફરીથી મળીશું. શુભ રાત્રિ.
બ્રિટનમા કુલ 20 હજારથી વધુ મૃત્યુ
બ્રિટનમાં શનિવારે કોરોના વાઇરસના સંક્રમણથી 813 લોકોનાં મૃત્યુ થયાં.
આ સાથે જ બ્રિટનમાં કોરોના વાઇરસના ચેપથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 20,319 થઈ ગઈ છે.
બ્રિટન વિશ્વનું પાંચમું રાષ્ટ્ર છે કે જ્યાં કોરોના વાઇરસને લીધે મરનારા લોકોની સંખ્યા 20 હજારને પાર પહોંચી ગઈ છે.
ઇટાલી, સ્પેન, ફ્રાન્સ અને અમેરિકા બાદ બ્રિટનમાં મૃતકોની સંખ્યા 20 હજારને પાર પહોંચી ગઈ છે.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન ડૉક્ટરોની સલાહ કેમ નથી માનતા?
પાકિસ્તાનમાં કોરોના વાઇરસના કેસની સંખ્યામાં એક તરફ વધારો થઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ ડૉક્ટરોએ આપેલી સલાહ ઇમરાન ખાને માની નથી.
હાલ બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે જાણો આ ખાસ અહેવાલ
સ્પેનથી સારા સમાચાર : મૃતકોની સંખ્યામાં ઘટાડો ચાલુ
સ્પેનમાં શનિવારે મૃતકોની કુલ સંખ્યા વધીને 22,902 થઈ ગઈ.
જોકે, ગત 24 કલાકમાં 378 લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરાઈ છે, જે શુક્રવારની સરખામણીએ બહુ વધારે નથી.
શુક્રવારે એક જ દિવસમાં 367 લોકોના માર્યા જવાનો રિપોર્ટ આવ્યો હતો, જે ગત મહિને થનારા રોજિંદા મૃત્યુની સરખામણીમાં સૌથી ઓછી સંખ્યા હતી.
રશિયામાં 66 લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરાઈ છે. જે બાદ અહીં મૃતકોની સંખ્યા વધીને 681 થઈ. રશિયામાં લગભગ 75 હજાર લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે.
જર્મનીમાં સતત બીજા દિવસે સંક્રમણના નવા મામલાની સંખ્યામાં ઘટાડો નોંધાયો. અહીં વાઇરસને લીધે 5500 લોકોનાં મૃત્યુ થયાં છે. અહીં દોઢ લાખથી વધુ લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે.
ઈરાનમાં વધુ 67 લોકોનાં મૃત્યું થયાં અને એ સાથે જ અહીં મૃતકોની કુલ સંખ્યા વધીને 5,650 થઈ ગઈ. ઈરાનમાં લગભગ 90 હજાર લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે.
બ્રેકિંગગુજરાત : વધુ 256 કેસો, કુલ સંખ્યા 3061, 133 મૃત્યુ
ગુજરાતમાં 24 એપ્રિલ, સાંજે પાંચ વાગ્યાથી અત્યાર સુધીમાં 256 કેસો નોંધાયા છે. જ્યારે છ દરદીનાં મૃત્યુ થયાં છે. આ દરમિયાન 17 દરદીઓ સાજા પણ થઈ ગયા.
આ સાથે જ ગુજરાતમાં અત્યાર સુધી ચેપગ્રસ્ત કુલ દરદીઓની સંખ્યા 3061 થઈ ગઈ. જ્યારે રાજ્યમાં કુલ મૃતાંક 133 થઈ ગયો.
રાજ્યમાં જે નવા કેસો નોંધાયા એમાંથી અમદાવાદમાં 182 કેસો નોંધાયાં. જ્યારે સુરતમાં 34 નવા કેસો નોંધાયા. એ ઉપરાંત બનાસકાંઠામાં પણ 11 નવા કેસો નોંધાયા. જ્યારે વડોદરામાં સાત નવા કેસો સામે આવ્યા.
આ સાથે જ અમદાવાદમાં કુલ ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા 2003 થઈ ગઈ. જ્યારે સુરતમાં 496, વડોદરામાં 230 અને રાજકોટમાં 41 અને ભાવનરમાં 40 થઈ.
અત્યાર સુધી રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ પણ અમદાવાદમાં થયાં છે. અહીં 86 દરદીઓનાં મૃત્યુ થયાં.
બ્રેકિંગભારતમાં અત્યાર સુધીમાં 779 મૃત્યુ
ભારતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની વેબસાઇટ અનુસાર, ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમણના કુલ કેસ 24,942 થઈ ગયા છે.
તેમજ આ મહામારીને કારણે ભારતમાં અત્યાર સુધીમાં 779 લોકોનાં મૃત્યુ થયાં છે.
મંત્રાલય અનુસાર સારવાર બાદ 5210 લોકો સજા થઈ ગયા છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 1490 કેસ સામે આવ્યા છે, જ્યારે આ દરમિયાન 56 લોકોનાં મૃત્યુ થયાં છે.
કોરોનાનું કવરેજ
ગૃહ મંત્રાલયના નવા આદેશ પર શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે?
ગૃહ મંત્રાલયનાં અધિકારી પુણ્ય સલિલા શ્રીવાસ્તવે જણાવ્યું છે કે ગામોમાં તમામ પ્રકારની દુકાનોને ખોલવાની પરવાનગી આપી દેવાઈ છે.
જોકે, શૉપિંગ મૉલ આમાં સામેલ નથી.
બીજી બાજુ, શહેરી વિસ્તારો અંગે વાત કરતાં તેમણે જણાવ્યું, "શહેરી વિસ્તારો કે જે કન્ટેન્મૅન્ટ ઝોનમાં નથી આવતા, ત્યાં અમુક પ્રકારની દુકાનો ખોલવાની પરવાનગી અપાઈ છે. આમાં પડોશની દુકાનો, આવાસીય સંકુલોમાં ચાલી રહેલી દુકાનો અને ભીડભાડવાળા વિસ્તારોથી દુર આવેલી દુકાનો સામેલ છે."
તેમણે કહ્યું, "દુકાનો ચલાવવાવાળાઓ આરોગ્યના માપદંડોનું પાલન કરવું પડશે. કર્મચારીઓએ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સંબંધિત નિયમોનું પાલન કરવું પડશે."
આ સાથે જ તેમણે જણાવ્યું કે તમામ પ્રકારની સેવાઓ આપનારી દુકાનોને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
આવી દુકાનોમાં વાળ કાપવાની દુકાનો અને બ્યુટીપાર્લર વગેરે સામેલ છે.
આ સાથે જ દારૂની દુકાનોને પણ ખોલવાની પરવાનગી નથી અપાઈ.
બ્રેકિંગકોવિડ-19થી સાજા થયા બાદ પણ ઍન્ટી-બૉડી થવાના પુરાવા નથી - WHO
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે, "હાલમાં એવા કોઈ પુરાવા નથી મળ્યા કે જેના આધારે એવું કહી શકાય કે કોવિડ-19થી ઠીક થનારા દરદીઓનાં શરીરમાં એવા ઍન્ટી બૉડી છે કે જે તેમને કોરોના વાઇરસના સંક્રમણથી બચાવી રાખશે."
કેટલાક દિવસો પહેલાં એવું માનવામાં આવી રહ્યું હતું કે કોરોના વાઇરસના સંક્રમણથી સાજા થનારા લોકોમાં એવા ઍન્ટી બૉડી વિકસ થવાની સંભાવના છે કે જે વાઇરસ પર હુમલો કરીને બીજી વાર ચેપનું જોખમ ટાળી દે છે.
લૉકડાઉન કઈ રીતે હઠાવાશે? મુખ્ય આર્થિક સલાહકારની બીબીસી સાથે વાતચીત
ભારતના મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યણે બીબીસીના સંવાદદાતા જુગલ પુરોહિત સાથે ખાસ વાત કરી હતી.
તેમણે ત્રણ મે બાદ કેવી પરસ્થિતિ હશે એ અંગે વાત કરતાં જણાવ્યું, "સ્પેનીશ ફ્લૂએ આપણને શિખવાડ્યું છે કે જ્યાં લોકો જીવતા રહ્યાં ત્યાં જ મહામારી બાદ સંપત્તિનું સર્જન થયું હતું. એટલે ત્રણ મે બાદ આપણે સાવચેતીપૂર્વક અને વર્ગીકૃત રીતે લૉકડાઉનને હઠાવવું પડશે. આ માટે ત્રણ ફેકટરો મહત્ત્વનાં હશે. એક - હૉટસ્પૉટ પર ધ્યાન રાખવું પડશે. કામના સ્થળે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે અને અર્થતંત્ર પર અસર કરનારાં સૅક્ટરોને ખુલ્લાં મૂકવાં પડશે."
સંપૂર્ણ ઇન્ટરવ્યૂ સોમવારે બીબીસી પર રજૂ કરાશે
કોરોના વૅક્સિન : યુકેમાં બે દર્દીઓ પર રસીનું પરીક્ષણ
ફર્ગ્યુસ વૉલ્શ
મેડિકલ સંવાદદાતા
આગામી મહિનાઓમાં લગભગ 5,000 સ્વંયસેવકો સાથે વધારે વ્યાપક પ્રમાણમાં ટ્રાયલ કરવામાં આવશે.
વધુ વાંચોરેપિડ ટેસ્ટ કિટના ઉપયોગ પર હાલ પૂરતી રોક
સમાચાર સંસ્થા એએનઆઈએ કોરોના વાઇરસને લઈને આપેલી હાલની માહિતીમાં જણાવ્યું છે કે સરકારી તરફથી રેપિડ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ ટાળવાનો વિચાર કરાયો છે.
એએનઆઈએ ટ્વીટમાં લખ્યું છે, “કોરોના વાઇરસ પર મંત્રીઓના સમૂહની એક બેઠકમાં એ નિર્ણય લેવાયો છે કે હાલ ભારતમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને સરકાર તરફથી લેવાયેલાં પગલાંનાં સકારાત્મક પરિણામો આવ્યાં છે. એટલે હાલ તું રેપિડ ટેસ્ટ કિટનો ઉપયોગ રોકવામાં આવી રહ્યો છે.” અન્ય એક ટ્વીટમાં એવું પણ કહેવાયું છે કે “સરકાર પાસે હાલમાં 15 લાખ ટેસ્ટ કિટની ક્ષમતા છે અને કેટલીય ભારતીય કંપનીઓ ટેસ્ટિંગ કિટ બનાવવાની પ્રક્રિયામાં લાગેલી છે. લગભગ 1.25 લાખ સ્વયંસેવકો કોવિડ-19 વિરુદ્ધની લડાઈમાં મદદ માટે તૈયાર છે.”
કેન્દ્ર સરકારમાંથી આવેલી કમિટી અને અમદાવાદના મુખ્ય અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ
અમદાવાદમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થતો હોવાથી કેન્દ્ર સરકારે હાઈ-પાવર્ડ કમિટીને અમદાવાદ મોકલી હતી.
શનિવારે અમદાવાદના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે હાઇ-પાવર્ડ કમિટીએ બેઠક કરી હતી.
જેમાં અમદાવાદના કલેક્ટર કે.કે.નિરાલા, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર વિજય નેહરા, શહેરના પોલીસ કમિશનર આશિષ ભાટિયા હાજર રહ્યા હતા.
ભારતને ઘરમાં બનેલા માસ્કની પ્રેરણા આપનારાં મહિલા
ભારતમાં ઘરમાં બનાવેલા માસ્ક પર ભાર મૂકવા પાછળ એક મહિલા વૈજ્ઞાનિકનો હાથ છે.
11 એપ્રિલે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગમાં મોઢું ઢાંક્યું હતું તે કપડું હતું, ન કે બજારથી લીધેલો માસ્ક.
હાલમાં જ મોદી સરકારે ભારતીય લોકોને ગીચ વિસ્તારોમાં કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે ફેસમાસ્ક પહેરવાની સલાહ આપી છે.
આ પહેલાં સરકારે માત્ર કોરોના સંક્રમિતોને માસ્ક પહેરવાની સલાહ આપી હતી.
વરિષ્ઠ વિજ્ઞાન પત્રકાર પલ્લવ બાગલાનું કહેવું કે ભારત સરકારની આ નીતિમાં ફેરફાર અને એક અબજથી વધારે દેશવાસીઓને ઘરમાં બનાવેલા માસ્ક પહેરવા પર ભાર મૂકવા પાછળ એક મહિલા બાયૉ-કૅમિસ્ટનો હાથ છે.
58 વર્ષીય શૈલજા વી. ગુપ્તા ભારત સરકારનાં પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર સમૂહમાં સામેલ છે. તેઓ સરકારને નીતિઓ બનાવવા અને ટેકનોલૉજીનો મહત્તમ ઉપયોગ કરવા અંગે સલાહ આપે છે.
તેમનું કહેવું છે કે ટ્રાન્સમિશન રોકવા માટે ઘરમાં બનાવેલા માસ્ક એક દેખીતું સમાધાન છે, ખાસ કરીને ગીચ વિસ્તારોમાં.
દાખલા તરીકે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને સ્થાનિક સ્તરે, સસ્તું અને સાદું સમાધાન જોઈએ છે અને આવી પરિસ્થિતિમાં ઘરમાં બનાવેલા માસ્ક એક સારો વિકલ્પ હોઈ શકે છે.
માસ્કની અસરકારકતા વિશે વિવાદ ચાલી રહ્યો હતો કે કોને માસ્ક પહેરવા જોઈએ અને કયા પ્રકારના માસ્ક પહેરવા જોઈએ.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું હતું કે માસ્ક સુરક્ષાનું એક સાધન હોઈ શકે તેના પુરાવા નથી. ત્યારે એશિયાના કેટલાક દેશોમાં માસ્કને ફરજિયાત કરવામાં આવ્યા હતા.
જ્યારે કોરોના વાઇરસે ભારતને ભરડમાં લીધું ત્યારે શૈલજા ગુપ્તાએ ઘરે માસ્ક બનાવવાનું એક મૅન્યુઅલ તૈયાર કરવામાં મદદ કરી હતી.
તેને 22 ભાષાઓમાં તૈયાર કરવામાં આવ્યું અને વાઇરસ સામે લડત માટે ઘરમાં બનાવેલા માસ્ક પર એક પ્રમુખ હથિયાર તરીકે ભાર મૂકવામાં આવ્યો.
શૈલજા ગુપ્તાનું કહેવું છે કે કૉટનના કાપડથી કોઈ પણ માસ્ક ઘરે બની શકે છે, આ કપડું નવું કે જૂનું હોઈ શકે છે. નવ ઈંચ બાય સાત ઈંચનો ટુકડો લઈ અને ચાર પાતડી પટ્ટી જોડીને મોં પર બાંધી દેવો. આ માસ્કથી મોં અને નાક બરાબર ઢાંકેલાં હોવાં જાઈએ અને તેને સાબુ અને પાણીથી ધોઈને ફરી વાપરી શકાય.
આ માસ્ક બજારમાં મળતા અન્ય સર્જિકલ માસ્ક કે પછી એન-95 માસ્ક કરતાં સસ્તા પડે છે.
ભારત સરકારનું કહેવું છે કે અત્યાર સુધી 78 હજાર સ્વયંસેવી સંગઠનો દ્વારા બે કરોડથી વધારે માસ્ક બનાવવામાં આવ્યા છે.
શૈલજા ગુપ્તાએ આઈઆઈટીમાંથી અભ્યાસ કર્યો છે અને તેમણે દેશમાં ગરીબ વર્ગ સાથે વર્ષો સુધી કામ કર્યું છે. મુંબઈના ધારાવી વિસ્તારમાં તેમણે સ્થાનિકો સાથે કામ કર્યું છે.
કોરોના વાઇરસ : લૉકડાઉનમાં જીવિત રહેવા સંઘર્ષ કરતાં બાળકો
ગીતા પાંડે
બીબીસી સંવાદદાતા
લૉકડાઉનને કારણે લાખો બાળકોની જિંદગી જાણે કે નરક જેવી બની ગઈ છે.
વધુ વાંચોરવિવારથી ગુજરાતમાં નાની-મોટી દુકાનો સશર્ત ખોલી શકાશે : અશ્વિની કુમાર
મુખ્ય મંત્રી કાર્યાલયના સચિવ અશ્વિની કુમારે શનિવારે પ્રેસ-કૉન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે રવિવારથી ગુજરાતમાં નાની-મોટી દુકાનોને સશર્ત ખોલી શકાશે.
સચિવે આ જાહેરાત પણ કરી હતી :-
ઉત્તર પ્રદેશમાં 30 જૂન સુધી લોકોના એકઠા થવા પર પ્રતિબંધ : યોગી
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે 30 જૂન સુધી પ્રદેશમાં લોકોને એકઠા થવાની મંજૂરી નથી. યોગીએ રાજ્યમાં કોરોના વાઇરસના ફેલાઈ રહેલા ચેપને ધ્યાનમાં લેતાં આ નિર્ણય લીધો છે.
પ્રદેશમાં 30 જૂન સુધી રાજકીય રેલી અને સામાજિક-સાંસ્કૃતિક સમારોહ પર પ્રતિંબધ રહેશે.
આ પહેલાં યોગી આદિત્યનાથે કહ્યું હતું કે તેઓ ઉત્તર પ્રદેશના પ્રવાસી મજૂરોને દેશનાં બીજાં રાજ્યોમાંથી પરત લાવશે.
ઉત્તર પ્રદેશમાં કોરોના વાઇરસનો ચેપ લાગવાના અત્યાર સુધી 1,600થી વધુ કેસ સામે આવ્યા છે અને 25 લોકોનાં મૃત્યુ થયાં છે. તો બીજી બાજુ દેશભરમાં ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા 24,000ને પાર થઈ ગઈ છે અને મૃતકાંક 775 થઈ ગયો છે.
રાષ્ટ્રપતિભવનમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનરના શપથવિધિમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન
રાષ્ટ્રપતિ ભવનમાં આજે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનરનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંજય કોઠારીને શપથ લેવડાવ્યા હતા.
આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપતિભવનમાં તમામ ખુરશીઓ છૂટી-છૂટી ગોઠવવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તથા વડા પ્રધાન સહિત કાર્યક્રમમાં હાજર તમામ લોકોએ માસ્ક પહેર્યા હતા.
રમઝાન મહિનાના પહેલા દિવસે શ્રીનગરમાં મસ્જિદો-દરગાહો બંધ
સમાચાર સંસ્થા એ.એન.આઈ.ના અહેવાલ અનુસાર, શ્રીનગરમાં પવિત્ર રમઝાન મહિનાના પહેલા દિવસે મસ્જિદો અને દરગાહ બંધ રહી હતી.
કોરોના વાઇરસના કારણે દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું હોવાથી મુસ્લિમ સમુદાયના ધાર્મિકસ્થાનો મેળાવડા તથા સામૂહિક નમાઝ માટે બંધ રહ્યાં હતાં.
ચીને જે રિપોર્ટને અટકાવવાનો પ્રયાસ કર્યો, તે જાહેર
સમાચાર એજન્સી રૉઇટર્સના અહેવાલ અનુસાર, ચીન ઇચ્છતું હતું કે યુરોપિયન યુનિયનના એ અહેવાલને રોકવામાં આવે, જેમાં ચીન પર કોરોના વાઇરસના સંક્રમણના ફેલાવાને લઈને ખોટી માહિતી આપવાનો આરોપ છે.
રૉઇટર્સના અહેવાલ અનુસાર ચીન ઇચ્છતું હતું કે આ રિપોર્ટને બ્લૉક કરી દેવામાં આવે.
એજન્સી ચાર સ્ત્રોત અને ડિપ્લોમૅટિક પત્રવ્યવહારની સમીક્ષા કરીને આ સમાચાર છાપ્યા છે. છેવટે આ અહેવાલ જાહેર થઈ ગયો.
આ રિપોર્ટમાં યુરોપિયન યુનિયનમાં ચીનના તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ચીનના વિદેશ મંત્રાલયે પણ હાલ સુધી કાંઈ કહ્યું નથી.
રૉઇટર્સને ઈ.યુ. (યુરોપિયન યુનિયન, યુરોપિયન સંઘ)ના એક પ્રવક્તાએ કહ્યું, "અમે આવી બાબતમાં કોઈ ટિપ્પણી કરતા નથી. આ અમારા પાર્ટનર્સ અને બીજા દેશોની વચ્ચેનો સંવાદ છે."
ઈ.યુ.ના અન્ય એક અધિકારીએ રૉઇટર્સને કહ્યું કે આ અહેવાલ જાહેર થઈ ગયો છે અને જેવો હતો તેવો જ જાહેર થયો છે.
ન્યૂઝ એજન્સીના કહેવા પ્રમાણે આ અહેવાલ 21 એપ્રિલે જાહેર થવાનો હતો પરંતુ ચીનના અધિકારીઓને જાણ થતાં તેમાં વાર લાગી. રૉઇટર્સના દાવા મુજબ, "ચીનના એક સિનિયર અધિકારી ચીનમાં ઈ.યુ. અધિકારીઓનો સંપર્ક કર્યો અને કહ્યું કે જો કોઈ અહેવાલ એ જ પ્રકારે આજે જાહેર થશે, તો તે અમારા સહયોગ માટે ઘણું ખરાબ હશે."
ચીનના વિદેશ મંત્રાલયના અધિકારી યાંગ શુઆગુઆંગના એક નિવેદનને ટાંક્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે રિપોર્ટ પ્રકાશિત થશે તો ચીનને નારાજ કરવાનું પગલું હશે.
રૉઇટર્સનું કહેવું છે કે આના કારણે રિપોર્ટ જાહેર કરવામાં વાર લાગી છે. આ અહેવાલમાં ચીન પર ખોટી માહિતી આપવાનો અને પછી પોતાની આંતરરાષ્ટ્રીય છબીને સુધારવા માટે અનેક પ્રકારના પગલાં લેવાનો આરોપ લગાવ્યો છે.