Got a TV Licence?

You need one to watch live TV on any channel or device, and BBC programmes on iPlayer. It’s the law.

Find out more
I don’t have a TV Licence.

લાઇવ રિપોર્ટિંગ

તમામ દર્શાવેલ સમય UK ના છે

 1. સિન્ધુવાસિની

  બીબીસી સંવાદદાતા

  તાલિબાન લડવૈયા

  ચીન અને પાકિસ્તાનનો સમાવેશ એવા ગણતરીના દેશોમાં થાય છે જેમના દૂતાવાસ, અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછી પણ સક્રિય છે.

  વધુ વાંચો
  next
 2. Post update

  અફઘાનિસ્તાન પર રિપોર્ટિંગના આ વિશેષ પેજને અહીં સમાપ્ત કરીએ છીએ. કાલે ફરી મળીશું નવી અપડેટ સાથે. શુભરાત્રી!

 3. અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ઘની યુએઈમાં

  કાબુલ પર નિયંત્રણ ગુમાવ્યા બાદ અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ઘની યુએઈ પહોંચ્યા છે. યુએઈના વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડીને જણાવ્યું છે :

  "માનવતાના ધોરણે પૂર્વ રાષ્ટ્રપતિ ઘની તથા તેમના પરિવારને અમારા દેશમાં આવકાર્યા છે." રવિવારે જ્યારે તાલિબાની લડવૈયાઓએ કાબુલ ઉપર કબજો કર્યો હતો ત્યારે ઘની અફઘાનિસ્તાન છોડી નીકળ્યા હતા.

  આમ કરવા બદલ અફઘાનિસ્તાનમાં ઘનીની ટીકા કરાઈ રહી છે અને કહેવાઈ રહ્યું કે જો અફઘાન સરકારે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધા હોત, તો ઝડપભેર કાબુલ પર તાલિબાનોનો કબજો થયો નહોત.

  તાજિકિસ્તાન ખાતે અફઘાનિસ્તાનના રાજદૂત મહમદ ઝહીર અગબરે દાવો કર્યો હતો કે રવિવારે જ્યારે ઘનીએ દેશ છોડ્યો, ત્યારે તેમની પાસે 16.9કરોડ ડૉલર હતા.

  તેમણે રાષ્ટ્રપતિ તરીકે ઘનીની લડાઈને "દેશની ધરતી તથા પોતાના લોકો સાથે વિશ્વાસઘાત" સમાન ગણાવી હતી.

  તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં અફઘાન રાજદૂતાલય ખાતે પત્રકારપરિષદને સંબોધતાં તેમણે કહ્યું હતું કે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહને અફઘાનિસ્તાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે માન્યતા આપવા પર વિચારણા ચાલી રહી છે.

  અગાઉ અલઝઝીરાએ એવા અહેવાલ આપ્યા હતા કે ઘની, તેમનાં પત્ની, સેનાધ્યક્ષ તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદમાં છે, એ પહેલાં એવા અહેવાલ વહેતા થયા હતા કે તેઓ તાજિકિસ્તાન નાસી છૂટ્યા છે.

  ઉલ્લેખનીય છે કે આ પહેલાં એક ફેસબુક પોસ્ટ દ્વારા ઘની દેશ છોડવાના પોતાના નિર્ણયનો બચાવ કરી ચૂક્યા છે. તેમણે લખ્યું હતું કે રક્તપાતને અટકાવવા તથા લાખો જીવો પરનું જોખમ ટાળવા તેમણે દેશ છોડી દીધો હતો.

  ઘની
 4. બે દિવસમાં જ બદલાઈ લોકોની વર્તણૂક, પુરુષોનું દાઢી વધારવાનું શરૂ, મહિલાઓ દેખાતી બંધ થઈ

  અફઘાનિસ્તાન

  તાલિબાનનો અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કર્યો, તે પછી ઘટનાક્રમ ઝડપભેર બદલાઈ રહ્યો છે. ત્યાંની સ્થિતિ અંગે બીબીસી સંવાદદાતા મુદ્દસીર જણાવે છે :

  અફઘાનિસ્તાનમાં જનજીવન ધીમે-ધીમે થાળે પડી રહ્યું હોય તેમ જણાય છે. અગાઉની સરખામણીમાં વધુ સંખ્યામાં ગાડીઓ રસ્તા ઉપર દેખાવા લાગી છે. કાબુલ પર તાલિબાનોનો કબજો થયો તેના બે દિવસ નથી થયા કે લોકોની વર્તણૂકમાં ફેરફાર દેખાવા લાગ્યો છે.

  ગત રાત્રે અમારી હોટલ પર તાલિબાનીઓની ટૂકડી આવી હતી, મૅનેજમૅન્ટે તેમને જમાડી, જેના કારણે રૂમ સર્વિસને માટે કંઈ વધ્યું ન હતું.

  હજુ થોડા દિવસ પહેલાં યુનિફૉર્મ પહેરેલા ગાર્ડ હોટલની સુરક્ષા માટે તહેનાત હતા, જેમને તાલિબાન સામે અમારી સુરક્ષા માટે તહેનાત કરવામાં આવ્યા હતા.

  હવે દરવાજા પર બંદૂકો સાથે તાલિબાનો તહેનાત છે. હું જોઉં છું કે હોટલના સ્ટાફે ત્રણ દિવસથી દાઢી નથી કરી. રિસૅપ્શન, રૂમ સર્વિસ કે સફાઈકામ કરનારી મહિલાઓ દેખાતી નથી.

  હોટલમાં સંગીત વાગતું રહેતું, જે બંધ થઈ ગયું છે. હેલિકૉપ્ટર કે ગોળીબારના અવાજો નથી સંભળાઈ રહ્યા. ગઈ કાલની સરખામણીમાં કેટલીક વધારે દુકાનો ખુલ્લી છે. લોકો પણ પોતાના કામધંધે પરત ફરવા લાગ્યા છે.

  અફઘાનિસ્તાનના અલગ-અલગ વિસ્તારોમાંથી તાલિબાનો કાબુલમાં ઠલવાઈ રહ્યા છે, તેમની હાજરી વધતી જણાય રહી છે.

 5. તાલિબાન નેતાઓની હામીદ કરઝઈ અને બીજા નેતાઓ સાથે મુલાકાત

  અફઘાનિસ્તાન

  તાલિબાની નેતા અનસ હક્કાનીએ બુધવારે કાબુલ ખાતે પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઈ તથા વરિષ્ઠ રાજનેતા અબ્દુલ્લા અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી.

  અનસ હક્કાનીએ વરિષ્ઠ તાલિબાની નેતા સિરાજુદ્દીન હક્કાનીના ભાઈ છે. પિતા જલાલુદ્દીન હક્કાનીના મૃત્યુ બાદ સિરાજુદ્દીને ‘હક્કાની નેટવર્ક’ની સ્થાપના કરી હતી.

  એક તાલિબાની સૂત્રે બીબીસી પશ્તો સેવાને જણાવ્યું કે અફઘાન સંસદના ઉપલા ગૃહના વડા અબ્દુલ હાદી મુસ્લિમયાર પણ આ બેઠકમાં સામેલ હતા.

  આ બેઠકમાં શું ચર્ચા થઈ, તેના વિશે કોઈ ફોડ પાડવામાં નથી આવ્યો, પરંતુ પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઈની નજીકના એક સૂત્રે બીબીસીને જણાવ્યું કે આ બેઠકમાં તમામને સ્વીકાર્ હોય તેવી ગઠબંધન સરકારનું ગઠન કરવા વિશે ચર્ચા થઈ હતી.

  ઉલ્લેખનીય છે કે તાલિબાન આ પહેલાં આમિરખાન મોત્તકી સાથે પણ મુલાકાત કરી ચૂક્યું છે. અબ્દુલ્લા અબ્દુલ્લા ગત સરકારમાં મુખ્ય શાંતિદૂત રહી ચૂક્યા છે તથા શાંતિ માટે ગઠિત પરિષદના વડા પણ હતા. જેઓ તાલિબાનો સાથે વાટાઘાટ કરવાના હતા.

  દરમિયાન અનેક મોટા તાલિબાની નેતાઓ આજકાલમાં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પહોંચશે.

  આ નેતાઓમાં મુખ્યત્વે મુલ્લા અબ્દુલ ઘની બરાદર તથા મંગળવારે કતારથી અફઘાનિસ્તાન પરત ફરેલા અન્ય એક તાલિબાની નેતાનો સમાવેશ થાય છે. જેઓ પહેલાં કંધાર પહોંચ્યા હતા, જેને 'તાલિબાનનું પારણું' પણ કહેવામાં આવે છે.

  મુલ્લા બરાદર તાલિબાનના સ્થાપક સભ્યોમાંથી એક છે. 1994માં જે ચાર લોકોએ તાલિબાનનું ગઠન કર્યું હતું, તેમાં બરાદર પણ એક હતા. તેમણે કતારમાં અમેરિકા સાથે યોજાયેલી શાંતિમંત્રણામાં ભાગ લીધો હતો. શાંતિમંત્રણા આગળ ધપાવી શકાય, તે માટે બરાદરને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે મુલ્લા બરાદર શાંતિપૂર્વક વાટાઘાટના હિમાયતી છે.

 6. અબ્દુલ સૈયદ

  રિસર્ચર, બીબીસી ઉર્દૂ માટે

  તાલિબાન

  તાલિબાન 2.0 અગાઉ કરતાં વધારે આયોજન અને તાલીમબદ્ધ હોવાનો નિષ્ણાતોનો મત અને જે રીતે કાબુલમાં મંગળવારે તાલિબાને પ્રથમ પ્રેસવાર્તા કરી એ પણ આ વાતની સાક્ષી પુરાવે છે.

  વધુ વાંચો
  next
 7. દુનિયામાં કયો દેશ સૌથી વધારે‘આતંકવાદ’થી અસરગ્રસ્ત છે?

  તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો એ સાથે જ ફરીથી એક વાર દુનિયામાં ચરમપંથ પર ચર્ચા શરૂ થઈ છે ત્યારે સમજો કે દુનિયામાં ચરમપંથની સ્થિતિ શું છે.

  View more on twitter
 8. બ્રેકિંગજલાલાબાદમાં અફઘાનિસ્તાનના ધ્વજ સાથે દેખાવો, ગોળીબાર

  અફઘાનિસ્તાનના જલાલાબાદ શહેરમાં કેટલાક લોકોએ અફઘાનિસ્તાનના ઝંડાના સમર્થનમાં એક રેલી કાઢી હતી જેને લઈને હિંસા થઈ અને હવામાં ગોળીબારના પણ અહેવાલ આવ્યા છે.

  જલાલાબાદ પૂર્વીય અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતની રાજધાની છે અને પાંચમું સૌથી મોટું શહેર છે.

  સ્થાનિક મીડિયા અનુસાર બુધવારે સવારે કેટલાક લોકોએ મુખ્ય માર્ગ પર અફઘાનિસ્તાનનો ધ્વજ લહેરાવ્યો હતો.

  ત્યાર પછી સંખ્યાબંધ લોકો તેના સમર્થનમાં આવ્યા અને સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી. આ લોકો તાલિબાન પાસે માગણી કરી રહ્યા છે કે રાષ્ટ્રીય ધ્વજને બદલવામાં ન આવે.

  થોડી વારમાં જ શહેરના મુખ્ય માર્ગ પર કેટલાક હથિયારધારી લોકોએ તેમને રોક્યા હતા.

  સોશિયલ મીડિયા પર જોવા મળેલ વીડિયોમાં દેખાય છે કે કેટલાક હથિયારધારી લોકોએ ભીડને હઠાવવા માટે હવામાં ગોળીબાર કર્યો હતો.

  હજુ એ સ્પષ્ટ નથી કે આ હથિયારધારી કોણ હતા પણ સૂત્રો અનુસાર તેઓ તાલિબાનના જ સભ્ય હતા.

  જલાલાબાદ
  Image caption: જલાલાબાદ
  View more on twitter
 9. બ્રેકિંગઅફઘાનની મહિલાઓ અને બાળકીઓની ચિંતા છે : બ્રિટનનાં પૂર્વ વડા પ્રધાન ટેરેસા મે

  બ્રિટનનાં પૂર્વ વડાં પ્રધાન થેરેસા મે એ બ્રિટિશ સરકારની અફઘાનની સ્થિતિ મામલેની સમીક્ષા અને વિશ્લેષણ પર સવાલ ઉઠાવ્યો છે.

  તેમણે સંસદમાં કહ્યું, “શું ઇન્ટેલિજન્સ એટલું બધું નબળું હતું? શું અફઘાન સરકાર વિશે આપણી આટલી બધી નબળી હતી? પાયાના સ્તરની સ્થિતિ વિશે આપણી પાસે પૂરતી જાણકારી નહોતી? કે પછી આપણે માત્ર અમેરિકા કરે તેવું જ કરવાના હતા? કે પછી એક જ રાતમાં બધું સારું થઈ જશે એવી પ્રાર્થના પર આધાર રાખી રહ્યા હતા?”

  તાલિબાને મહિલાઓને નોકરી કરવાની અને બાળકીઓને સ્કૂલ જવાની છુટ આપવા મામલે ઇસ્લામિક કાયદાની વાત કરી છે. તેની નોંધ લેતા તેમણે કહ્યું, “ઇસ્લામિક કાયદાઓનું તેઓ અર્થઘટન કરશે અને પછી મહિલાઓ અને યુવતી-છોકરીઓનું શું થયું તે આપણે સૌએ જોયું જ છે.”

  “એ દુખની વાત છે કે મહિલાઓ અને દીકરીઓ પાસે પહેલાં જેવા અધિકારો નહીં હોય. તેમની પાસે જે આઝાદી હોવી જોઈએ તે નહીં હોય.”

  તેમણે સરકારને રૅફ્યૂજીની મર્યાદા પણ વધારવા માટે અપીલ કરી. આ વિશે તેમણે કહ્યું, “જેઓ માત્ર બ્રિટિશ સૈન્ય સાથે કામ કરતા હતા તેઓ જ નહીં પણ જેમના જીવ જોખમમાં છે તેમને પણ આશ્રય આપો.”

  બ્રિટનનાં પૂર્વ વડાં પ્રધાન થેરેસા મે
 10. બ્રેકિંગતાલિબાન મામલે નિવેદન બદલ યુપીના સાંસદ સામે દેશદ્રોહનો કેસ

  ઉત્તર પ્રદેશમાં સંભલથી સમાજવાદી પાર્ટીના લોકસભા સાંસદ શફીકુર્રહમાન બર્ક પર એક ભાજપના કાર્યકર્તાની ફરિયાદ પર દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે.

  લખનઉથી બીબીસીના સહયોગી પત્રકાર સમીરાત્મજ મિશ્ર જણાવે છે કે એક દિવસ પહેલા અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળનારા તાલિબાનની સરખામણી ભારતની આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્યસેનાનીઓ સાથે કરી હોવાનો બર્ક પર આરોપ છે.

  જોકે, સાંસદ શફીકુર્રહમાન બર્કનું કહેવું છે કે 'મેં આવું કોઈ નિવેદન આપ્યું નથી. મારા નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી રહ્યું છે. હું ભારતનો નાગરિક છું અને મને અફઘાનિસ્તાનની આંતરિક બાબત સાથે કોઈ લેવા-દેવા નથી.'

  એમણે એમ પણ કહ્યું કે અફઘાનિસ્તાન બાબતે ભારત સરકારની જે નીતિ હોય તેને માને છે.

  સંભલ પોલીસ સુપરિડેન્ટેન્ડ ચક્રેશ મિશ્રાએઆ વિશે મીડિયાને જણાવ્યું, “સંભલ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ કરવામાં આવી હતી કે સાંસદ શફીકુર્રહમાન બર્કે તાલિબાનની સરખામણી ભારતના સ્વાતંત્ર્યસેનાનીઓ સાથે કરી છે. આવું નિવેદન રાજદ્રોહની શ્રેણીમાં આવે છે એટલે તેમની સામે કલમ 124-એ હેઠળ દેશદ્રોહની ફરિયાદ દાખલ થઈ છે. સાથે જ 153એ અને 295 પણ લગાવવામાં આવી છે. તે સિવાય અન્ય બે લોકોએ પણ સોશિયલ મીડિયા પર આ પ્રકારની વાત કહી હતી, તેમની વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.”

  શફીકુર્રહમાન બર્કે અફઘાનિસ્તાન પર તાલિબાનના અધિકારની સરખામણી ભારતના સ્વતંત્રતા સંગ્રામ સાથે કરી હતી. જોકે તેમણે બાદમાં પોતાના નિવેદનનો બચાવ પણ કર્યો હતો.

  સંભલમાં મીડિયા સાથેની વાતચીતમાં બર્કે કહ્યું હતું, “જ્યારે ભારત અંગ્રેજોના કબજામાં હતું, ત્યારે દેશે આઝાદીની લડાઈ લડી. હવે તાલિબાન પણ પોતાના દેશને આઝાદ કરીને દેશ ખુદ ચલાવવા માગે છે. પહેલા રશિયા અને પછી અમેરિકાએ અફઘાનિસ્તાનમાં કબજો કરી રાખ્યો હતો. તેમણે પોતાની આઝાદીની લડાઈ લડી. આ તેમનો અંગત મામલો છે, તેમાં કોઈએ દખલ ન કરવી જોઈએ.”

  ઉત્તર પ્રદેશના ઉપમુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્ય સહિત ભાજપના નેતાઓએ બર્કના આ નિવેદનની ટીકા કરી હતી અને ભાજપે તેમની પાસેથી માફીની પણ માગણી કરી છે.

  ઉપરાંત મુખ્ય મંત્રી યોગા આદિત્યનાથે પણ તેમની ટીકા કરી છે.

  બર્ક બે વર્ષ પહેલા વંદે માતરમ મામલે સંસદમાં નિવેદન મુદ્દે પણ વિવાદમાં આવ્યા હતા. ગૃહમાં શપથ લીધા બાદ તેમણે કહ્યું હતું, “ભારતનું બંધારણ જિંદાબાદ પણ જ્યાં પણ સુધી વંદે માતરમનો સવાલ છે તો એ ઇસ્લામ વિરુદ્ધ છે અને અમે તેનું પાલન નહીં કરીએ.”

  સાંસદ શફીકુર્રહમાન બર્ક
  Image caption: સાંસદ શફીકુર્રહમાન બર્ક
  View more on twitter
 11. તાલિબાન અબજો રૂપિયા કેવી રીતે કમાય છે, ક્યાંથી આવે છે નાણાં?

  અફઘાનિસ્તાનમાંથી અમેરિકા સહિત વિદેશી સેનાના પરત ફરવાની જાહેરાત સાથે જે રીતે તાલિબાન આક્રમક બન્યું અને દુનિયાને ચોંકાવી ગણતરીના સમયમાં દેશ કબજે કર્યો તેનાંથી એક સવાલ ફરી ફરીને પૂછવામાં આવી રહ્યો છે કે તાલિબાન પાસે હથિયારો સહિત પુષ્કળ સંસાધનો કેવી રીતે છે અને અધધધ નાણાં ક્યાંથી આવે છે?

  એક અંદાજ મુજબ તાલિબાન વર્ષે દોઢેક બિલિયન ડૉલરની કમાણી કરે છે. જુઓ વીડિયો અહેવાલ

  View more on youtube
 12. ક્યાં છે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની?

  રવિવારે અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ગની દેશ છોડી ભાગી ગયા હતા. પરંતુ એ સ્પષ્ટ નથી કે તેઓ ક્યાં ગયા છે અને હાલ ક્યાં છે?

  તાલિબાને જ્યારે કાબુલનો કબજો લીધો ત્યારે એવી અટકળો વહેતી થઈ હતી કે તેઓ પાડોશી દેશ ઉઝબેકિસ્તાન અથવા તાજિકિસ્તાન જતા રહ્યા હતા.પછી અન્ય અહેવાલો આવ્યા કે તેઓ ઓમાન જતા રહ્યા છે.

  બુધવારે અહેવાલો આવ્યા કે તે અબુધાબીમાં જોવા મળ્યા છે. જોકે આ અહેવાલની પુષ્ટિ નથી થઈ.

  તેઓ વર્ષ 2014થી અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ છે. અને તેમનું એકાએક દેશ છોડવું ઘણું વિવાદિત બન્યું છે. સરકારી મંત્રીઓએ પણ તેમની ટીકા કરી છે.

  જોકે, તેમણે ફેસબુક પર તેમના પગલાંનો બચાવ કરતા લખ્યું હતું, “કત્લેઆમ ન થાય એટલા માટે દેશ છોડી દેવું જ યોગ્ય હતું.”

  અશરફ ઘની અને લશ્કરના અધિકારી
  Image caption: છેલ્લે શનિવારે તેમણે કાબુલમાં સેન્ય અધિકારીઓની મુલાકાત લીધી હતી ત્યારે જોવા મળ્યા હતા.
 13. અફઘાનિસ્તાનમાં અત્યાર સુધી શું થયું?

  જો આપ હમણાં જોડાયા હોવ તો આપ અહીં જાણી શકો છો કે અત્યાર સુધી શું થયું?

  -તાલિબાન નેતાઓએ કહ્યું કે હવે તેઓ 20 વર્ષથી જાહેરમાં નહોતા આવતા પણ હવે ટૂંક સમયમાં જાહેરમાં આવશે.

  -તાલિબાનના સહસ્થાપક મુલ્લા બરાદર અફઘાન આવી ચૂક્યા છે. તેઓ આજે અથવા કાલે કાબુલ આવશે.

  -વિદેશી રાષ્ટ્રો હજુ પણ તેમના નાગરિકોને અફઘાનમાંથી ઍરલિફ્ટ કરી રહ્યા છે. ઑસ્ટ્રેલિયાએ 26 નાગરિકોને, જર્મનીએ 131 અને ડચ ફ્લાઇટમાં 40 લોકોએ આજે ઉડાણ ભરી હતી.

  -જોકે એક ડચ નાગરિકે દાવો કર્યો છે કે અમેરિકી સુરક્ષા ગાર્ડે તેમને વિમાન ચઢવાથી રોક્યા હતા.

  -કાબુલમાં જનજીવન ફરી સામાન્ય થઈ રહ્યું છે. અલ-જઝીરાના એક પત્રકાર અનુસાર દુકાનો અને રેસ્ટોરન્ટ્સ ખુલી રહ્યાં છે. પરંતુ રસ્તા પર ઘણી ઓછી મહિલાઓ જોવા મળી રહી છે.

 14. યુકે દરરોજ 1000 લોકોને અફઘાનમાંથી બહાર કાઢી રહ્યું છે – પ્રીતિ પટેલ

  બ્રિટનના ગૃહસચિવ પ્રીતિ પટેલે બીબીસીને જણાવ્યું છે કે યુકેના અધિકારીઓ સતત એ કામગીરી રહ્યાં છે જેમાં અફઘાનિસ્તાનમાંથી દરરોજ 1000 બ્રિટિશ નાગરિકોને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે.

  તેમણે બીબીસી બ્રેકફાસ્ટને કહ્યું,“અમે લગભગ દરરોજ 1000 લોકોને બહાર કાઢી રહ્યા છીએ.”

  તેમણે બીબીસીને કહ્યું કે યુકે એક મોટા પ્રયાસ હેઠળ કામગીરી કરી રહ્યું છે પરંતુ ત્યાંની સ્થિતિ ખૂબ જ પડકારજનક છે અને સતત બદલાઈ રહી છે.

  આ ઉપરાંત તેમણે એવી પણ જાહેરાત કરી કે યુકે આગામી વર્ષોમાં 20 હજાર અફઘાની શરણાર્થીઓને સ્વિકારશે.

  જોકે તેમણે પહેલા વર્ષમાં 5 હજાર વિસ્થાપિતોને સ્થાયી કરવાના લક્ષ્યનો બચાવ કર્યો છે અને તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સહયોગીઓ સાથે પણ વાતચીત કરી છે. તેમાં અમેરિકા અને કૅનેડા પણ સામેલ છે. આ સરકારો સાથેમળીને કામ કરવા પણ વિચારણા કરી રહી છે.

  અફઘાનિસ્તાનમાં હવાઇમથક પર ઉભેલું વિમાન
 15. તાલિબાનની ગેરહાજરીમાં બે દાયદામાં મહિલાઓની સ્થિતિમાં શું ફરક પડ્યો?

  છેલ્લા બે દાયકામાં અફઘાનિસ્તાનમાં શિક્ષણથી લઈને રોજગાર સુધી અફઘાન મહિલાઓની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. હવે ફરીથી તાલિબાને અફઘાનિસ્તાનને કબજે કર્યું છે ત્યારે મહિલાઓની હાલત કફોડી બનશે એમ કહેવામાં આવી રહ્યું છે. તાલિબાનના પ્રવક્તાએ મંગળવારે કહ્યું હતું કે મહિલાઓને શરિયત મુજબ અધિકારો મળશે. જોકે, અનેક લોકો તાલિબાનના ઇરાદાઓ પર શંકા વ્યક્ત કરે છે.

  View more on twitter
 16. બ્રેકિંગતાલિબાનનું વચન, ‘સામાન્ય નાગરિક સુરક્ષા સાથે કાબુલ ઍરપૉર્ટ જઈ શકે છે’

  સમાચાર એજન્સી એએફપી અનુસાર વ્હાઇટ હાઉસે મંગળવારે કહ્યું કે તાલિબાને વાયદો કર્યો છે કે સામાન્ય નાગરિક કોઈ પણ ડર વગર સુરક્ષા સાથે કાબુલ હવાઈમથક જઈ શકે છે.

  અમેરિકી સરકાર અનુસાર અફઘાનિસ્તાનમાં હાલ લગભગ 11 હજાર અમેરિકન નાગરિક છે, જેમાં રાજદ્વારી અને કૉન્ટ્રૅક્ટર સામેલ છે.

  અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે કાબુલના હામિદ કરઝઈ હવાઈમથક પર હુમલો ન થાય તે સુનિશ્ચિત કરવા અને અફઘાનિસ્તાનથી બહાર નીકળી રહેલા લોકો સુરક્ષિત હવાઈમથક સુધી પહોંચી શકે તે માટે તેઓ સતત તાલિબાનના કમાન્ડરો સાથે સંપર્કમાં છે.

  જોકે, એવી ખબરો પણ મળી રહી છે કે કાબુલ હવાઈમથકમાં પ્રવેશ કરવાની કોશિશ કરી રહેલા અફઘાન નાગરિકોને તાલિબાનના લડાકુઓ સાથેની હિંસાનો સામનો કરવો પડી રહ્યો છે.

  મંગળવારે મીડિયામાં એવી પણ તસવીરો પણ જોવા મળી જેમાં હવાઈમથક આસપાસ લોકો અને બાળકોના ચહેરા લોહીથી લથપથ હતા.

  કૅનેડાના શસસ્ત્ર દળના પ્રવક્તાને ટાંકીને સમાચાર એજન્સી રૉયટર્સે કહ્યું કૅનેડા અફઘાનિસ્તાનમાં ફસાયેલા નાગરિકોને કાઢવા માટે અભિયાન ચાલુ જ રાખશે.

  અફઘાનમાં સંઘર્ષ
 17. બ્રેકિંગકાબુલમાં તાલિબાનોએ ગોળીબાર કરી લોકોને ભગાડ્યાં

  આ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલનાં દૃશ્યો છે. જ્યાં ઍરપોર્ટની આસપાસ સેંકડો લોકો એકઠા થયા છે અને ગોળીઓના અવાજ સંભળાઈ રહ્યા છે.

  લોકો જીવ બચાવવા માટે ભાગી રહ્યા છે. રસ્તા પર તહેનાત તાલિબાનના લડાકુ લોકોને નિર્દેશ આપી રહ્યા છે. તેઓ ગાડીઓમાં સવાર છે અને હાથમાં બંદૂકો છે.

  View more on youtube
 18. Video content

  Video caption: Afghanistan માં મોતને હાથમાં લઈને નોકરી કરતાં મહિલાની આપવીતી, કેવી છે તેમની જિંદગી? GLOBAL
 19. બ્રેકિંગડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અફઘાનિસ્તાનમાં જવું એ અમેરિકાની ‘ઐતિહાસિક ભૂલ’

  અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અફઘાનિસ્તાનમાં જવાનો નિર્ણય અને યુદ્ધ બન્ને અયોગ્ય બાબત હતી અને તે ખોટા નિર્ણયો હતા.

  તેમણે ફૉક્સ ન્યૂઝ ચૅનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે અમેરિકાના ઇતિહાસનો એ સૌથી ખરાબ નિર્ણય હતો.

  તેમણે કહ્યું, “અમેરિકાએ મધ્યપૂર્વમાં તબાહી સર્જી, અરબો ડૉલર્સની કિંમત ચૂકવવી પડી.લાખો લોકો માર્યા ગયા. ત્યારે પણ કંઈ મળ્યું નહોતું. કેમ કે તમારે જે વિનાશ થયો હોય તેને ફરીથી બેઠું પણ કરવાનું હોય છે.”

  ડોનાલ્ડ ટ્રમ્પ
  Image caption: ડોનાલ્ડ ટ્રમ્પ
  View more on twitter
 20. તાલિબાનના સહસ્થાપક મુલ્લા અબ્દુલ બરાદરની અફઘાનમાં એન્ટ્રી

  તાલિબાનના સહસ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાદરની અફઘાનિસ્તાનમાં ઘરવાપસી થઈ ગઈ છે. તેઓ કતારથી અફઘાન આવી પહોંચ્યા છે. ખાડીદેશમાં અમેરિકા સાથે મહિનાઓ લાંબી ચાલતી મંત્રણાઓમાં તેઓ સક્રિય હતા.

  હવે અમેરિકાએ સેના પરત ખેંચી લીધી છે અને મંત્રણા પણ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે તેમણે અફઘાનમાં ફરીથી પ્રવેશ કર્યો લીધી છે. 20 વર્ષ પહેલા તેમને અમેરિકાની આગેવાનીમાં વિદેશી સેનાઓએ સત્તામાંથી હાંકી કાઢ્યા હતા. પણ હવે તેઓ તેમની ધાર્મિક રાજધાની ગણાતા કંદહારમાં ભેગા મળી રહ્યા છે.

  તેઓ જ્યારે હવાઇમથકે પહોંચ્યા ત્યારે ટોળું તેમને વધાવી રહ્યું હતું. અનેક લોકોએ તેમનું અભિવાદન કર્યું.

  તાલિબાની નેતા મુલ્લા અબ્દુલ ગની બરાદર કોણ છે અને કેમ ખાસ ગણાય છે એ માટે ક્લિક કરીને વાંચો આ અહેવાલ

  મુલ્લા અબ્દુલ ઘની બરાદર
  Image caption: મુલ્લા અબ્દુલ ઘની બરાદર