પાક. બ્લૉગર અસીમ સઈદ 'મોચી' પર આર્મી વિરૂદ્ધ લખતા

સોશિઅલ મીડિયાની પોસ્ટે પાકિસ્તાનના અસીમ સઈદને મુશ્કેલીમાં મુકી દીધા હતા.

બે વર્ષ પહેલા એક મિત્ર સાથે તેમણે ‘મોચી’ નામનું પેજ શરૂ કર્યું હતું. ‘મોચી’ પર પાકિસ્તાનની આર્મી વિરુદ્ધ બ્લૉગ લખવામાં આવતા હતા.

જેના પગલે, ગુપ્તચર સંસ્થા દ્વાર તેમનું અપહરણ કરવામાં આવ્યું અને તેમને શારીરિક અને માનસિક યાતનાઓ આપવામાં આવી હતી.

આજે તેઓ વતનથી દૂર રહેવા મજબૂર છે. તેમની સાથે વાત કરી બીબીસી સંવાદદાતા રીકિન મજેઠિયાએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો