ઓડિશાના કેંદ્રાપાડા ગામમાં મગરમચ્છ માણસો માટે ઘાતક

બંગાળની ખાડીના કિનારે ઓડિશામાં આવેલા કેંદ્રપાડા ગામમાં મગરનો ત્રાસ વધી ગયો છે. અહીં છેલ્લા કેટલાક વર્ષોમાં મગરોની વસ્તી એટલી બધી વધી ગઈ છે કે મગરો લોકોના ઘરમાં ઘૂસી જાય છે.

મગર ગમે ત્યારે લોકો પર હુમલો કરી દે છે.

તંત્રએ આ માટે જાળીઓ બનાવવાનું શરુ કરી દીધું છે. આમ છતાં અહીં લોકોની આસપાસ મગરરૂપી મોત ભમી રહ્યું છે.

બીબીસી સંવાદદાતા સલમાન રવિએ. આ વિસ્તારની મુલાકાત લીધી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો