'દલિત, ઓબીસી, મુસ્લિમ કે આદિવાસી જો પ્રશ્ન ઉઠાવે તો કોંગ્રેસના માણસો?'

જિગ્નેશ, અલ્પેશ અને હાર્દિક

બીબીસી ન્યૂઝ ગુજરાતીના ફેસબુક લાઇવમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યુવા નેતૃત્વ પર આરોપ લગાવ્યો હતો.

રૂપાણીએ જણાવ્યું હતું કે 'હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી કોંગ્રેસના હાથા છે.'

જેના પર બીબીસી ન્યૂઝ ગુજરાતી દ્વારા 'કહાસુની' અંતર્ગત લોકોનો પ્રતિભાવ જાણવા પ્રયાસ કરવામાં આવ્યો.

લોકોએ બીબીસી ગુજરાતીના ફેસબુક પેજ પર આપેલા કેટલાક પ્રતિભાવો અહીં રજૂ કર્યાં છે.


વિજય મકવાણા નામના યૂઝર પૂછે છે, 'જે 11ને ખરીદવામાં આવ્યાં હતાં, તેમાં શું હાથ નહીં તો પગ હતો?'

Image copyright FACEBOOK

લવ જાદવ નામના યૂઝરનું કહેવું છે, 'જો અમને કંઈ જોઇતું હોય તો એ છે માત્ર ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર'

Image copyright FACEBOOK

યૂઝર મૃગેન પટેલ લખે છે, ''દલિત, ઓબીસી, મુસ્લિમ કે આદિવાસી જો પ્રશ્ન ઉઠાવે તો ભાજપ માટે એ કોંગ્રેસના માણસો બની જાય છે. ભાજપ માત્ર સવર્ણ તૃષ્ટિકરણ જ કરે છે.''

Image copyright FACEBOOK

રોશન પટેલ પૂછે છે કે જો આંદોલન પાછળ કોંગ્રેસનો હાથ હોય તો GMDC કાંડ પાછળ કોનો હાથ હતો?

Image copyright FACEBOOK

ભરત ટેઇલર લખે છે, 'આ ત્રણેય યુવાનો ગુજરાતના વિકાસ મૉડલની પોલ ખોલી છે.'

Image copyright FACEBOOK

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો