ઝૂંપડપટ્ટીમાં પણ પાકી છત!
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

બદલાઈ રહી છે અમદાવાદની ઝૂંપડીઓ

ગામડાંનાં ઘર કે ઝૂંપડપટ્ટીમાં મુશ્કેલીઓની ભરમાર હોય છે. ટીન કે સિમેન્ટમાંથી બનતા આ છાપરાને કારણે ઘરમાં ઉનાળામાં સખત બાફ થાય છે.

શિયાળામાં ઠંડી લાગે છે અને ચોમાસામાં તેમાંથી પાણી ટપકે છે.

અમદાવાદના હસિત ગણાત્રા એક એન્જિનિયર છે. તેમણે નિર્ણય કર્યો કે છાપરા બનાવવાનો કોઈ વધુ સારો રસ્તો હોવો જોઈએ.

એક સરળ અને ઓછો ખર્ચાળ ઉપાય જેનાથી લોકોને પણ આરામદાયક ઘર મળી શકે.

અને આખરે તેમને બનાવી મોડ્યુલર છત. આ છત બનાવવા હસિત ખાલી પડેલા ખોખાંનાં પૂંઠાંનો ઉપયોગ કરે છે.

સંવાદદાતા - કેરોલિન રાઈસ, ઇન્નોવેટર્સ સિરિઝ, બીબીસી વર્લ્ડ વાઈડ સર્વિસ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા