'કસાબની ગોળીએ મારું બાળપણ છિનવી લીધું'
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

26/11ના કેસમાં સૌથી યુવાન વયે જુબાની આપનારાં દેવિકાની જુબાને એ દિવસ.

નવ વર્ષ પહેલાં 26/11ના દિવસે દસ હુમલાખોરો સમુદ્રના માર્ગે મુંબઈ પહોચ્યા હતા. મુંબઈમાં બે ફાઇવસ્ટાર હોટેલ, નરિમાન હાઉસ, સીએસટી સ્ટેશન, અને યહૂદી સેન્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો.

ત્યારે કસાબની બંદૂકમાંથી છૂટેલી ગોળી દેવિકા રોટાવનનાં પગમાં વાગી. ત્રણ મહિના સુધી ચાલેલી સારવાર અને કેટલાંક ઓપરેશન્સ બાદ તેઓ સ્વસ્થ બન્યાં હતાં.

દસ ઉગ્રવાદીઓ પૈકી અજમલ કસાબ જ જીવિત હાલતમાં પકડાયો હતો. કોર્ટમાં તેમની ઓળખ કરનારા લોકો પૈકી દેવિકા સૌથી નાની ઉંમરનાં સાક્ષી હતાં. દેવિકા એ દિવસને યાદ કરે છે.

રિપોર્ટર : મયુરેશ કોણ્ણૂર. શૂટિંગ અને એડિટિંગ : શરદ બઢે. પ્રોડ્યૂસર : જ્હાન્વી મુણે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો